SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 225 આગમસાર jainology II તીર્થકરોને અર્થાગમ આત્માગમ છે. ગણધરોને સૂત્ર આત્માગમ છે, અર્થ અનંતરાગમ છે. ગણધરના શિષ્યોને સૂત્ર અનંતરાગમ છે, અર્થ પરંપરાગમ છે. શેષ શિષ્યાનુશિષ્યોને સૂત્ર અર્થ બન્ને પરંપરાગમ છે. પ્રાચીન કાળમાં ધર્મ શાસ્ત્રરૂપમાં માન્ય પોત પોતાના આગમ સાહિત્ય કંઠોપકંઠ પ્રાપ્ત કરીને સ્મૃતિમાં રખાતા હતા. તે સાંભળીને પ્રાપ્ત કર્યું હોવાથી તેને શ્રુત કહેવાય છે. આગમ શબ્દ પણ શ્રુતના અર્થનો વાચક છે. કારણ કે (આગચ્છતીતિ આગમ)ગુરુ પરંપરાથી જે ચાલ્યું આવે છે તે આગમ છે. જીવાદિ પદાર્થોનું જ્ઞાન સારી રીતે જેનાથી થાય તે આગમ છે. વીતરાગ સર્વ દ્વારા પ્રણીત કૃત 'આગમ' કહેવાય છે. લોકમાં જે પ્રસિદ્ધિ પ્રાપ્ત પુરુષો છે, તેઓના દ્વારા બનાવવામાં આવેલ શ્રત લૌકિક આગમ છે અને ગુણ સંપન્ન આપ્ત પુરુષો દ્વારા પ્રરૂપિત શ્રુત લોકોત્તર આગમ' કહેવાય છે. (૨) નય પ્રમાણ:- ભિન્ન-ભિન્ન અપેક્ષાએ એક દેશ(અંશ) અથવા અનેક દેશની વિવક્ષાથી જે વસ્તુ તત્ત્વનો બોધ કરાય છે અથવા આશય સમજાવાય છે તે નય પ્રમાણ છે. તે સાત પ્રકારના છે. જેનું વિશેષ વિસ્તૃત વર્ણન ચોથા અનુયોગ દ્વારમાં આગળ કરવામાં આવ્યું છે. (૩) સંખ્યા પ્રમાણ :- આઠ ભેદોની વિવક્ષાએ સંખ્યા પ્રમાણનું કથન કરવામાં આવે છે. એનો આગમિક શબ્દ (સંખપ્પમાણ) છે. અતઃ “શંખ' શબ્દને અપેક્ષિત કરીને પણ કથન કરવામાં આવ્યું છે. આઠ પ્રકાર– ૧. નામ ૨. સ્થાપના ૩. દ્રવ્ય ૪. ઉપમા પ. પરિમાણ ૬. જાણણા ૭. ગણના ૮, ભાવ સંખા. (૧.૨) નામ સ્થાપના – કોઈનું “શંખ' નામ રાખ્યું હોય તે નામ “શંખ' છે અથવા કોઈપણ રૂપમાં એ “શંખ' છે, એવી સ્થાપના, કલ્પના અથવા આરોપણ કરાય તે “સ્થાપના શંખ” છે. (૩) દ્રવ્ય સંખ (સંખ્યા) :૧. જેણે સંખ(સંખ્યા)ને સારી રીતે શીખી લીધી છે પરંતુ એમાં અનુપ્રેક્ષા ઉપયોગ નથી તે દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૨. સંખના જાણકારના ભૂત ભવિષ્યનું શરીર દ્રવ્ય સંખ(સંખ્યા) છે. ૩. જે આગળના અનંતર ભવમાં શંખ(બે ઇન્દ્રિયજીવ) થવાવાળો છે, આયુબંધ નથી કર્યો તે એક ભવિક સંખ છે. ૪. જેણે શંખ' બનવાનો આયુ બંધ કરી લીધો છે તે બદ્ધાયુ શંખ છે. ૫. જે શંખ' ભવમાં જવા માટે અભિમુખ છે, જેનું આયુ સમાપ્ત થવામાં છે અથવા વાટવહેતામાં છે. તે અભિમુખ શંખ છે. ૬. એક ભવિક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કરોડ પૂર્વ હોય છે. બદ્ધાયુષ્ક શંખની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ કરોડ પૂર્વનો ત્રીજો ભાગ. અભિમુખ શંખની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની(મારણાંતિક સમુધાતની અપેક્ષા) હોય. (૪) ઉપમા :- સત્—અસત્ પદાર્થોથી સત્—અસત્ વસ્તુ કે વ્યક્તિને ઉપમિત કરી શકાય છે. યથા– તીર્થકરોના વક્ષસ્થળને કપાટની ઉપમા આપવી, આયુષ્યને પલ્યોપમ સાગરોપમ દ્વારા બતાવવું. પત્ર અને કિશલય (કૂંપળ)માં વાર્તા કરવાની કલ્પના વગેરે. (૫) પરિમાણ:- શ્રુતના પર્યવ, અક્ષર, પદ, ગાથા, વેષ્ટક, શ્લોક પ્રમાણનું નિરૂપણ કરવું, “પરિમાણ” સંખનું કથન છે. અહીંયા “ સંખ' શબ્દ વિચારણા અર્થમાં આવેલ છે. (૬) જાણણા – શબ્દને જાણવાવાળો શાબ્દિક. તેવી જ રીતે ગણિતજ્ઞ, કાળજ્ઞ, વૈદ્યક, આદિ “જ્ઞાન સંખ્યાના ઉદાહરણ છે. (૭) ગણણા – એના ત્રણ ભેદ છે– (૧) સંખ્યાત (૨) અસંખ્યાત (૩) અનંત. સંખ્યાતના ત્રણ ભેદ છે– (૧) જઘન્ય (૨) મધ્યમ (૩) ઉત્કૃષ્ટ. અસંખ્યાતના ૯ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્ત અસંખ્યાત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–યુક્ત અસંખ્યાત (૭–૯) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–અસંખ્યાતા અસંખ્યાત. અનંતના આઠ ભેદ છે– (૧-૩) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ–પરિત્તાનંત (૪-૬) જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ-યુક્તાનંત (૭-૮) જઘન્ય અને મધ્યમ– અનંતાનંત. (૧) સંખ્યાત– જઘન્ય સંખ્યાતા બેનો અંક છે. મધ્યમાં બધી સંખ્યાઓ છે અર્થાત્ શીર્ષ પ્રહેલિકા સુધી તો છે જ. આગળ પણ અસત્કલ્પનાથી ઉપમા દ્વારા બતાવવામાં આવનારી સમસ્ત સંખ્યા પણ મધ્યમ સંખ્યાત છે. જયાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યાતની સંખ્યા ન આવે ત્યાં સુધી તે સર્વે મધ્યમ સંખ્યાત છે. ઉત્કૃષ્ટ સંખ્યાતની ઉપમા આ પ્રમાણે છેઉત્કૃષ્ટ સંખ્યાતા :– ઉત્કૃષ્ટ સંખ્યાતાને ચાર પલ્યની કલ્પના દ્વારા સમજી શકાય છે. યથા– (૧) અનવસ્થિત પલ્ય (૨) શલાકા પલ્ય (૩) પ્રતિશલાકા પલ્ય (૪) મહાશલાકા પલ્ય. ચારે ય પલ્યની લંબાઈ પહોળાઈ જંબૂદ્વીપ પ્રમાણ હોય છે. ઊંચાઈ ૧૦0૮.૫ યોજન હોય છે. ત્રણ પલ્ય સ્થિત રહે છે. પ્રથમ અનવસ્થિત પત્યની લંબાઈ પહોળાઈ બદલાય છે. ઊંચાઈ તે જ રહે છે. શલાકા પલ્ય ભરવો:- અનવસ્થિત પલ્યમાં સરસવના દાણા શિખા સુધી ભરવા. પછી એક–એક દાણો એક–એક દ્વીપ સમુદ્રમાં નાખવો. જ્યાં અનવસ્થિત પલ્ય ખાલી થઈ જાય તે દ્વીપ કે સમુદ્ર જેટલો લાંબો અને પહોળો અનવસ્થિત પલ્ય બનાવવામાં આવે અને તેને ભરીને એનાથી આગળના દ્વીપ સમદ્રમાં એક–એક સરસવનો દાણો નાખતા જાય. તે પણ જ દ્વિીપ સમુદ્ર જેટલો લાંબો તથા પહોળો અનવસ્થિત પલ્ય બનાવી લેવો. પહેલો અનવસ્થિત પલ્ય ખાલી થવાની સાક્ષીરૂપ એક દાણો “ શલાકા પલ્ય'માં નાખવો. આ ક્રમથી અનવસ્થિત પલ્ય બનાવતા જવું અને આગળ આગળના દ્વિીપ સમુદ્રમાં એક એક દાણો નાખતા રહેવું. અનવસ્થિત પલ્ય ખાલી થાય કે તરત જ એક દાણો “શલાકા પલ્ય'માં નાખતા રહેવું. પ્રતિશલાકા પલ્ય ભરવો – જ્યાં શલાકા પલ્ય પૂર્ણ ભરાઈ જાય ત્યાં અનવસ્થિત પલ્ય તે દ્વીપ જેટલો લાંબો તથા પહોળો બનાવી ભરીને રાખવો. પછી શલાકા પથ ઉપાડીને તેમાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાખવો અને અંતમાં સાક્ષીરૂપ એક દાણો “પ્રતિશલાકા પલ્ય'માં નાખવો. “શલાકા પલ્યને ખાલી કરીને રાખવો. હવે ફરી એ ભરેલા અનવસ્થિત પલ્યને ઉપાડવો અને આગળના નવા દ્વીપ સમુદ્રથી દાણા નાખવાની શરૂઆત કરવી. ખાલી થયા પછી એક દાણો “શલાકા પલ્યમાં નાખવો. ફરી એ દ્વીપ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy