SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 223 આગમસાર ૮ વાળ (હરિવર્ષ) ૧ વાળ (હેમવત મનુષ્યનો) ૮ વાળ (હેમવત) ૧ વાળ (મહાવિદેહના મનુષ્યનો) ૮ વાળ (મહાવિદેહ) ૧ વાળ (ભરતક્ષેત્રના મનુષ્યનો) ૮ વાળ ૧ લીખ ૮ લીખ ૧ જવમધ્ય ૮ જવ મધ્ય ઊ ૧ ઉત્સધાંગલ ૧૨ અંગુલઊ ૧ વૈત, ૨ વેંત ઊ હાથ, ૨ હાથ ઊ ૧ કુક્ષી, ૨કુક્ષી ઊ ૧ ધનુષ. કાળ પ્રમાણ :- કાળનો જઘન્ય એકમ 'સમય' છે. એ અતિ સૂક્ષ્મ અને અવિભાજ્ય છે. આંખના પલકારા જેટલા સમયમાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે. આવા અસંખ્ય સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાનો એક શ્વાસોશ્વાસ થાય છે. વૃદ્ધાવસ્થા અને વ્યાધિ રહિત પુરુષના શ્વાસોશ્વાસને અહીંયા પ્રમાણ માન્યું છે. આ શ્વાસોશ્વાસને 'પ્રાણ' કહેવાય છે. ૭ પ્રાણ ઊ એક સ્તોક, ૭ સ્ટોક ઊ એક લવ, ૭૭ લવ ઊ એક મુહૂર્ત ૧ મુહૂર્ત ઊ ૩૭૭૩ શ્વાસોશ્વાસ(પ્રાણ) હોય છે. ૧ મુહૂર્ત ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા. ૧ પ્રાણ ૪૪૪૬ સાધિક આવલિકા. ૧ સેકન્ડ ૫૮૨૫ ૧૯૪૫ આવલિકા. ૧ પ્રાણ ઊ ૨૮૮૦/૩૭૭૩ સેકન્ડ હોય છે. ૧ મુહૂર્ત ઊ ૨૮૮0 સેકન્ડ ૧ મુહૂર્ત ઊ ૪૮ મિનિટ, એક મિનિટ ઊ ૬૦ સેકન્ડ ૩0 મુહૂર્ત ઊ ૧ દિવસ ૮૪ લાખ વર્ષ ઊ એક પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ઊ એક પૂર્વ. ત્યાર પછી પ્રત્યેક કાળ સંજ્ઞા એક બીજાથી ૮૪ લાખ ગણી હોય છે. અંતમાં શીર્ષ પ્રહેલિકાંગથી શીર્ષ પ્રહેલિકા ૮૪ લાખ ગણી હોય છે. આટલી સંખ્યા સુધી ગણિતનો વિષય મનાય છે. તે પછીની સંખ્યા ઉપમા દ્વારા કહેવાય છે. ઉત્કૃષ્ટ સંખ્યાતાની સંખ્યા ઉપમા દ્વારા પૂર્ણ થાય છે. એ ઉત્કૃષ્ટ સંખ્યામાં એક અધિક થતાં જઘન્ય અસંખ્યાતા થાય છે. ઉપમા દ્વારા કાળ ગણના પ્રમાણ :- (૧) પલ્યોપમ અને સાગરોપમ રૂપ બે પ્રકારની ઉપમા દ્વારા કાળની ગણના કરાય છે. પલ્યોપમની ગણના ઉપમાથી સમજતા સાગરોપમની ગણના સહજમાં સમજાય છે. કારણ કે કોઈપણ પ્રકારના પલ્યોપમથી એનું સાગરોપમ દસ ક્રોડાકોડ ગણું હોય છે. માટે અહીં પલ્યોપમનું વર્ણન કરાય છે. (૨) ઉપમા ગણનાનો પલ્યોપમ ત્રણ પ્રકારનો હોય છે– ૧. ઉદ્ધાર પલ્યોપમ ૨. અદ્ધા પલ્યોપમ ૩. ક્ષેત્ર પલ્યોપમ. આ ત્રણેમાં સૂક્ષ્મ અને વ્યવહાર(બાદર)ના બે-બે ભેદ હોય છે. (૩) ૧. ઉદ્ધાર પલ્યોપમની ઉપમામાં વાલાગ્ર એક–એક સમયમાં કઢાય છે. ૨. અદ્ધા પલ્યોપમની ઉપમામાં વાલાઝ ૧૦૦ વર્ષે કાઢવામાં આવે છે અને ૩. “ક્ષેત્ર પલ્યોપમમાં વાલાગ્રોના આકાશ પ્રદેશોની ગણના હોય છે. એક આકાશ પ્રદેશ એક સમયમાં કાઢવો. ૪. “ઉદ્ધાર બાદર પલ્યોપમમાં એક દિવસથી સાત દિવસ સુધીના જુગલિયાના વાળ અખંડ ભરાય છે તથા કઢાય છે. જ્યારે સૂમ'માં એ એક–એક વાળના અસંખ્ય ખંડ કરીને ભરાય છે અને કઢાય છે. સૂર્મ પણક જીવોની અવગાહનાથી અસંખ્યગણી અને નિર્મલ આંખોથી જે નાનામાં નાની વસ્તુ જોઈ શકાય, તેનો અસંખ્યાતમો ભાગ હોય, એવા અસંખ્ય ખંડ વાલાઝના સમજવા. ૫. એવું જ અંતર બાદર અદ્ધા પલ્યોપમ અને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમમાં સમજવું. ૬. બાદર ‘ક્ષેત્રપલ્યોપમમાં અખંડ વાલાગ્રોના અવગાહન કરેલ આકાશ પ્રદેશોનો હિસાબ હોય છે અને સૂક્ષ્મમાં અસંખ્ય ખંડ કરેલા વાળાગ્રના અવગાઢ અને અનવગાઢ બન્ને પ્રકારના અર્થાત્ પલ્ય ક્ષેત્રના સમસ્ત આકાશ પ્રદેશ ગણાય છે. ૭. ત્રણ પ્રકારના બાદર(વ્યવહાર) પલ્યોપમ કેવળ સૂક્ષ્મને સમજવા માટે છે અને લોકમાં એનો બીજો કોઈ ઉપયોગ નથી. ૮. સૂધમ ઉદ્ધાર પલ્યોપમથી દીપ સમુદ્રોનું માપ થાય છે. અર્થાત્ અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય છે, તેટલા લોકમાં દ્વીપ સમુદ્ર છે. ૯. સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ સાગરોપમથી ચાર ગતિના જીવોની ઉમરનું કથન કરાય છે. અહીં ચારે ગતિના જીવોની સ્થિતિ વિસ્તારથી બતાવેલ છે. – તે માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર પદ-૪ ૧૦. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દષ્ટિવાદ અંગસૂત્રમાં વર્ણવેલા દ્રવ્યોનું માપ કરાય છે. પલ્યની ઉપમા - લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આ ત્રણેમાં સમાન, ધાન્ય વગેરે માપવાના પાત્ર ને પલ્ય કહે છે. અહીંયા સ્વીકાર કરેલા પાત્રને(ખાડાને) પણ ત્રણેની સમાનતાને કારણે પલ્ય કહેવાય છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy