SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 198 આગમચાર– ઉતરાર્ધ બારમું કાળ દ્વાર - એના ત્રણ પ્રકાર છે. (૧) ઉત્સર્પિણી (૨) અવસર્પિણી (૩) નો ઉત્સર્પિણી નો અવસર્પિણી. એના ફરી ક્રમશઃ -. અને ચાર ભેદ છે. અર્થાત્ ઉત્સર્પિણીના ૬ આરા છે. અવસર્પિણીના પણ ૬ આરા છે. નો ઉત્સર્પિણી નો અવસર્પિણીના ૪ પ્રકાર છે– (૧) પહેલા આરાના પ્રારંભના સમાન કાળ. (૨) બીજા આરાના પ્રારંભના સમાન કાળ (૩) ત્રીજા આરાના પ્રારંભના સમાન કાળ (૪) ચોથા આરાના પ્રારંભના સમાન કાળ. તથા એવા જ ભાવ જયાં હોય તે ચાર પ્રકારના ક્ષેત્ર ક્રમશઃ આ છે– (૧) દેવ કુરુ–ઉત્તર કુરુ (૨) હરિવાર– રમ્યવાસ. (૩) હેમવત-હરણ્યવત્ (૪) મહાવિદેહ ક્ષેત્ર. આ ક્ષેત્રમાં જન્મ, સદ્ભાવ(હોવું) અને સંહરણ એમ ત્રણ અપેક્ષાથી નિર્ચન્થ અથવા સંયતનું વર્ણન કરવામાં આવે છે. તેરમું ગતિ દ્વાર:- આ દ્વારમાં ૩ વિભાગ છે– (૧) ક્યાં જાય- બધા નિયંઠા વૈમાનિકમાં જ જાય. (૨) કેટલી સ્થિતિ મેળવે. – પલ્ય (અથવા અનેક પલ્ય) થી લઈને ૩૩ સાગર સુધી યથાયોગ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૩) કેટલી પદવી મેળવે.- ઈન્દ્ર, સામાનિક, ત્રાયન્ટિંશક લોકપાલ અને અહમેન્દ્ર આ પાંચ પદવી છે. એમાંથી આરાધકને જ યથાયોગ્ય પદવી પ્રાપ્ત થાય છે. વિરાધના કરનારને આ પદવી પ્રાપ્ત થતી નથી. નિર્ઝન્થની ગતિની પૃચ્છા હોવા છતાં પણ આરાધના વિરાધનાના વિકલ્પ નિકટતમ ભૂત અથવા ભવિષ્ય કાળની અપેક્ષાથી સમજવું અર્થાત્ નિયમ પ્રમાણે પ્રતિસેવી કહેવાયેલા નિયંઠા અંતિમ સમયમાં શુદ્ધિ કરી લે તો એ નિયંઠામાં આરાધનાનો વિકલ્પ સમજવો અને અપ્રતિસેવી નિર્ઝન્થ અંતિમ સમયે કોઈ પ્રતિસેવના અવસ્થામાં આવી જાય તો તે, એ અપ્રતિસેવી નિયંઠાના વિરાધનાન વિકલ્પ ગણાશે. આ આરાધના વિરાધનાના વિકલ્પ પદવી પ્રાપ્તિના પ્રશ્નના ઉત્તરમાં છે. મૂળ. પૃચ્છામાં નિર્ગસ્થ અને એની ગતિ જ છે. જે કેવળ વૈમાનિકની જ છે. એટલે આરાધના વિરાધનાના વિકલ્પવાળા પણ નિર્ગસ્થ તો છે જ. એમને નિર્ગસ્થ અવસ્થાથી બહારવાળા સમજવા નહીં કારણ કે ત્રણ ગતિ અને ત્રણ દેવોના સ્પષ્ટ નિષેધ સૂત્રમાં પહેલાંથી જ કરવામાં આવ્યા છે. એટલે વિરાધનાના વિકલ્પમાં પદવી વિનાની અવસ્થા પણ વૈમાનિક દેવોની જ સમજવી. ભવનપતિ વિગેરે આ ગતિ દ્વારના અવિષય ભૂત છે. એટલે એમને સમજવા નહીં. કારણ કે ગતિ દ્વારની પૃચ્છામાં મૂળભૂત ભવનપતિ વિગેરેનો સ્પષ્ટ નિષેધ કરી દેવામાં આવ્યો છે. ચૌદમું સંયમસ્થાન દ્વાર:- સંયમની શુદ્ધિ તથા અધ્યવસાયોની ભિન્નતાઓથી સંયમ સ્થાનોની તારતમ્યતા થાય છે. એના અનેક સ્થાન બને છે. તે સંયમના વિભિન્ન સ્થાન જ "સંયમ સ્થાન" કહેવાય છે. કુલ સંયમ સ્થાન અસંખ્ય હોય છે. કષાય રહિત અવસ્થા થઈ ગયા પછી સંયમ સ્થાન સ્થિર થઈ જાય છે. અર્થાત્ અકષાયવાળાઓનું એક જ સંયમ સ્થાન હોય છે. એટલે નિર્ઝન્થ અને સ્નાતકના સંયમ સ્થાન એક જ હોય છે. બાકી ચારના અસંખ્ય સંયમ સ્થાન હોય છે. એ અસંખ્યમાં પણ હીનાધિકતા હોય છે. જેને ચૌઠણ વડિયા કહેવાય છે. પંદરમું સંનિકર્ષ(પર્યવ) દ્વાર :- સંયમના પર્યવને "નિકર્ષ" કહેવાય છે. સંયમ પરિણામોના વિભાગો, સ્થાનોને સંયમ સ્થાન કહેવાય છે અને સંયમ ધનનું, સંયમ ગુણોનું, સંયમ ભાવોનું જે સંચય આત્મામાં થાય છે, તે સંયમના પર્યવ કહેવાય છે. અર્થાત્ સંયમના ઉપલબ્ધ આત્મ વિકાસને અર્થાતુ આત્મ ગુણોની ઉપલબ્ધિ અને એના સંચયને જ પર્યવ કહેવાય છે. એવા સંયમ પર્યવ અનંત હોય છે. એમાં પણ પ્રત્યેક નિયંઠાના જઘન્ય અને ઉત્કૃષ્ટ પર્યવ હોય છે. એ અનંતમાં પણ અનંત ગુણ અંતર હીનાધિકતા થઈ શકે છે. એને છાણ વડિયા" કહેવાય છે. છઠ્ઠાણ વડિયા વિગેરેનો અર્થ પ્રજ્ઞાપના પદ પ માં બતાવ્યો છે. સોળમું યોગ દ્વારઃ- એના બે પ્રકાર છે. (૧) સયોગી અને (૨) અયોગી. સયોગીમાં ત્રણ યોગ હોય છે. અયોગીમાં એક પણ યોગ હોતો નથી. સતરમું ઉપયોગ દ્વાર - સાકાર અને અનાકાર બે ઉપયોગ છે. અઢારમું કષાય દ્વાર:- ચાર કષાય અને અકષાયી. ઓગણીસમ વેશ્યા દ્વાર:–સલેશી, ૬ લેશ્યા અને અલેશી. વીસમું પરિણામ દ્વાર - પરિણામના ત્રણ પ્રકાર છે- વર્ધમાન, હાયમાન, અવસ્થિત. આ ત્રણેની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. પાંચ નિયંઠામાં જઘન્ય સ્થિતિ ત્રણેની એક સમયની હોય છે. હાયમાન વર્ધમાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત– મુહૂતની હોય છે અને અવસ્થિતની ચાર નિયંઠામાં ઉત્કૃષ્ટ સાત સમયની હોય છે. નિર્ગુન્થમાં અંતર્મુહૂર્તની હોય છે. સ્નાતકમાં વર્ધમાન પરિણામની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની અને અવસ્થિત પરિણામની જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વની સ્થિતિ હ ૨૧. ૨૨. ૨૩. માં દ્વાર:- (૧) બંધ (૨) ઉદય (૩) ઉદીરણા આઠ કર્મોની અપેક્ષા હોય છે. ચોવીસમું ઉપસંપદા દ્વારઃ- પ્રત્યેક નિર્ગસ્થ પોતાની નિર્ચન્થ અવસ્થાને છોડે તો કઈ કઈ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરવાના આઠ સ્થાન કહેવાયા છે. (૧) અસંયમ(૨) સંયમસંયમ(૩ થી ૭) પાંચ નિયંઠા (૮) સિદ્ધિ. છ નિયંઠામાંથી પોતાનો એક નિયંઠો ગણ્યો નથી. કારણ કે એને તો છોડવાની પૃચ્છાનો જ જવાબ છે. આ પ્રકારે આ દ્વારમાં નિયંઠાની આપસમાં ગતિ બતાવી છે. આ નિયંઠાવાળા એક બીજામાં આવ જા કરે છે. સ્નાતક કેવળ સિદ્ધ ગતિમાં જ જાય છે. બાકી પાંચે ય નિયંઠા કાળ ધર્મ પામવાથી અસંયમમાં જ જાય છે. આપસમાં અનંતર ક્યાં જાય છે, તે આ પ્રમાણે છે– (૧) પુલાક-કષાય કુશીલમાં. (૨) બકુશ અને પ્રતિસેવના-કષાય કુશીલ, સંયમાં સંયમ, અસંયમમાં અને બકુશ પ્રતિસેવના બને પરસ્પરમાં. (૩) કષાય કુશીલ-સ્નાતક અને સિદ્ધને છોડી બધામાં જાય. નિર્ગસ્થ- કષાય કુશીલ અને સ્નાતકમાં જાય. સ્નાતક- સિદ્ધમાં જાય. પચીસમું સંજ્ઞા દ્વાર:- ચાર સંજ્ઞા અને નો સંશોપયુકત આ પાંચ પ્રકાર છે. છવ્વીસમ આહાર દ્વાર :- આહારક, અણાહારક એમ બે પ્રકાર છે. સત્તાવીસમું ભવ દ્વાર :- ઉત્કૃષ્ટ કેટલા ભવોમાં આ નિયંઠા આવી શકે છે. ચાર્ટ જઓ. અઠ્ઠાવીસમું આકર્ષ દ્વાર - એક ભવ અને અનેક ભવોમાં કેટલી વાર આ નિયંઠા પ્રાપ્ત થઈ શકે છે? ચાર્ટ જુઓ. ઓગણત્રીસમું કાલ દ્વાર:- નિર્ગસ્થની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. એક જીવની અપેક્ષા અને અનેક જીવની અપેક્ષા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy