SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 197 આગમસાર વિધિ - આ સાધના માટે ૯(નવ) સાધક એક સાથે આજ્ઞા લઈ અલગ વિહાર કરે છે. એમાં સૌથી પહેલા ચાર સાધક તપ કરે છે, ચાર એમની આવશ્યક સેવા પરિચર્યા કરે છે અને એક સાધક ગણની પ્રમુખતાનો સ્વીકાર કરે છે. એના પછી સેવા કરનાર ચારેય સાધક તપ કરે છે. તપ કરવાવાળા સેવા કરે છે. એના પછી જ્યારે ગણ પ્રમુખ સાધક તપ કરે છે, ત્યારે સાત સાધક સેવા વિગેરે કરે છે અને એક સાધક પ્રમુખતા સ્વીકાર કરે છે. પ્રમુખ સાધક (વ્યક્તિ) જવાબદારી તથા વ્યવહાર અને ધર્મ પ્રચારના કર્તવ્યોનું, ધિા પોતાની મૌન, ધ્યાન, સાધના, સ્વાધ્યાય, સેવા, તપ વગેરેમાં સંલગ્ન રહે છે. તપ કરવાવાળા નિયમિત સમય આગમ નિર્દિષ્ટ તપ અવશ્ય કરે છે. તેમાં કંઈ ઓછું કરતા નથી. પણ એમાં વધારે તપ કરી શકે છે. તપસ્વી ઉનાળામાં ઉપવાસ, છઠ, અમ કરે છે. શિયાળામાં છઠ, અટ્ટમ, ચાર ઉપવાસ કરે છે. ચોમાસામાં અટ્ટમ, ચાર કે પાંચ સાથે ઉપવાસ કરે છે. પારણામાં આયંબિલ કરે છે. આ તપ નિરંતર ચાલે છે. અર્થાતુ એક આયંબિલ પછી ફરીથી તપસ્યા ચાલુ રહે છે. દરેક છ મહિના પછી સાધકોનો ક્રમ બદલાતો રહે છે. ૧૮ મહિનામાં બધાનો ક્રમ આવી જાય છે. ૧૮ મહિના પછી આ તપસ્વી સાધક પોતાની આ સાધનાને વિસર્જિત કરી ગુરુ સેવામાં આવી શકે છે અને આગળ વધારવા ઈચ્છે તો તે જ ક્રમમાં - મહિના બદલીને કરી શકે છે. આ પ્રમાણે આ ચારિત્ર ઓછામાં ઓછા ૧૮ મહિના માટે ધારણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ આમાં જીવનભર પણ રહી શકાય છે. આમાંથી કોઈ સાધક વચ્ચમાં આયુષ્ય પૂરું કરી શકે છે અને વિશિષ્ટ પ્રસંગ વશ કોઈ સાધક વચ્ચમાં આવીને સમ્મિલિત પણ થઈ શકે છે. આ સાધના પૂર્વધારી શ્રમણ જ કરે છે. દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા તથા ૯માં પૂર્વની ત્રીજી આચાર વસ્તુથી ઉપરી જ્ઞાનવાળા ધારણ કરે છે. એનાથી ઓછા જ્ઞાનવાળાને આજ્ઞા અપાતી નથી. તથા વધારે જ્ઞાનવાળાને એવી ગચ્છ મુક્તિની કોઈ પણ પ્રકારની સાધનાઓની આવશ્યકતા જ રહેતી નથી. આ તપને ઓછામાં ઓછા ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળા જ ધારણ કરી શકે છે. અન્ય અનેક વિષયોનું વર્ણન આગળ સાતમાં ઉદ્દેશકમાં ૩૬ દ્વારોથી કરવામાં આવશે. ત્યાં આ ચારિત્ર સંબંધી ઘણા તત્ત્વોની જાણકારી મળી શકશે. (૪) સૂમ સંપરાય ચારિત્ર:- ઉપર કહ્યા મુજબ કોઈપણ ચારિત્રોનું પાલન કરતાં કરતાં જ્યારે મોહ કર્મની ૨૭ પ્રકૃતિનો ક્ષય અથવા ઉપશમ થઈ જાય છે, કેવળ સૂક્ષ્મ સંજવલન લોભનો ઉદય માત્ર બાકી રહે છે, એવી સાધકની અવસ્થાને "સૂક્ષ્મ સંપરાય ચારિત્ર" કહેવાય છે. આ ચારિત્રમાં દશમું ગુણસ્થાન હોય છે. બીજું વર્ણન આગળ સાતમાં ઉદ્દેશકમાં ૩૬ કારોથી બતાવ્યું છે. (૫) યથાખ્યાત ચારિત્ર:- સૂક્ષ્મ સંપરાય ચારિત્રથી આગળ નીકળી સાધક આ ચારિત્રમાં પ્રવેશ કરે છે. અર્થાત અવશેષ સંજ્વલન લોભ મોહ કર્મનો સંપૂર્ણ ઉપશમ અથવા ક્ષય કર્યા પછી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. એના બે વિભાગ છે. (૧) ઉપશાંત મોહ યથાખ્યાત. (૨) ક્ષીણ મોહ યથાખ્યાત. ઉપશાંત મોહ યથાખ્યાત અસ્થાઈ હોય છે. અંતર્મુહૂર્ત પછી સમાપ્ત થઈ જાય છે. ત્યારે સાધક ફરી સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં પહોંચી જાય છે. ક્ષીણ મોહ યથાખ્યાત– વાળા આગળ વધી અંતર્મુહૂર્તમાં જ બાકીના ત્રણ ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. ઉપશાંત મોહ યથાખ્યાતમાં એક અગિયારમું ગુણસ્થાન છે અને ક્ષીણ મોહ યથાખ્યાત ચારિત્રમાં ૧૨, ૧૩, ૧૪, ત્રણ ગુણસ્થાન છે અને આ પ્રમાણે કુલ ૪ ગુણસ્થાન છે. જેમાં બે છાસ્થ ગુણ સ્થાન છે આ બે કેવળી ગુણસ્થાન છે. તેમાં ચૌદમાં ગુણસ્થાનમાં ચાર અઘાતિ કર્મ રહે છે. (૧) વેદનીય (૨) આયુ (૩) નામ (૪) ગોત્ર. જ્ઞાનવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મ ૧૨ માં ગુણસ્થાનના અંતિમ સમયમાં પૂર્ણ રૂપથી ક્ષય થાય છે અને અવશેષ ચાર અઘાતિકર્મ ચૌદમા ગુણસ્થાનના અંતિમ સમયે પૂર્ણ રૂપેણ ક્ષય થાય છે. ત્યારે યથાખ્યાત ચારિત્ર વાળા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. ત્યાં યથાખ્યાત ચારિત્ર પણ રહેતું નથી, કારણ કે ચારિત્ર મનુષ્ય ભવિક જ છે. છઠું પ્રતિસેવના દ્વાર - સંયમના મૂળ ગુણ–પાંચ મહાવ્રત તથા છઠા રાત્રિ ભોજન ત્યાગ વ્રત છે. ઉત્તર ગુણમાં સ્વાધ્યાય તપ તથા નિયમ ઉપનિયમ છે. આ મૂળ ગણ અને ઉત્તર ગણમાં દોષ લગાડવો, એની મર્યાદાઓનો ભંગ કરવો, પ્રતિસેવના – વિપરીત આચરણ કહેવાય છે. આ પ્રમાણે પ્રતિસેવનાના બે પ્રકાર છે. (૧) મૂળ ગુણ પ્રતિસેવના, (૨) ઉત્તર ગુણ પ્રતિસેવના. કોઈપણ મર્યાદાનો ભંગ કરવો નહિ, દોષ લગાવવો નહિ, તે અપ્રતિસેવના કહેવાય છે. એવા સાધક અથવા એમના નિયંઠા કે ચારિત્ર "અપ્રતિસવી" કહેવાય છે. સાતમું જ્ઞાન દ્વાર – ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન એમ આઠ પ્રકાર છે. તથા શ્રુત જ્ઞાનની અપેક્ષા પ્રવચન માતાનું જ્ઞાન શ્રમણને હોવું આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટમાં ૧૧ અંગ, ૯ પૂર્વ, ૧૦ પૂર્વ અથવા ૧૪ પૂર્વનું જ્ઞાન હોય છે. આઠમું તીર્થ દ્વારઃ- કોઈ તીર્થકરનું શાસન વિચ્છેદ થઈ જાય અથવા ઉત્સર્પિણી, અવસર્પિણીના પહેલા તીર્થકરનું શાસન શરૂ ન થાય તે પહેલા જે કોઈ પોતે જ સંયમ અંગીકાર કરે તે અતીર્થમાં કહેવાય છે. તીર્થની સ્થાપના પછી તથા તીર્થ વિચ્છેદ થાય તે પહેલાં તીર્થકરના શાસનમાં જ જે દીક્ષિત થાય છે તે તીર્થમાં કહેવાય છે. આ પ્રમાણે આ કારમાં બે પ્રકાર છે. (૧) તીર્થમાં (૨) અતીર્થમાં. કોઈ નિર્ચન્થ અથવા સંયત તીર્થમાં હોય છે, કોઈ અતીર્થમાં હોય છે અને કોઈ બન્નેમાં હોય છે. નવમું લિંગ દ્વાર :- એના ત્રણ પ્રકાર છે– (૧) સ્વલિંગ- જિનમતની વેશભૂષા (૨) અન્ય લિંગ – અન્યમતની વેશભૂષા (૩) ગૃહસ્થ લિંગ - ગૃહસ્થની વેશ ભૂષા. આ દ્રવ્યની અપેક્ષાએ ત્રણ ભેદ છે. એમનું નિર્ગસ્થ અને સંયતમાં હોવાનું કે ન હોવાનું કથન આ કારમાં કરવામાં આવ્યું છે. ભાવ લિંગના ત્રણ ભેદ થઈ શકે છે પરંતુ અહીં પ્રસ્તુત પ્રકરણમાં સર્વત્ર ભાવથી સ્વલિંગ જ હોય છે. એટલે ચાર્ટ માં ત્રણ દ્રવ્ય લિંગ અને એક ભાવલિંગની અપેક્ષાએ કથન કર્યું છે. દશમં શરીર દ્વાર :- ઔદારિક વિગેરે પાંચ શરીર છે. અગિયારમું ક્ષેત્ર દ્વારઃ- એના બે પ્રકાર છે. (૧) કર્મ ભૂમિ. (૨) અકર્મ ભૂમિ. આ ક્ષેત્ર વર્ણન જન્મની અપેક્ષા અને સંવરણની અપેક્ષા એમ બે પ્રકારથી કરાય છે. અર્થાત્ નિર્ગસ્થ અથવા સંયત જન્મની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે અને સંહરણની અપેક્ષા કયા ક્ષેત્રમાં મળે છે, એ આ દ્વારમાં બતાવ્યું છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy