SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર jainology II 185 ઉદ્દેશક: ૫ (૧) પરમાણુમાં બે સ્પર્શ ચાર પ્રકારે હોય છે (૧)શીત-રૂક્ષ. (૨) શીત- સ્નિગ્ધ (૩) ઉષ્ણ-રૂક્ષ (૪) ઉષ્ણ-નિગ્ધ, ઢિપ્રદેશમાં બે અથવા ત્રણ અથવા ચાર સ્પર્શ હોઈ શકે છે. સૂમ અનંત પ્રદેશી અંધ સુધી ચાર સ્પર્શ આ પ્રકારના હોય છે. બાકી વર્ણાદિન વર્ણન શતક ૧૮, ઉદ્દેશક માં કર્યુ છે. (૨) એક પરમાણુ "દ્રવ્ય પરમાણુ" છે. એક આકાશ પ્રદેશ ક્ષેત્ર પરમાણુ" છે. એક સમય "કાળ પરમાણુ" છે અને એક ગુણ કાળો વિગેરે "ભાવ પરમાણુ" છે. પરમાણુના છેદન, ભેદન, દહન, ગ્રહણ હોતા નથી. સરખા અવયવ નહીં હોવાથી અર્ધા થતા નથી. વિષમ અવયવ નહીં હોવાથી મધ્ય નથી હોતા. અવયવ નહીં હોવાથી અપ્રદેશ કહેવાય છે. વિભાગ ન હોવાથી અવિભાગ કહેવાય છે. ઉદ્દેશક: ૬-૮ (૧) આહાર તથા ઉત્પતિ સંબંધી વર્ણન શતક ૧૭, ઉદ્દેશો માં કર્યુ છે. (૨) જીવ પ્રયોગ બંધ, એના અનંતર બંધ, એના પરંપર બંધ એમ ત્રણ પ્રકારના બંધ બધા જીવોમાં, બધી સંભવિત અવસ્થાઓમાં હોય છે. (૩) ભરત એરાવતમાં જ ઉત્સર્પિણી–અવસર્પિણી કાલ છે. અકર્મભૂમિમાં નથી. મહાવિદેહ ક્ષેત્રમાં અવસ્થિત કાળ છે. (૪) ૫ ભરત, ૫ એરાવતમાં પહેલા અને અંતિમ તીર્થંકર પંચમહાવ્રત રૂપ ધર્મ તથા સપ્રતિક્રમણ ધર્મનું પ્રરુપણ કરે છે. બાકી રર તીર્થકર અને મહાવિદેહ ક્ષેત્રના તીર્થકર ચાતુર્યામ ધર્મનું પ્રરુપણ કરે છે. (૫) ભરત એરાવતમાં ૨૪ તીર્થકર ક્રમશઃ હોય છે. એમાં ૨૩ જિનાંતર હોય છે. વર્તમાન ચોવીસીના એકથી આઠ તથા સોળથી, ત્રેવીસમાના શાસનમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો નથી, વચલા નવથી પંદરમા તીર્થંકરના શાસનમાં અર્થાત્ સાત જિનાંતરમાં કાલિક શ્રુતનો વિચ્છેદ થયો છે. દષ્ટિવાદનો વિચ્છેદ તો બધા તીર્થંકરના શાસનમાં થાય છે. ચોવીસમાં તીર્થકરના શાસનમાં દષ્ટિવાદના પૂર્વગત સૂત્ર ૧000 વર્ષ સુધી ચાલશે. (રહ્યા હતા) બાકી ૨૩ તીર્થકરોના સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી પૂર્વ શ્રુત ચાલ્યા હતા. (૬) ચોવીસમા તીર્થંકરનું વર્તમાન શાસન કુલ ૨૧ હજાર વર્ષ ચાલશે. ઉત્સર્પિણીના ચોવીસમાં તીર્થકરનું શાસન એક લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ ઓછા સુધી ચાલશે. (૭) અરિહંત તીર્થકર છે. ચતુર્વિધ સંઘ તીર્થ છે. તીર્થકર પ્રવચની છે. દ્વાદશાંગ (શાસ્ત્ર) પ્રવચન છે. આ ધર્મની અવગાહના કરનારા સંપૂર્ણ કર્મ નાશ કરી મુક્ત થાય છે. અથવા કર્મ થોડા રહે તો દેવલોકમાં જાય છે. ઉદ્દેશક: ૯ (૧) વિદ્યાચારણ મુનિ – પૂર્વગત શ્રુતના અભ્યાસી તપાલબ્ધિ સંપન્ન અણગારને છઠ છઠના નિરંતર તપ કરવાથી વિદ્યાચરણ નામની લબ્ધિ ઉત્પન્ન થાય છે. ત્રણ સેકંડ જેટલા સમયમાં કોઈ દેવ જમ્બુદ્વીપની ત્રણ પરિક્રમા કરી લે એટલી તીવ્ર ગતિ વિદ્યાચરણની હોય છે. આ લબ્ધિવાળા અણગાર પહેલી ઉડાનમાં માનુષોત્તર પર્વત પર જઈને રોકાય છે. બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં મેરુના નંદન વનમાં, બીજી ઉડાનમાં મેરુના પંડક વનમાં જાય છે. આવતી વખતે એક ઉડાનમાં આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટ ગતિ વિષય છે. પછી આ ગમનાગમનની આલોચના પ્રતિક્રમણ કરે તો આરાધક થાય છે, આલોચના પ્રતિક્રમણ કર્યા વગર કાળ કરી જાય તો આરાધક થતા નથી. (૨) જંઘાચારણ મુનિ - તપોલબ્ધિ સંપન્ન પૂર્વધારીને અટ્ટમ અઠ્ઠમના નિરંતર તપ કરવાથી જંઘાચરણ લબ્ધિ ઉત્પન્ન થાય છે. વિદ્યાચરણથી આની ગતિ સાત ગણી વધારે હોય છે. આ પહેલી ઉડાનમાં રુચકવર દ્વીપમાં પહોંચી જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદીશ્વર દ્વીપમાં રોકાય છે. ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને પહોંચી જાય છે. ઊંચે જવું હોય તો પહેલી ઉડાનમાં પંડગ વનમાં જાય છે. પાછા આવતી વખતે બીજી ઉડાનમાં નંદનવનમાં અને ત્રીજી ઉડાનમાં પોતાના સ્થાને આવી જાય છે. એટલી ઉત્કૃષ્ટ ગતિ વિષય છે. લબ્ધિનો ઉપયોગ કરવાની આલોચના પ્રતિક્રમણ કરે તો જ આરાધક થાય છે. - આ લબ્ધિધારી મુનિરાજ દ્વીપ સમુદ્ર પર્વત વિગેરેના આગમમાં આવેલ વર્ણન અનુસાર સ્થાનોને જોવાના હેતુથી આ લબ્ધિનો પ્રયોગ કરે છે. અથવા પોતાની જિજ્ઞાસાઓનું સમાધાન કરવા કે તીર્થકરોના દર્શન કરવાના હેતુથી પણ લબ્ધિવાળા મુનિરાજ આ લબ્ધિનો પ્રયોગ કરે છે. ઉદ્દેશક: ૧૦. (૧) જે જીવોના આયુષ્ય વ્યવહારથી અસમય(અકાળ)માં જ સમાપ્ત થઈ શકે છે. તે જીવો સોપક્રમી આયુષ્ય વાળા કહેવાય છે અને જે પૂર્ણ સમય પર જ સમાપ્ત થાય છે તે નિરુપક્રમી આયુષ્ય વાળા કહેવાય છે. બીજા શબ્દોમાં સોપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટી શકે છે. નિરુપક્રમી આયુષ્ય વચ્ચમાં તૂટતુ નથી. નારકી, દેવતા, યુગલિયા અને ૬૩ ઉત્તમ પુરુષ (તીર્થકર, ચક્રવતી વિગેરે) તથા ચરમ શરીરી જીવોનું નિરુપક્રમી આયુષ્ય હોય છે. બાકી બધાના સોપક્રમી નિરુપક્રમી બંને આયુષ્ય હોય છે. સોપક્રમી ૧/૩ ઉમર બાકી રહે પછી ક્યારે ય પણ તૂટી શકે છે. (૨) આયુષ્યને સ્વયં ઘટાડી દેવું એટલે આત્મઘાત કરવું "આત્માપક્રમ" છે. બીજા દ્વારા માર્યા જવું 'પરોપક્રમ છે. અને ત્રીજો ભેદ 'નિરુપક્રમ' છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy