SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 184 ઉદ્દેશક: ૪ (૧) આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરા આ ચારેયના મહા અને અલ્પ વિશેષણ લાગવાથી ૧૬ ભંગ બને છે. પહેલો ભંગ મહાઆશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાથી બને છે. બીજો ભંગ – મહાઆશ્રવ, મહાક્રિયા, મહાવેદના, અલ્પ નિર્જરાથી બને છે. એમ ક્રમશઃ ભંગ વિધિથી ૧૬મો ભંગ – અલ્પઆશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાથી બને છે. આ સોળ ભંગમાથી નારકીમાં કેવળ એક બીજો ભંગ જ હોય છે. બાકીના ભંગ ત્યાં મળતા નથી. દેવોમાં ચોથો ભંગ મહાઆશ્રવ,મહાક્રિયા,અલ્પ વેદના, અલ્પ નિર્જરાવાળા જ હોય છે. દારિકના દશ દંડકોમાં ૧૬ ભં. મળી શકે છે. ઉદેશક: ૫ (૧) ચરમ નૈરયિક ઊ અલ્પાયુવાળા, પરમ ભૈરયિક ઊ અધિક આયુષ્યવાળા. નારકીમાં વધારે ઉંમરવાળા ભારે કર્મી હોય છે અને દેવતામાં વધારે ઉમરવાળા હળુકર્મી હોય છે અને ઓછી ઉંમરવાળા ભારે કર્મી હોય છે. તે તરત મનુષ્ય તિર્યંચમાં જનારા હોય છે, એટલે ભારે કર્મી કહેવાય છે. ઔદારિકના ૧૦ દંડક નરક સરખા જાણવા. (૨) વ્યક્ત વેદના. અવ્યક્ત વેદનાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવુ. સન્નીની નિદા વેદના હોય છે. અસન્નીની અનિદા(અવ્યક્ત) વેદના હોય છે. ઉદ્દેશક: ૬-૧૦ (૧) દ્વીપ સમુદ્રોનું વર્ણન જીવાભિગમ સૂત્રથી જાણવું. (૨) જ્યોતિષી દેવોના વિમાન સર્વસ્ફટિક રત્નમય છે. બાકીના ત્રણ જાતિના દેવોના ભવન, વિમાન, નગર, સર્વ રત્નમય છે. શાશ્વત છે. એમાં જીવ પુગલોનો પોતાની મેળે (સ્વતઃ) ચય અને ઉપચય થતો રહે છે. (૩) જીવ નિવૃત્તિ - જીવ દ્વારા ઉત્પાદિત ભાવ અનેકવિધ છે. જે જીવના ભેદ રૂપથી મૂળ એકેન્દ્રિય વગેરે પાંચ અને ઉત્કૃષ્ટ ૫૬૩ ભેદ છે. કર્મરૂપથી નિવૃત્તિ મૂળ ૮, ઉત્તર ૧૪૮ યાવત અસંખ્ય પ્રકારની હોય છે. ૨૪ દંડકમાં યથા યોગ્ય જાણવું. શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, વર્ણાદિ ૨૦, સંસ્થાન ૬, સંજ્ઞા ૪, વેશ્યા ૬, દષ્ટિ ૩, જ્ઞાન અજ્ઞાન ૮, યોગ ૩, ઉપયોગ ૨, આ બધા જીવ નિવૃત્તિ ૨૪ દંડકમાં યથાયોગ્ય જાણવું. (૪) કરણ - દ્રવ્યાદિની અપેક્ષાએ કરણના ૫ પ્રકાર છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવકરણ. કરણ–ક્રિયાનો પ્રારંભ. નિવૃત્તિ – નિષ્પત્તિ. શરીર ૫, ઈન્દ્રિય ૫, ભાષા ૪, મન ૪, કષાય ૪, સમુદધાત ૭, સંજ્ઞા ૪, લેગ્યા , દષ્ટિ ૩, વેદ ૩, હિંસા પ(એકેન્દ્રિય વિગેરેની), ૨૫ વણાદિ. આ કરણ કહેવાય છે. આ કરણોમાં પૌગલિક સંયોગની નિયમો અને નિવૃત્તિમાં જીવ સંયોગની નિયમ હોય છે. પુલ સંયોગની ભજના થાય છે. અર્થાત્ કેટલાકમાં હોય છે, કેટલાકમાં હોતી નથી. ચોવીસ દંડકમાં કરણ યથાયોગ્ય કહેવા જોઈએ. જીવ અને કર્મના ભેદ સિવાય નિવૃતિ ૭૪ કહી છે. કરણ ૭૭ કહ્યા છે. (૫) વ્યંતર દેવોના આહાર વિગેરેનું વર્ણન ૧૬મા શતકના દ્વીપ કુમારના સરખુ જાણવુ. || શતક ૧૯/૧૦ સંપૂર્ણ | શતક–૨૦: ઉદ્દેશક–૧-૪ (૧) એકેન્દ્રિયાદિ આહાર કરતી વખતે રસ, સ્પર્શ વિગેરે પ્રતિ સંવેદન કરે છે. પરંતુ એમને એ જ્ઞાન હોતું નથી કે અમે આહાર કરી રહ્યા છીએ કે સારા નરસા રસ વિગેરેનું સેવન કરી રહ્યા છીએ. પંચેન્દ્રિયમાં કેટલાકને આ સંજ્ઞા, પ્રજ્ઞાન, વચન હોય છે અને કેટલાકને હોતું નથી. (૨) જેમની હિંસા કરવામાં આવે છે, એ જીવો મરી જતા હોવા છતાં એ જ્ઞાન હોતું નથી કે અમે મરી જઈએ છીએ. સન્ની પંચેન્દ્રિયમાં કેટલાકને હોય છે અને કેટલાકને હોતું નથી. (૩) ધર્માસ્તિકાયના પર્યાય નામ:- ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ વિરમણ, ક્રોધાદિ વિરમણ વાવત મિથ્યાદર્શન વિરમણ, ઈર્યાસમિતિ આદિ, ગુપ્તિ આદિ, બીજા પણ આ પ્રકારના નામ છે. (૪) અધર્માસ્તિકાયના પર્યાય નામ:- અધર્મ વગેરે ધર્મના પ્રતિપક્ષી. (૫) આકાશાસ્તિકાય પર્યાય નામ – આકાશ, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાયસ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્દ, આધાર, વ્યોમ, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, અગમ, સ્ફટિક (સ્વચ્છ) અનંત. યિ નામ :- જીવ, પ્રાણ, ભૂત, સત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ (રાગયુક્ત), હિંડુક, પુદ્ગલ. માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, શરીરી, નાયક, અંતરાત્મા. (૭) પુદ્ગલાસ્તિકાયના પર્યાય નામઃ પુદ્ગલ, પરમાણુ–પુદ્ગલ, ઢિપ્રદેશી વાવ અનંત પ્રદેશી, ઈત્યાદિ. આ બધા અભિવચન છે. પર્યાય નામ છે. (૮) પાપ, પાપ ત્યાગ, બુદ્ધિ, જ્ઞાન, દષ્ટિ, ઉપયોગ, સંજ્ઞા, શરીર, યોગ વિગેરે. આ બધા આત્માના પરિણમન હોય છે. આત્મા સિવાય બીજે ક્યાંય એમનુ પરિણમન હોતુ નથી. (૯) ઈન્દ્રિય ઉપચય વિગેરે પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy