SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 169 આગમસાર ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો, વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમયે એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં વસુંધરાના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી. (નોધ: વસુંધરા એટલે પૃથ્વી, પરંપરાથી આ વસુંધરાનો અર્થ સોનાના સિક્કા કરવામાં આવે છે. સોનું એ પણ પૃથ્વીકાય જ છે. બીજી રીતે રત્નો કે ધનના ઢગલા પણ અર્થ થઈ શકે. વિચાર કરતાં સુવર્ણની રેતી કે સુવર્ણના રજકણો ના ઢગલા, એ અર્થ વધારે સંગત લાગે છે. હમણાં પણ જેમ પ્રસંગે ઝરી ઉડાડવામાં આવે છે કે આકાશમાં તારાઓ કરવામાં આવે છે, તેવું જ કાંઈક) નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું . ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર ન કર્યો, નગરમાંથી ચાલતાં પોતાના સ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ, ધ્યાનમાં લીન બની ગયા. બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બહુલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચ દિવ્ય વૃષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ :- ગોશાલકે ભગવાનને ત્યાં ન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાં ય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરાવ્યું, પૂર્ણ મુંડીત થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં-શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. અત્યંત આગ્રહ લગની અને તેનો દ્રવ્ય પરિવેશ જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ – એક વખત થોડોક વરસાદ થયા બાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછયું કે હે ભગવન્! આ છોડના આ સાત ફૂલના જીવ મરીને ક્યા જશે? ભગવાને ઉત્તર આપ્યો કે આ છોડની એક ફળીમાં સાત તલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આ ઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ ત્યાં વર્ષા થઈ, માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વીઃ- ભગવાન કૂર્મ ગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયન બાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતાં. એના મસ્તકમાં બહુ જ જૂ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તે તપસ્વી ફરી તેને અનુકંપા ભાવથી મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતુહલ ઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે "તું મુની છો કે મુનીક(ચસકેલ) છો","તમે સાધુ છો કે જૂનું ઘર છો" વારંવાર કહેતાં તે તપસ્વીની શાંતિ ભંગ થઈ. એણે ગોશાલક પર તેજોલેશ્યા ફેકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેશ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જ મારી વેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછયું કે ભગવદ્ આ જૂનું ઘર આપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજોલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે હે ગોશાલક! તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત થયો. વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણાં કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ - થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થ ગ્રામની તરફ વિહાર કર્યો. માર્ગમાં તે તલના છોડનું સ્થાન આવ્યું. ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી. ઉત્તર દેતાં ભગવાને સ્પષ્ટ કર્યું કે હે ગોશાલક! તે મારા કથન પર શ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ નીમાં તે જ સાત ફૂલના જીવ મરીને તલના રૂપમાં ઉત્પન્ન થયા છે. ગોશાલકે ફળી તોડીને તલ ગણીને જોયા. ભગવાનનું કથન સત્ય હતું. ગોશાલક અત્યંત શરમિંદો થયો અને ત્યાંથી ભગવાનને છોડીને ચાલ્યો ગયો. તેજોલબ્ધિ સાધના અને પ્રભાવ :- એણે સર્વપ્રથમ છ મહિનામાં તેજો- લેશ્યાની સાધના કરી. પછી એની પાસે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના છ દિશાચર શ્રમણ આવીને મળી ગયા. જેને કાંઈક પૂર્વનું જ્ઞાન પણ અવશેષ હતું. એમણે પૂર્વોમાંથી અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન વગેરેનું નિર્મુહણ કર્યું, ગોશાલકનું શિષ્યત્વ સ્વીકાર કરી લીધું. હવે ગોશાલક પોતાને ૨૪માં તીર્થકર કહેતો વિચરણ કરવા લાગ્યો. પોતાનો ભક્ત સમુદાય, શ્રમણ સમુદાય વગેરે પણ તેણે વિસ્તૃત કરી લીધો. નિમિત્ત જ્ઞાન વગેરેનું બળ તેની પાસે હતું. એનાથી તે લોકોને પ્રભાવિત કરવા લાગ્યો. કેટલાક પાર્શ્વનાથ ભગવાનના શ્રમણ પણ તેના ચક્કરમાં આવી ગયા અને એને જ ૨૪માં તીર્થકર સમજીને શિષ્યત્વ સ્વીકારવા લાગ્યા.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy