SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ 168 (૪) શક્રેન્દ્ર દેવેન્દ્ર :– પોતાની શક્તિથી કોઈપણ વ્યક્તિના માથાનું છેદન કરી, ચૂર્ણ–ચૂર્ણ કરી કમંડલમાં નાખી દે અને પછી એ જ સમયે ચૂર્ણ જોડી દે. આ બધું એટલી બધી ઝડપ અને ચીવટની સાથે કરી શકે છે કે એ પુરુષને જરાપણ તકલીફ થવા દેતા નથી, દૈવિક શક્તિથી સ્વલ્પ દુ:ખ પણ ઉપર કહેલ કાર્યમાં થતું નથી. (૫) જુંભક દેવ = • આ દેવ ક્રીડામાં અને મૈથુન સેવન પ્રવૃત્તિમાં આસક્ત રહેતા હોય છે. આ તિń લોકના વૈતાઢય પર્વતો પર રહે છે. જેના પર સંતુષ્ટ થઈ જાય તેને ધન માલ વગેરેથી ભરપૂર કરી દે છે અને જેના પર રુષ્ટ થઈ જાય એને કેટલાક પ્રકારની હાનિ પહોંચાડે છે. આ એક પ્રકારના વ્યંતર જાતિના દેવ છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રોમાં અને દેવકુરુ, ઉત્તરકુરુ ક્ષેત્રના કંચન ગિરિ પર્વતો પર ચિત્ર, વિચિત્ર, યમક નામના પર્વતો પર તેઓ રહે છે. તેમની એક પલ્યોપમની ઉંમર સ્થિતિ હોય છે. આ દેવોના મનુષ્ય લોકના આહાર, પાણી, ફલ વગેરે પર અધિકાર હોય છે. એનામાં હાનિ–વૃદ્ધિ કરી શકે છે. એના દસ નામથી જ એના કાર્ય સ્પષ્ટ થાય છે. જેમ કે (૧) અન્નદ્રંભક (૨) પાનદ્રંભક (૩) વસ્ત્રદ્રંભક (૪) લયન (મકાન) ભૂંભક (૫) શયન જુંભક (૬) પુષ્પશૃંભક (૭) ફલજ઼ભક (૮) ફલ પુષ્પદ્રંભક (૯) વિદ્યાજુંભક (૧૦) અવ્યક્ત અથવા અધિપતિશ્રૃંભક સામાન્ય રૂપથી બધા પદાર્થો પર આધિપત્ય રાખવાવાળા અવ્યક્ત શૃંભક હોય છે. ઉદ્દેશક : ૯ (૧)ભાવિતાત્મા અણગાર કર્મ લેશ્યાને અર્થાત્ ભાવલેશ્યાને જાણી શકતા નથી પરંતુ ભાવ લેશ્યાવાળા સશરીરી જીવને જાણે જુએ છે (૨) સૂર્ય, ચંદ્રના વિમાનથી જે પ્રકાશ નિકળે છે, તે રૂપી દ્રવ્ય લેશ્યા કે પુદ્ગલો થી નીકળે છે અર્થાત્ પૃથ્વીકાયિક જીવોના શરીરથી પ્રકાશ નિકળે છે. (૩) નારકી જીવોને અનિષ્ટ અને દુઃખકર પુદ્ગલોનો સંયોગ હોય છે. પરંતુ દેવોને ઈષ્ટ અને સુખકારી પુદ્ગલ સંયોગ હોય છે. (૪) મહર્દિક દેવ હજારો રૂપ બનાવી, એ બધા દ્વારા એકી સાથે ભાષા બોલી શકે છે. તે ભાષા એક જ હોય છે, હજાર હોતી નથી. (૫) સૂર્ય વિમાનના પૃથ્વીકાયિક જીવોને આતાપ નામની પુણ્ય પ્રકૃતિનો ઉદય હોય છે. સૂર્ય જ્યોતિષી દેવોના ઈન્દ્ર પણ છે. આથી સૂર્યને અને સૂર્યના અર્થને શુભ માનેલ છે. (૬) અણગાર સુખ :– એક મહિનો સંયમ પાલન કરનારા અણગાર વ્યંતર દેવોના સુખનું ઉલ્લંઘન કરી જાય છે. આ ક્રમથી બે મહિનાથી બાર મહિના સુધી સમજવું જોઇએ. એક મહીનો ઊ વ્યંતર, બે મહીના ઊ નવનિકાય, ત્રણ મહિના ઊ અસુર– કુમાર, ચાર મહીના ઊ ગ્રહ નક્ષત્ર તારા, પાંચ મહીના ઊ સૂર્ય ચંદ્ર, છ મહીના ઊ પહેલા—બીજા દેવલોક, સાત મહીના ઊ ત્રીજો, ચોથો દેવલોક, આઠ મહીના ઊ પાંચમો છઠો દેવલોક. નવ મહીના ઊ સાતમો, આઠમો. દેવલોક, દસ મહીના ઊ ૯ થી ૧૨ દેવલોક, અગિયાર મહીના ઊ નવ પ્રૈવેયક, બાર મહીના સંયમ પાલન કરનારા અણગાર અણુત્તર વિમાનના દેવોના સુખનું ઉલ્લંઘન કરી શકે છે. આ સંયમમાં ભાવિત આત્માના આત્મિક આનંદનો એક અપેક્ષિત મધ્યમ કક્ષાનો માનદંડ બતાવ્યો છે. કેમ કે કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. ઉદ્દેશક : ૧૦ (૧) કેવલી અને સિદ્ધ ભગવાન જ્ઞાનમાં બધી અપેક્ષાથી સમાન હોય છે. કેવલી બોલે છે અર્થાત્ તે જ્ઞાનનું કથન કરી શકે છે. પરંતુ સિદ્ધભગવાન ઉત્થાન કર્મ બલ વીર્ય વગેરેનો અભાવ હોવાથી વચન પ્રયોગ કરતા નથી. આ પ્રકારે કેવલી ઉઠવું, બેસવું, ચાલવું વગેરે શારીરિક ચેષ્ટાઓ કરી શકે છે. સિદ્ધ ભગવાન શરીરના અભાવથી આ ક્રિયાઓ કરતા નથી. // શતક ૧૪/૧૦ સંપૂર્ણ ॥ શતક–૧૫ ગોશાલક વર્ણન (નોંધ : ગોશાલકનું અધ્યન વાંચવા માટે તપસ્યા, નિવી, આયંબીલ વગેરે જરુરી છે. તેનું એક કારણ એ છે કે ધર્મઅનુરાગી જીવને તીર્થંકર પ્રભુ પ્રત્યે અવિનય કરનાર પર કષાયના ભાવો આવી શકે છે. જો તપ સાથે અધ્યન થઇ રહયું હોય તો શુભ ભાવોની પ્રધાનતા રહે છે, તેમજ તપના કારણે શરીરમાં શકતિની પ્રચુરતા ન હોવાના કારણે ભાવો અને શબ્દોમાં કષાયની ગંભાવના નહીંવત થઇ જાય છે. વ્યાખ્યાતા પણ બહુધા સ્થિવર જ હોય છે. અન્ય કોઇ દેવ દ્વારા અહિત થાય તેના કરતા આત્મા સ્વયં પોતાનું અહિત વધારે કરી શકે છે. સામાયિકમાં પણ અનુભવ અને અભ્યાસ હોવાથી કષાય નિગ્રહ–મંદ રહી શકે છે. ) આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ—નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મંખલિ નામનો મંખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રફલક(ફોટો– તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક'– (ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો. ભગવાન મહાવીર :– એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા–પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલો ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫–૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિના—મહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાય શાળાના એક રૂમમાં કર્યું. ગોશાલક અને ભગવાનનો સંયોગ ઃ– સંયોગવશ મંખલિ પુત્ર ગોશાલક પણ ફરતાં–ફરતાં એ નગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાં ય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતુવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy