SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે અપ્રીતીભાવ થઈ ગયો. સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુ– ગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને । સુખ– પૂર્વક રહેવા લાગ્યા. અભીચિ શ્રમણોપાસક :- સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમ ભક્ત હતા. અનુક્રમથી અભીચિકુમાર પણ વ્રતધારી જીવાજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે મહાન અપ્રીતીભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું. વિરાધક ગતિ :– શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્ય વિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતો, અપ્રીતીરુપ માનસીક આંતરદુઃખ, અભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈને અસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા. વિરાધક કેમ ? :– અંતર મનમાં દુઃખ અને ખટક માત્રથી વિરાધક થયા. પરંતુ હિંસા અનુબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા, કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શુદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે. શિક્ષા :– (૧) રાજા હો અથવા દીક્ષાર્થી હો કેવળ એકપક્ષીય ચિંતનથી નિર્ણય ન લેવો જોઇએ. એના પ્રતિપક્ષી બીજા પાસાનો વિચાર અવશ્ય કરવો જોઇએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઇએ. કારણકે હિત ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને. (૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઇએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. સામેવાળાનું કાંઈપણ નુકસાન નથી થતું એટલા માટે બાહ્ય વ્યવહારમાં સંથારો, ક્ષમાપના અને વ્રત પાલન હોવા છતાં પણ ભાવોની શાંતિ સમાધિ અને પવિત્રતા નિર્મળતા હોવી આરાધના માટેનું પરમ આવશ્યક અંગ સમજવું જોઇએ. જીવનના સંકલ્પિત ભાવોને અંતિમ સમયે પણ યાદ રાખીને કાઢવા અને માનસિક શુદ્ધિ કરવાનું ક્યારે પણ નહીં ભૂલવું જોઇએ અને ઉપેક્ષા પણ કરવી જોઇએ નહીં. કેટલાય સાધુ અથવા શ્રાવક દૈવસિક, પાક્ષિક, સાંવત્સરિક, ક્ષમાપના વ્યવહારથી તો કરી જ લે છે. પરંતુ કેટકેટલા પ્રતિ એમને મનદુઃખ, ખટકો, નિંદા, તિરસ્કારનો ભાવ, મેલીદષ્ટિ, અશુદ્ધવ્યવહાર, એલર્જી, ચિડ વગેરે ભરેલા હોય છે. તે બધી અયોગ્ય અવસ્થાઓ, સ્થિતિઓ એનાથી સાધનાના પ્રાણ નષ્ટ થાય છે. આવી સ્થિતિમાં તપોનિષ્ટ અને ક્રિયાનિષ્ટપણું નિષ્ફળ જાય છે. 165 આગમસાર અભીચિકુમારના આ કથાનકથી સાધકોને સદા પ્રતિસમય ભાવ શુદ્ધિ અને વિચારોની પવિત્રતા માટે જાગૃત રહેવાની કાળજી રાખવી જોઇએ. ત્યારે સાધનાઓનો સાચો જીવંત આનંદ પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્દેશક : ૭ (૧) મન અને ભાષાના પુદ્ગલ ગ્રહણ કરીને એ સમયે છોડી દેવાય છે વધારે સમય એનું આત્માની સાથે અસ્તિત્વ નથી રહેતું. તેથી મન અને ભાષાને આત્માથી ભિન્ન કહેવાયેલ છે. કાયા આત્માની સાથે લાંબો સમય સુધી રહે છે. કાયાનો સ્પર્શ અને છેદનનું જ્ઞાન અને અનુભવ આત્માને હોય છે. પરંતુ એના વિનાશમાં આત્માનો વિનાશ નથી થતો. આ કારણે કાયાને આત્મા અને આત્માથી ભિન્ન બંને મનાય છે. મન અને ભાષા રૂપી છે, અચિત છે. મન અને ભાષાના પ્રયોગના સમયે જ મન અને ભાષા છે. પહેલા અને પછી મન કે ભાષા નથી અને એ જ સમયે એનું ભેદન હોય છે. પહેલા અથવા પછી નહીં. આ બંને જીવોના જ હોય છે. અજીવોના નહીં. કાર્પણ કાયા અતિ સૂક્ષ્મ હોવાથી, કાયા અરૂપી, રૂપી બંને કહેવાય છે. સચેત—અચેત બંને કાયાના પ્રકાર છે. જીવિત અને મૃત શરીરની અપેક્ષાએ જીવોની પણ કાયા છે. અજીવોને પણ પોતાના અસ્તિત્વ અવગાહના રુપ કાયા છે. પહેલાં અને પછી પણ કાયા છે તથા પહેલાં અને પછી પણ એનું ભેદન થાય છે. આ પ્રકારે મન–વચનની અપેક્ષા કાયાનું સ્વરૂપ કંઈક અલગ જ બતાવ્યું છે. મન અને વચનના સત્ય,અસત્ય,મિશ્ર અને વ્યવહાર એમ ચાર, ચાર ભેદ છે અને કાયાના ઔદારિક, ઔદારિક મિશ્ર,વૈક્રિય, વૈક્રિય મિશ્ર,આહારક,આહારકમિશ્ન,અને કાર્પણ કાય યોગ એમ સાત ભેદ છે. (૨) મરણઃ– મરણના પાંચ પ્રકાર કહેવાયા છે. યથા- ૧. આવીચિ મરણ– પ્રતિ સમય જે આયુ કર્મ ક્ષય થઈ રહ્યું હોય છે તેની અપેક્ષાએ આવીચિ મરણ થઈ રહ્યું છે. ૨-૩. અવધિ મરણ અને આત્યંતિક મરણ– જે નરકાયુ વગેરેના પુદ્ગલો અત્યારે ભોગવાઈ રહ્યા છે તે પુનઃ ભવિષ્યમાં ક્યારેય નહી ભોગવાય. અર્થાત્ જીવ મોક્ષમાં ચાલ્યો જાય તો એ આયુષ્ય પુદ્ગલોની અપેક્ષાએ જીવનું આત્યંતિક— મરણ છે. જે આયુષ્ય કર્મના પુદ્ગલ અત્યારે ભોગવી લીધા છે, પછી ક્યારે ય ગ્રહણ કરી, બંધ કે ઉદય થાય તો એની અપેક્ષાએ કાંઈક થોડા સમયને માટે મરણ થયું માની લેવાય. તેથી તેને અવધિ(થોડા કાળને માટે) મરણ કહેવાયું છે. ૪. બાલ મરણ— આ વલય મરણ વગે૨ે ૧૨ પ્રકારના છે. યથા– (૧) વલય મરણ—ગળું દબાવીને કે મરોડીને મરવું. (૨) વશાત મરણ– વિરહવ્યથાથી પીડિત થઈને મરવું(મસ્તક પછાડીને, છાતી ફૂટીને, અંગોપાંગ પર ઈજા પહોંચાડીને મરવું.) (૩) અંતઃશલ્ય મરણ— તીર, ભાલા વગેરે થી વીંધાઈને મરવું. (૪) તદ્ભવ મરણ– ફરીથી વર્તમાન ભવ પ્રાપ્ત કરવા માટે મરવું (કાશી કરવત લેવું વગેરે) (૫) પર્વત આદિથી નીચે પડીને મરવું. (૬) વૃક્ષ આદિથી કુદીને મરવું. (૭) પાણીમાં ડૂબીને મરવું. (૮) અગ્નિમાં બળીને
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy