SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર- ઉતરાર્ધ 164 જેટલા પ્રદેશ સ્કંધ છે. એનાથી બે ગણા થી બે વધારે કરવાથી જઘન્ય સ્પર્શ નીકળે છે. પાંચ ગણાથી બે વધારે કરવાથી ઉત્કૃષ્ટ સ્પર્શ નીકળે છે. આજ નિયમ સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ સુધી સમજવો. આ અસ્તિકાયોના પ્રદેશો પરસ્પર સમજવામાં એ ધ્યાન રાખવું કે– (૧) લોકાંતમાં જઘન્ય સ્પર્શ હશે. વચ્ચમાં ઉત્કૃષ્ટ સ્પર્શ થશે. (૨) અલોકમાં આકાશ માત્ર છે. (૩) કાળ અઢીદ્વીપમાં જ છે. (૪) જીવ પુદ્ગલ અને કાલ જ્યાં છે ત્યાં જઘન્ય પણ અનંત પ્રદેશ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ, પુદ્ગલ, સંપૂર્ણ લોકમાં છે. સંપૂર્ણ ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના અસંખ્ય પ્રદેશ સ્પર્શ કરે છે. બાકી ત્રણના અનંત પ્રદેશ સ્પર્શ કરે છે. સ્વયંનો સ્પર્શ ન કહેવો. આ રીતે અન્ય પાંચના સમજી લેવા. (૬) અસ્તિકાય અવગાઢ – પહેલાં સ્પર્શનું કથન કહ્યું છે. હવે અવગાઢનું વર્ણન કરવામાં આવે છે. (૧) સ્વયંનું સ્વયંમાં અગવાહન ન કહેવું. (૨) ધર્માસ્તિકાય વગેરેમાં એક એક પ્રદેશ અવગાઢ કહેવા. (૩) બાકી ત્રણમાં અનંત અવગાઢ કહેવા. પગલ– જેટલા પ્રદેશી ઢંધ છે, ઉત્કૃષ્ટ એટલા પ્રદેશ અવગાઢ કહેવા અને તેને જઘન્ય એક પ્રદેશ અવગાઢ કહેવા. સંપૂર્ણ ધર્માસ્તિકાયમાં– અધર્માસ્તિકાયના અસંખ્ય, આકાશસ્તિ કાયના અસંખ્ય પ્રદેશ અવગાઢ છે. શેષ ત્રણ અસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ છે. સ્વયંને અવગાઢ ન કહેવા. આ પ્રકારે છયે(સંપૂર્ણ) અસ્તિકાયોનું કથન કરવું. (૭) પાંચ સ્થાવર:- એક આકાશ પ્રદેશ પર અસંખ્ય પૃથ્વીકાય આદિ અવગાઢ છે અને વનસ્પતિકાય અનંત અવગાઢ છે. (૮) ધર્માસ્તિકાય આદિ પર કોઈ જીવ બેસી અથવા સૂઈ નથી શકતો. કેમ કે તે અરુપી છે. એનામાં અનંત જીવ રહેતા હોય છે. પ્રકાશ અંધકાર રૂપી છે. એના પર પણ કોઈ બેસી અથવા સૂઈ નથી શક્તા. બેસવું–સૂવું વગેરે કેવલ સ્થૂલ પુગલ પર થઈ શકે છે (૯) લોકમાં સર્વ જઘન્ય પહોળાઈ તિછલોકમાં ક્ષુલ્લક પ્રતરમાં છે. મધ્યમ્ પહોળાઈ પાંચમાં દેવલોકમાં છે, ઉત્કૃષ્ટ પહોળાઈ સાતમી નરકના આકાશાંતર માં છે. ક્ષેત્રની અપેક્ષા તિર્થાલોક બધાથી અલ્પ છે. ઉર્ધ્વલોક અસંખ્યગુણા છે. એનાથી અધોલોક વિશેષાધિક છે. | ઉદ્દેશક: ૫-૬ (૧) આહારનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર આહાર પદના પહેલા ઉદ્દેશાની સમાન છે. (૨) અરુણોદય સમુદ્રમાં રહેલ ચમચંચા રાજધાનીમાં જવાના માર્ગથી ૬૫૬૩૫૫0000 યોજન દક્ષિણ પશ્ચિમમાં અવગાહન કરવા પર ચમરચંચા નામનો આવાસ છે. ૮૪000 યોજન લાંબો, પહોળો, ગોળ છે. અહીં અસુર– કુમાર દેવ ફરવા આવે છે, બેસે છે અર્થાત્ બગીચાની જેમ એનો ઉપયોગ કરે છે. (૩) ઉદાયન રાજા - સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૬૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેના પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આદિ પત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક હતા. અભીચિકુમાર :- ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો–ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો. ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા. એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન- રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પયૂપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય - ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વિતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યાપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાળીને રાજા અત્યંત હર્ષિત થયા. નિગ્રંથપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યું- હે ભંતે! હું પુત્રને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને પોતાના(અહાસુહ દેવાણુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી. ભાણેજને રાજ્ય - નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોશ વ્યવહાર હોવા છતાં પણ તે કાંઈપણ ન બોલી શક્યા. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએ દીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેલિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુઃખોનો અંત કરી દીધો. અભીચિકુમારનું ચંપામાં જવાનું - અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાં ચિંતન કરતાં રાજ્ય સંબંધી ધટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy