SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 159 આગમસાર jainology 11 (૨) આ સાત વર્ગણારૂપમાં પરિવર્તિત થયેલ લોકના સંપૂર્ણ(બધા) પુગલ એક જીવ દ્વારા એ જ રૂપમાં ગ્રહણ કરાય એમાં જેટલો સમય લાગે તે એનો પુગલ પરાવર્તન કાલ હોય છે. બધાથી નાનો પુગલ પરાવર્તન કાલ "કાર્પણ" નો છે. કેમ કે પ્રત્યેક ભવમાં પ્રતિ સમયમાં કાર્મણના પુદ્ગલ ગ્રહણ કરાય છે. એનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. તેના પગલોનું ગ્રહણ ઓછું થાય છે. એનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તન મોટો હોય છે. કેમ કે બે ગતિમાં ઔદારિક પુદ્ગલ હોતા નથી, દસ-દંડકમાં જ હોય છે. એનાથી શ્વાસોશ્વાસ પુલ પરાવર્તન મોટો હોય છે. કેમ કે અપર્યાપ્ત મરનારા કેટલાય જીવ શ્વાસોશ્વાસ નથી લેતા. અને દેવોમાં બહુ જ અલ્પ(થોડું) શ્વાસોશ્વાસ હોય છે. અતઃ ઔદારિક પુગલ પરાવર્તનથી શ્વાસોશ્વાસ પુગલ પરાવર્તન થવામાં સમય વધારે લાગે છે. આનાથી મન પુગલ પરાવર્તન, વચન પુદ્ગલ પરાવર્તન, વૈક્રિય પુદ્ગલ પરાવર્તન ક્રમશઃ અધિકાધિક સમયમાં નિષ્પન્ન થાય છે. આ પ્રકારે બધાથી નાનું કાર્મણ પુગલ પરાવર્તન છે અને બધાથી મોટું વૈક્રિય પુગલ પરાવર્તન થાય છે. (૩) સંખ્યાની અપેક્ષાએ વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અલ્પ હોય છે અને ક્રમશઃ વચન, મન, શ્વાસોશ્વાસ, ઔદારિક, તેજસ અને કાર્પણ પુગલ પરાવર્તન અનંત ગુણા અધિક છે. (૪) ચૌવીસ દંડકના એક એક જીવે ભૂતકાળમાં સાતેય પુદ્ગલ પરાવર્તન અનંત કર્યા છે. ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કરશે તે ૧-૨-૩ ઉત્કૃષ્ટ અનંત (એગુત્તરિય) કરશે. (૫) ચૌવીસ દંડકના એક એક જીવે પ્રત્યેક દંડકમાં આ સાતે પુદ્ગલ પરાવર્તન અનંત કર્યા છે અને ભવિષ્યમાં કોઈ તો નહી કરે અને કોઈ કરશે તો એગુત્તરિય (૧-૨-૩ના ક્રમથી); વિશેષ એ છે કે નારકી દેવતામાં પ્રત્યેક દંડકના જીવે ઔદારિક પુગલ પરાવર્તન ભૂતકાળમાં પણ કર્યા નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. એ જ રીતે પાંચ સ્થાવરમાં વચન પુદ્ગલ, ૮ દંડક(પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય)માં મન પુદ્ગલ અને ૭ દંડક(ચાર સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિય)માં વૈક્રિય પુલ પરાવર્તન કર્યા નથી, કરશે નહીં. સંત જીવોએ ૨૪ દંડકમાં સાતે ય પદગલ પરાવર્તન અનંત કર્યા છે અને અનંત કરશે. વિશેષ એ છે કે ૧૪ દંડકમાં ઔદારિક, ૫ દંડકમાં વચન, ૭ દંડકમાં વૈક્રિય અને ૮ દંડકમાં મન પુગલ પરાવર્તન જીવોએ કર્યા નથી અને કરશે નહીં. (૮) અસંખ્ય સૂક્ષ્મ સમયની એક આવલિકા થાય છે. યાવત્ ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગની એક શીર્ષ પહેલિકા. એનાથી આગળ પલ્યમાં વાલાગ્ર ભરવાની ઉપમાથી કાલ (કાળ)નું માપ હોય છે. તે છે પલ્યોપમ સાગરોપમ. વિસ્તૃત વર્ણન માટે જુઓ અનુયોગદ્વાર સૂત્ર સારાંશ. - દસ ક્રોડાક્રોડ પલ્યોપમનો એક સાગરોપમ હોય છે. એવા ચાર ક્રોડાક્રોડ સાગરોપમનો અવસર્પિણીનો પહેલો આરો, ત્રણ ક્રોડાકોડ સાગરોપમનો બીજો આરો અને બે ક્રોડાકોડ સાગરોપમનો ત્રીજો આરો હોય છે. ચોથો પાંચમો છઠો આરો મળીને એક ક્રોડાકોડ સાગરના હોય છે. આ પ્રકારે દસ ક્રોડાકોડ સાગરોપમની એક અવસર્પિણી અને દસ ક્રોડાક્રોડ સાગરોપમની એક ઉત્સર્પિણી હોય છે. (૯) જીવોના સંસાર ભ્રમણના કાળ, કાયસ્થિતિ આદિ વૈક્રિય પુદ્ગલ પરાર્વતનની અપેક્ષા સમજવા જોઇએ. અન્ય ૬ પુદ્ગલ પરાવર્તન કેવળ શેય માત્ર હોય છે. ઉદ્દેશક: ૫ રૂપી અરૂપી:(૧) ચીફરસી રૂપી ૧૮ પાપ,૮ કર્મ, કાર્મણ શરીર, મન, વચન યોગ, સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધઊ ૩૦ બોલમાં વર્ણાદિ ૧૬ બોલ હોય છે (૨) અઠફરસી રૂપી – ૬ દ્રવ્યલેશ્યા, ૪ શરીર, કાયયોગ, બાદર સ્કંધ, ધનવાય, તનુવાય, ધનોદધિ ઊ ૧૫ બોલમાં વર્ણાદિ ૨૦ બોલ હોય છે. (૩) અડપી પદાર્થ :- ૧૮ પાપ ત્યાગ, ૧૨ ઉપયોગ, ૬ ભાવલેશ્યા. ૫ દ્રવ્ય. ૪ બદ્ધિ, ૪ અવગ્રહ વગેરે. ૩ દષ્ટિ. ૫ જીવની શક્તિ ઉત્થાનાદિ, ૪ સંજ્ઞા ઊ આ ૧ બોલ અરુપી છે. એનામાં વર્ણાદિ ૨૦માંથી એકપણ નથી હોતા. એમાં અગુરુલધુ આ એક ગુણ હોય છે. (૪) ક્રોધના પર્યાયવાચી દસ શબ્દ - ક્રોધ, કોપ, રોષ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડણ, વિવાદ. (૫) માનના પર્યાયવાચી ૧૨ શબ્દ :- માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ(ઘમંડ), આત્મોત્કર્ષ, પરંપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ. (૬) માયાના પર્યાયવાચી ૧૫ શબ્દ - માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગહન, નૂમ, કલંક, કુરુપ, જિમતાકિલ્વેિષ, આદરણતા, ગૂહનતા, વંચનતા, પ્રતિ-કુંચનતા, સાતિયોગ(સાદિ). (૭) લોભના પર્યાયવાચી ૧૬ શબ્દ - લોભ, ઈચ્છા, મૂચ્છ, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, લજ્જા, બિયા, આશંસના, પ્રાર્થના, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, મંદિરાગ. આ બધા શબ્દો એકાર્થક છે. અપેક્ષાથી એના સ્વતંત્ર અર્થ પણ નીકળે છે. એની જાણકારી માટે વ્યાવર અથવા સૈલાનાથી પ્રકાશિત વિવેચન યુક્ત ભગવતીસૂત્રનું અવલોકન કરવું જોઇએ. (૮) બધા દ્રવ્યોમાં- (૧) કોઈ વર્ણાદિ ૨૦ બોલવાળા છે. (૨) કેટલાક વર્ણાદિ ૧૬ બોલવાળા છે. (૩) કેટલાક વર્ણાદિ ૫ બોલવાળા છે. (૧-૧-૧-૨) (૪) કોઈ વર્ણાદિ રહિત અરૂપી દ્રવ્ય છે. ત્રણે કાળ અરુપી છે. (૯) કર્મોથી જીવ વિભિન્ન રૂપો ધારણ કરે છે અર્થાત્ કર્મોથી જ જીવ જગત વિવિધ રૂપોને પ્રાપ્ત થાય છે; કર્મ વિના આ વિવિધરૂપો. હોતા નથી. ઉદ્દેશક: ૬-૭. રાહુના વિમાન પાંચ રંગના હોય છે– (૧) કાળો- કાજળ સરખો. (૨) નીલો- કાચા તુમ્બા સરખો. (૩) લાલ મજીઠની સમાન. (૪) પીળો-હળદર સમાન. (૫) સફેદ રાખના ઢગલા સમાન.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy