SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 158 વિશેષ:- જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે. ઉદ્દેશક: ૩ નરક પૃથ્વીઓનું વર્ણન જીવાભિગમ સૂત્રની સમાન છે. ઉદ્દેશક: ૪ દ્વિ પ્રદેશના બે વિભાગ હોઈ શકે છે ઊ પરમાણુ + પરમાણુ (૧ + ૧) ઊ ૧ વિકલ્પ. ત્રણ પ્રદેશના બે અને ત્રણ વિભાગ હોઈ શકે છે ઊ પરમાણુ + બે પ્રદેશી (૧ +૨), ત્રણે ય પરમાણુ (૧+ ૧+૧) ભંગ ૨. ચાર પ્રદેશનાં બે, ત્રણ કે ચાર વિભાગ હોઈ શકે છે. ઊ ૧+ ૩, ૨+ ૨, ૧+ ૧+ ૨, ૧+૧+ ૧+ ૧ ઊ ભંગ ૪. પાંચ પ્રદેશના ૨-૩-૪-૫ વિભાગ અને દ ભંગ હોય છે. ઊ ૧+ ૪, ૨+ ૩, ૧+૧+ ૩, ૧+૨+ ૨, ૧+ ૧+ ૧+ ૨, ૧+ ૧+ ૧+ ૧+ ૧ છ પ્રદેશના ૨–૩–૪-૫-૬ વિભાગ અને ૧૦ ભંગ હોય છે.ઊ ૧+ ૫, ૨+ ૪,૩+ ૩, ૧+ ૧+ ૪, ૧+ ૨+ ૩, ૨+ ૨+ ૨, ૧+૧+૧+ ૩, ૧+૧+ ૨+ ૨, ૧+૧+ ૧+૧+ ૨, ૧+ ૧+૧+ ૧+ ૧+ ૧ આ પ્રકારે જેટલા પ્રદેશી હોય છે તેનાથી વિભાગ એક ઓછો સમજવો અને ભંગસંખ્યા પણ ઉપર કહેલ વિધિથી સમજી લેવી. ભંગ સંખ્યા આ પ્રકારે છે. સાત પ્રદેશી ઊ ૧૪ ભંગ. આઠ પ્રદેશી ઊ ૨૧ ભંગ. નવ પ્રદેશી ઊ ૨૮ ભંગ. દસ પ્રદેશી ઊ ૩૯ ભંગ. સંખ્યાત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૧, ત્રણ સંયોગી ૨૧, ચાર સંયોગી ૩૧, પાંચ સંયોગી ૪૧, છ સંયોગી ૫૧, સાત સંયોગી ૧, આઠ સંયોગી ૭૧, નવ સંયોગી ૮૧, દસ સંયોગી ૯૧, સંખ્યાત સંયોગીના એક ભંગ. કુલ ઊ ૪૬૦ ભંગ. અસંખ્યાત પ્રદેશના - દ્વિ સંયોગી ૧૨, ત્રણ સંયોગી ૨૩, ચાર સંયોગી ૩૪, પાંચ સંયોગી ૪૫, છ સંયોગી પs, સાત સંયોગી ૬૭, આઠ સંયોગી ૭૮, નવ સંયોગી ૮૯, દશ સંયોગી ૧૦૦, સંખ્યાત સંયોગી ૧૨, અસંખ્યાત સંયોગીના એક ઊં કુલ ૫૧૭ મંગ. અનંત પ્રદેશના:- દ્વિ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૧૩, ત્રણ સંયોગી ૨૫, ચાર સંયોગી ૩૭, પાંચ સંયોગી ૪૯, છ સંયોગી ૧, સાત સંયોગી ૭૩, આઠ સંયોગી ૮૫, નવ સંયોગી ૯૭, દસ સંયોગી ૧૦૯, સંખ્યાત સંયોગી ૧૩, અસંખ્યાત સંયોગી ૧૩, અનંત સંયોગી ના એક ઊ કુલ ભંગ પ૭૬ ભંગ. જો કે સંખ્યાત પ્રદેશના સંખ્યાતા, અસંખ્યાત પ્રદેશને અસંખ્યાતા અને અનંત પ્રદેશના અનંત ભાગ હોઈ શકે છે. પરંતુ તે કથન પદ્ધતિમાં સંભવ નથી. તેથી આગમમાં એક અપેક્ષિત કથન પદ્ધતિ કાયમ રાખીને ક્રમશઃ ઉક્ત ૪૬૦, ૫૧૭, ૫૭૬ ભંગ જ કહ્યા છે. ગાંગેય અણગારના પ્રશ્નોત્તર રૂપ પ્રવેશનક ભંગમાં પણ આવી જ પદ્ધતિ સ્વીકારી છે. અપેક્ષિત પદ્ધતિથી અહીં આ પ્રકારે ભંગ બને છે. સંખ્યાત પ્રદેશના ભંગની રીત :દ્વિ સંયોગી ૧+ સંખ્યાત, ૨+ સંખ્યાત, ૩+ સં, ૪+ સં, ૫+ સં, ૬+ સં, ૭+ સં. ૮+ સં, ૯+ સં, ૧૦+ સં, સં, + સં, ઊ ૧૧ ભંગ ત્રણ સંયોગી– ૧ + 1 + સં. ૧ + ૨ + સં.૧ + ૩ + સં.૧ +૪+ સં.૧ + ૫ + સં.૧ + $ + સં.૧ + + સં.૧ સ, ૧ + ૯ + સં, ૧ + ૧૦+ , ૧ + સ + સં, ૨ + સં + સં, ૩ + સં + સં,૪+ સ + સં,૫ + સ + સં, ૬ + સં + સં,૭+ + સ, ૮+ + સં, ૯+ સ + સં.૧૦+ સં + સં, સ + સં + સં ઊ ૨૧ ભંગ. આ વિધિથી સંખ્યાત અસંખ્યાત અનંત પ્રદેશ ના દસ સંયોગી સુધીના ભંગ બનાવવા જોઇએ. અસંખ્યાત પ્રદેશમાં સંખ્યાત સંયોગી ૧૨ ભંગ:- સંખ્યાત પરમાણુ + એક અસંખ્ય પ્રદેશ, સંખ્યાતા ઢિપ્રદેશી + એક અસંખ્ય પ્રદેશી, આ પ્રકાર ત્રણ પ્રદેશી આદિ સંખ્યાત ખંડ થશે અને એક અસંખ્ય પ્રદેશી નો. યથા-૪ પ્રદેશી સં. + ૧ અસ., ૫ પ્રદેશી સં. + ૧ અસં, ૬ પ્રદેશી સં. + ૧ અi, ૭ પ્રદેશી સં. + ૧ અસં., ૮ પ્રદેશ સં.+ ૧ અસં., ૯ પ્રદેશી સં. + ૧ અસ., ૧૦ પ્રદેશ સં. + ૧ અસં, સંખ્યાતા પ્રદેશી સંખ્યાત + ૧ અસં, સંખ્યાતા અસંખ્યાત પ્રદેશના ખંડ(સંખ્યાત અસં.) આ ૧૨ ભંગ થયા. અનંત પ્રદેશના ૧૩–૧૩ ભંગઃ- (૧) સંખ્યાતા પરમાણુ + એક અનંત પ્રદેશ યાવત્ (૧૦) સંખ્યાતા દસ પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૧) સંખ્યાતા સંખ્યાત પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૨) સંખ્યાતા અસંખ્યાત પ્રદેશી + એક અનંત પ્રદેશી (૧૩) સંખ્યાતા જ અનંત પ્રદેશી આ પ્રકારે અસંખ્યની સાથે પણ આ જ ૧૩ ભંગ બને છે. એક ભંગ – સંખ્યાત પ્રદેશી અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશના જે અંતિમ એક–એક ભંગ કહ્યા છે, એમાં બધા પરમાણુ થઈ જાય છે અર્થાત્ સંખ્યાત પરમાણુ, અસંખ્યાત પરમાણુ અને અનંત પરમાણુ થાય છે. વિશેષ નોંધ – ૨–૨–૫, ૨–૨–૬, ૧–ર–ર–પ આ ત્રણ ભંગ મૂળ પાઠમાં નથી એનું કારણ કાંઈપણ ત્યાં સ્પષ્ટ નથી કર્યું. વ્યાખ્યામાં પણ કોઈ વિચારણા આપી નથી. પુદ્ગલ પરિવર્તન(પરાવર્તન):(૧) એક ઉત્સર્પિણી એક અવસર્પિણી મળીને એક કાળચક્ર થાય છે. એવા અનંત કાળચક્ર થવાથી એક પુગલ પરાવર્તન કાળ થાય છે. એ અનંત કાળ ચક્રના માપ સાત પ્રકારથી હોય છે. જેના કારણે પુગલ પરાવર્તન પણ સાત પ્રકારના કહેવાયા છે. (૧) ઔદારિક પુગલ(૨) વૈક્રિય(૩) તૈજસ (૪) કાર્મણ (૫) મન (૬) વચન (૭) શ્વાસોશ્વાસ પુદ્ગલ પરાવર્તન.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy