SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 144. આગમચાર– ઉતરાર્ધ છઘસ્થ મનુષ્ય ચર્યા અને શય્યા બન્ને પરીષહ સંકલ્પ વિકલ્પોની અપેક્ષાએ એક સાથે વેદી શકે છે. વીતરાગ આ બન્નેમાંથી એક સાથે એક જ વેદે છે. કેમ કે તેમને સંકલ્પ વિકલ્પ હોતા નથી. સાત કર્મ બંધક અને આઠ કર્મ બંધકને ર૨ પરીષહ હોય છે. પવિધ બંધક, એકવિધ બંધક છઘસ્થને ૧૪ પરીષહ છે. એકવિધ બંધક કેવળીના ૧૧ પરીષહ છે. અબંધકના ૧૪મા ગણસ્થાનમાં પણ ૧૧ પરીષહ ? (૬) લેશ્યા(તેજ)ના પ્રતિઘાત થવાથી સવાર–સાંજ સૂર્ય દૂર હોવા છતાં પણ નજીક દેખાય છે. મધ્યાહ્નમાં નજીક હોવા છતાં પણ અભિતાપના કારણે દૂર દેખાય છે. ઊચાઈની અપેક્ષા તો હંમેશા સમાન જ દૂર હોય છે. જ્યોતિષી સંબંધી વર્ણન જીવાભિગમ સૂત્રના સમાન છે. ઉદ્દેશક: ૯ (૧) વિશ્વસા બંધ - અનાદિ વિશ્રસા બંધ ધર્માસ્તિકાય આદિ છે. સાદિ વિશ્રસા બંધના ત્રણ પ્રકાર પડે છે. (૧) પરમાણુ આદિ પુદ્ગલોનો બંધ "બંધન પ્રત્યયિક"વિશ્રસા બંધ છે. (૨) ગોળ, અનાજ આદિ પદાર્થોનો કોઈ વાસણમાં જે પિંડ હોય છે તે "ભાજન પ્રત્યયિક" બંધ હોય છે. (૩) વાદળોના બંધ "પરિણામ પ્રત્યયિક" વિશ્રસાબંધ છે. સ્થિતિ : –બંધન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. ભાજન પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સંખ્યાતા કાળની હોય છે. પરિણામ પ્રત્યયિકની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ ૬ મહિનાની હોય છે. (૨)પ્રયોગ બંધઃ જીવના આઠ રુચક પ્રદેશોમાં ત્રણ ત્રણનો બંધ અનાદિ અનંત છે.સિદ્ધોનો સાદિ અનંત બંધ બધા આત્મપ્રદેશોનો છે સાદિ સાંત પ્રયોગ બંધના ચાર પ્રકાર છે-(૧) ઘાસ. લાકડી આદિના ભારા બાંધવા અલાવણ બંધ છે. (૨) માટી ચૂના લાખા આદિનું શ્લેષણાબંધ. કોઈ ચીજનો ઢગલો કરવો ઉચ્ચય બંધ. કુવા, વાવડી મકાન આદિ બંધાવવા સમુચ્ચય બંધ. રથ, ઘોડા આદિ બનાવવા દેશ સંહનન બંધ અને દૂધ પાણીનું એક થવું સર્વ સંહનન બંધ એમ ચાર પ્રકારનાં આ બીજા અલિયાવણ પ્રયોગ બંધ છે. (૩) સમુદ્યાતગત બહાર નીકળેલ આત્મ પ્રદેશોના તૈજસ કાર્પણનાં બંધ શરીર બંધ છે. (૪) પાંચ પ્રકારના શરીરના જે બંધ હોય છે. તે શરીર પ્રયોગ બંધ છે. (૩) દેશબંધ સર્વબંધ:- પાંચ શરીરનાં પ્રથમ સમયવર્તી બંધ સર્વબંધ કહેવાય છે. બાકી બધા સમયનો બંધ દેશબંધ કહેવાય છે. વૈક્રિય અથવા આહારક લબ્ધિવાળા જ્યારે શરીર બનાવે છે, ત્યારે પણ પ્રથમ સમયમાં સર્વબંધ હોય છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય છે, ત્યાં પ્રથમ સમય જે આહાર લે છે, તે સર્વબંધ છે. બાકી પૂરા જીવનમાં વૈક્રિય આદિ લબ્ધિપ્રયોગના પ્રથમ સમયને છોડીને દેશબંધ હોય છે. વાટે વહેતા અથવા બે સમયની અણાહારક અવસ્થામાં ત્રણ શરીરની અપેક્ષા દેશબંધ સર્વબંધ બન્ને નથી હોતા. ઔદારિક શરીરના સર્વબંધની સ્થિતિ નિયમથી એક સમયની જ હોય છે. દેશબંધની સ્થિતિ વિવિધ પ્રકારે છે વૈક્રિય શરીરના દેશબંધ સર્વબંધ- સમુચ્ચય જીવ, નરક, દેવ, વાયુ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ ૬ માં હોય છે. સ્થિતિ સર્વબંધને સર્વત્ર એક સમય હોય છે. સમુચ્ચય જીવમાં બે સમય પણ હોય છે. દેશ બંધની સ્થિતિ વિવિઘ પ્રકારે છે. આહારક શરીર દેશબંધ સર્વબંધ:- સ્થિતિ સર્વબંધની એક સમય અને દેશબંધની અંતર્મુહૂર્ત છે. અંતર બન્નેનું જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુગલ પરાવર્તન. તેજસ કાર્પણ શરીર અનાદિથી બધા દંડકમાં છે. સર્વબંધ નથી. કેવલ દેશબંધ હોય છે. આઠ બોલના સંયોગથી શરીર બંધ :- (૧) દ્રવ્ય(પુદ્ગલ) (૨) વીર્ય(ગ્રહણ કરવું) (૩) સંયોગ(મનના પરિણામ) (૪) યોગ(કાયાની પ્રવૃતિ) (૫) કર્મ (શુભાશુભ) (૬) આયુષ્ય(લાંબુ) (૭) ભવ(દારિકનાં, તિર્યંચ મનુષ્યના ઇત્યાદિ) (૮) કાલ–આરાનાં સમય અનુસાર શરીરની અવગાહના. વૈક્રિય અને આહારક શરીરમાં નવમો બોલ લબ્ધિનો છે. ઉદ્દેશક: ૧૦ (૧) જે શ્રુત સમ્પન હોય આચાર સંપન ન હોય તે દેશવિરાધક છે. શ્રુત સંપન્ન ન હોય, આચાર સંપન્ન હોય તે દેશ આરાધક છે. બન્નેથી સંપન્ન તે સર્વ આરાધક છે અને બન્નેથી રહિત તે સર્વ વિરાધક કહેવાય છે. (૨) જ્ઞાન આરાધના જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોય છે. એજ રીતે દર્શન અને ચારિત્ર આરાધના પણ ત્રણ-ત્રણ પ્રકારની છે. આરાધનામાં આરાધના અને ભવ: ભવ અન્ય આરાધના જઘન્ય જ્ઞાનારાધના | ૩/૧૫ ભવ મધ્યમ જ્ઞાનારાધના | ૨/૩ ભવ ઉત્કૃષ્ટ જ્ઞાનારાધના | ૧/૨ ભવ બે-બે (મ+ઉ) જઘન્ય દર્શનારાધના | ૩/૧૫ ભવ મધ્યમ દર્શનારાધના | ૨/૩ ભવ ઉત્કૃષ્ટ દર્શનારાધના | ૧/ર ભવ ત્રણ-ત્રણ જઘન્ય ચારિત્રારાધના ૩/૧૫ ભવ | મધ્યમ ચારિત્રારાધના ૨/૩ ભવ | ઉત્કૃષ્ટ ચારિત્રારાધના ૧/૨ ભવમાં મોક્ષ ત્રણ-ઉ. વિશેષ : આ બધી આરાધનાવાળા મનુષ્ય અને વૈમાનિકદેવના ભવ કરે છે. ઉત્કૃષ્ટ ચારિત્ર આરાધનાવાળા અનુત્તરદેવ અને મનુષ્યના ભવ કરે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy