SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર jainology II _143 ઉદ્દેશક: ૭. (૧) ગૃહસ્થ દ્વારા અપાતી ભિક્ષા પાત્રમાં પડતા પહેલાં પણ સાધુની હોય છે. "આપતા–અપાઈ ગઈ" આ સિદ્ધાંતથી એ સ્પષ્ટ છે. માટે વચ્ચે જ કોઈ લઈ લે તો તે સાધુની જ લીધી ગણાય છે, ગૃહસ્થની નહીં. પૃથ્વી આદિ પર પ્રયોજન હોવાથી જ શ્રમણ યતનાપૂર્વક ચાલે છે જેથી તે વિરાધક હોતા નથી. અયતનાથી અથવા નિપ્રયોજન ચાલનારા વિરાધક અને અસંયત કહેવાય છે. રાજગૃહી તરફ જનારાને પણ રાજગૃહ ગયા કહેવામાં આવે છે. "નથી ગયો" એમ માનવાથી ક્યારે પણ નહીં પહોંચે. પાંચ ગતિ પ્રપાતો આ છે–પ્રયોગગતિ, તતગતિ, બંધન છેદગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ. ગતિ પ્રપાત–પ્રયોગ ગતિ આદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રયોગ પદમાં છે. ઉદ્દેશક: ૮ (૧) પ્રત્યનીક–વિરોધી કેટલાય પ્રકારનાં હોય છે– (૧) આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર આદિની અપેક્ષાએ ગુરુપ્રત્યેનીક હોય છે. (૨) આ લોક પરલોકની અપેક્ષાએ ગતિ પ્રત્યેનીક હોય છે. (૩) કુલ, ગણ, સંઘની અપેક્ષાએ સમૂહ પ્રત્યેનીક હોય છે. (૪) તપસ્વી, ગ્લાન, નવદીક્ષિતની અપેક્ષાએ અનુકંપા પ્રત્યેનીક હોય છે. (૫) સૂત્ર અર્થની અપેક્ષાએ શ્રત–પ્રત્યનીક હોય છે. (૬) જ્ઞાન દર્શન ચારિત્રની અપેક્ષાએ ભાવ પ્રત્યેનીક હોય છે. (૨) આગમ શ્રુત આદિ ૫ પ્રકારના વ્યવહાર યથાક્રમથી રાગદ્વેષ રહિત થઈને કરવામાં આવે છે. ત્યારે આરાધના થાય છે. (૩) ઈર્યાવહિ બંધ:- ગુણસ્થાન ૧૧,૧૨,૧૩માં ઈર્યાવહિ બંધ હોય છે. આ સાદિ સપર્યસિત (બે સમયનું) હોય છે. મનુષ્ય મનુષ્યાણી બાંધે છે, તે પણ અવેદી બાંધે છે, સવેદી નહીં. પૂર્વવેદની અપેક્ષા ત્રણે લિંગવાળા બાંધે છે. ઈર્યાવહિ બંધના પ્રથમ સમયવર્તી અર્થાત્ ૧૧,૧૨મા ગુણસ્થાનવાળા અશાશ્વત છે. ત્રણકાળની અપેક્ષા કરીને ત્રણ સંયોગી બંધીનાં આઠ ભંગ બને છે. જેમાં સાત ભંગ ઈર્યાવહિ બંધમાં ગ્રહણાકર્ષની અપેક્ષાએ એક ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ છઠ્ઠો ભંગ પ્રાપ્ત થતો નથી. ભાવાકર્ષની અપેક્ષાએ આઠેય ભંગ પ્રાપ્ત થઈ શકે છે. તે ભંગ આ પ્રકારે છે. (૧) બાંધ્યો, બાંધે, બાંધશે - તેરમા ગુણસ્થાનના દ્વિચરમ સમય સુધી. (૨) | બાંધ્યો, બાંધે, બાંધશે નહીં તેરમા ગુણસ્થાનના ચરમ સમયમાં. ૩) બાંધ્યો, બાંધેનહીં, બાંધશે અગ્યારમાં ગુણસ્થાનથી પડી ગયેલમાં. ૪) | બાંધ્યો, બાંધેનહીં, બાંધશે નહીં ૧૪માં ગુણસ્થાનમાં. (૫) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે – ૧૧માં ૧૨મા ગુણસ્થાનના પ્રારંભમાં. (૬) બાંધ્યો નહીં, બાંધે, બાંધશે નહીં | – શુન્ય છે. ભવાકર્ષની અપેક્ષા હોય છે. (૭) બાંધ્યો નહીં, બાંધેનહીં, બાંધશે – દસમા ગુણસ્થાનના ચરમ સમયમાં. (૮) બાંધ્યો નહીં, બાંધેનહીં, બાંધશે નહીં –| અભવીમાં. ભાવાકર્ષની અપેક્ષા આ આઠ ભંગ, પર્વભવ. વર્તમાન ભવ અને મોક્ષ અથવા આગામી ભવની અપેક્ષા ઘટિત કરી લેવા. ઈર્યાવહિ બંધ પણ સર્વથી સર્વ બંધ હોય છે. દેશથી નથી હોતા. (૪) સંપરાય બંધ – બધા સાંસારિક જીવો બાંધે છે. પ્રથમ ગુણસ્થાનથી દસમા ગુણસ્થાન સુધી બાંધે છે. આ બંધ ચારે ય ગતિમાં બધા બોલોમાં શાશ્વત છે. ત્રણ વેદોમાં પણ શાશ્વત છે. અવેદીમાં આ બંધ થાય છે. તે અવેદીના બોલ નવમા દસમા ગુણસ્થાનની અપેક્ષાએ અશાશ્વત છે. તે ભંગ ઈર્યાવહિબંધનાં સમાન જ છે. સાંપરાયિક બંધ- (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત અને (૩) સાદિ સાંત હોય છે. સાદિ અનંત હોતા નથી. ત્રણ કાલના ત્રણ સંયોગી ભંગ સંપરાય બંધમાં ચાર હોય છે. તે આ પ્રકારે છે. (૧) બાંધ્યો, બાંધે, બાંધશે | ઊ અભવીની અપેક્ષા. | (૨) બાંધ્યો, બાંધે, બાંધશે નહી | ઊ ભવાની અપેક્ષા. | (૩) બાંધ્યો, બાંધે નહીં, બાંધશે | ઊ ઉપશમ શ્રેણીની અપેક્ષા. | (૪) બાંધ્યો, બાંધે નહી, બાંધશે નહીં ઊ ક્ષપક શ્રેણીની અપેક્ષા. આ બંધ પણ સર્વથી સર્વ હોય છે. દેશ બંધ નથી હોતા. (૫) પરીષહ – પરીષહર છે. તેનો વિસ્તાર આગમસાર–પુર્વાર્ધ માં જુઓ. પાના નં ૮૨.(ઉતરાધ્યન-અધ્યયન બીજુ) આ પરીષહ ચાર કર્મના ઉદયથી થાય છે. તે આ પ્રકારે છે. જ્ઞાનાવરણીય કર્મથી પ્રજ્ઞા પરીષહ(મતિ–શ્રુતના આવરણ કર્મની અપેક્ષા) અજ્ઞાન પરીષહ. (બાકી ત્રણના આવરણકર્મની અપેક્ષા) વેદનીય કર્મથી (૧) ભૂખ, (૨) તરસ, (૩) ગરમી, (૪) ટાઢ, (૫) ડાંસ–મચ્છર, (૬) ચર્યા, (૭) શય્યા, (૮) વધ, (૯) રોગ, (૧૦) તૃણ સ્પર્શ, (૧૧) જલ્લ–મેલ, આ બધા પરીષહો અશાતાવેદનીયની અપેક્ષાએ છે. મોહનીય કર્મથી (૧) અચલ, (૨) અરતિ, (૩) સ્ત્રી, (૪) નિષદ્યા, (૫) આક્રોશ, (૬) યાચના, (૭) સત્કાર, પુરસ્કાર (૮) દર્શન પરિષદ(આ દર્શન મોહનીયથી). પ્રથમના સાત પરીષહ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ છે. અચેલ–જુગુપ્સા મોહનીયથી, અરતિ–અરતિમોહથી, સ્ત્રી–વેદમોહથી, નિષદ્યા–ભય મોહથી, આક્રોશ-માન અથવા શોકથી, યાચના અને સત્કાર પુરસ્કાર–માનમોહના ઉદયથી અથવા ક્ષયોપશમથી, અંતરાય કર્મથી અલાભ પરીષહ. પહેલાથી સાતમા ગુણસ્થાન સુધી રર પરીષહ, આઠમામાં ૨૧, નવમામાં ૧૮, દસમાથી બારમા સુધી ૧૪, તેરમા ચૌદમામાં ૧૧ પરીષહ છે. આમાંથી છઘસ્થોને શીત–ઉષ્ણ પરીષહ એક સાથે થતા નથી અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી. જેથી એક સાથે બે-બે પરીષહ ઓછા થાય છે. વીતરાગ ગુણસ્થાનોમાં શીત–ઉષ્ણ અને ચર્યા–શય્યા પરીષહ એક સાથે થતા નથી.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy