SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ - 120. આગમસાર- ઉતરાર્ધ તે જ ચરમ શરીરી થાય છે. એક જ ભવમાં જીવ બહુ મોહ– વાળો હોવા છતાં પછી મોહ મુક્ત, સંવર યુક્ત બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (૪) એક જીવ એક સમયમાં એક જ આયુષ્ય કર્મનો ઉપભોગ કરે છે. અર્થાત્ વર્તમાન ભવનું આયુષ્ય ભોગવે છે, ભૂત અથવા ભવિષ્ય ભવનું આયુષ્ય નથી ભોગવતો. જો કોઈ સિદ્ધાંતવાળા બે આયુષ્ય એક સાથે ભોગવવાનું કહે તો તેનું તે કથન મિથ્યા સમજવું જોઇએ. ધા કાળની અપેક્ષાએ આગળના ભવને આયુષ્ય વ્યતીત થાય છે. પરંતુ તે અબાધા ૩૫ હોવાથી ઉદયમાં ગણવામાં આવતું નથી. અર્થાત્ તે સમય વિપાકોદય અથવા પ્રદેશોદય બન્ને પ્રકારના ઉદયનો અભાવ હોય છે. તેથી અબાધાકાલ રૂપ સમયના પસાર થવાને ઉદય કહી શકાતો નથી. (૫) અણગાર અને સ્થવિર સંવાદ – એકવાર ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથના પરંપરાના શિષ્ય કાલાસ્યવેષિપુત્ર નામના અણગારે ભગવાન મહાવીર સ્વામીનાં સ્થવિર ભગવંતોની પાસે જઈ આક્ષેપાત્મક પ્રશ્ન કર્યા. ત્યારે સ્થવિરોએ યોગ્ય ઉત્તર આપ્યા તે સંવાદ આ પ્રમાણે છેપ્રશ્ન: હે સ્થવિરો! તમે સામાયિક, સામાયિકનો અર્થ જાણતા નથી, એ જ રીતે પચ્ચકખાણ, સંયમ, સંવર, વિવેક, વ્યત્સર્ગ અને તેના અર્થ–પરમાર્થ પણ જાણતા નથી? ઉત્તર: અમે સામાયિક આદિને તથા તેના પરમાર્થને જાણીએ છીએ. પ્રશ્ન: જો જાણો છો તો કહો સામાયિક આદિ શું છે અને તેનો પરમાર્થ શું છે? ઉત્તર પ્રશ્ન કર્તાની મુંઝવણ નિશ્ચય નયની અપેક્ષાથી છે, એવું જાણીને વિરોએ ઉત્તર આપ્યો કે આત્મા જ સામાયિક આદિ છે અને આત્મા જ એનો અર્થ પરમાર્થ છે. ગુણ ગુણીમાં રહે છે. આ બધા ગુણ અને તેનો પરમાર્થ આત્માને જ મળનાર છે. તેથી ગુણ ગુણીના અભેદરૂપ નિશ્ચય નયથી આત્માને જ સામાયિક કહેવામાં આવેલ છે. પ્રશ્નઃ જ્યારે આ બધા આત્મા છે તો ક્રોધ માન આદિ પણ આત્મા જ છે. તેની ગર્તા(નિંદા) કેમ કરો છો? શા માટે કરો છો? ઉત્તર: સંયમના માટે, સંયમ વૃદ્ધિના માટે, આત્મગુણના વિકાસ માટે અને અવગુણ સમાપ્તિ માટે તેની ગહ(નિંદા) કરીએ છીએ. પ્રશ્નઃ તો શું ગહ સંયમ છે કે અગહ સંયમ છે? ઉત્તરઃ પાપ કૃત્યોની નિંદા-ગહ કરવી સંયમ છે. ગહ બધા દોષોનો નાશ કરે છે. તેમાં બાલ ભાવને જાણીને, સમજીને તેનો ત્યાગ થાય છે અને સંયમની પુષ્ટિ થાય છે; આત્મા અધિકાધિક સંયમ ભાવોમાં સ્થિર થાય છે, સ્થાપિત થાય છે. ત્યાર પછી કાલાસ્યવેષિપુત્ર અણગારની મુંઝવણોનું સમાધાન થઈ જતાં અને શ્રદ્ધા સ્થિર થઈ જતાં તેમણે વંદન કરીને સ્થવિર ભગવંતોની સામે કૃતજ્ઞતા પ્રગટ કરી છે. એટલું જ નહિ પરંતુ પોતાનો મત જે ચાર મહાવ્રતવાળો હતો. તેને બદલે પાંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કર્યો. અર્થાત્ ભગવાન મહાવીરના શાસનમાં શિષ્યત્વ સ્વીકારી લીધું. તે પછી તેમણે અનેક વર્ષો સુધી સંયમ પાલન કરી અને આરાધના કરીને સંપૂર્ણ કર્મ ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. નિષ્કર્ષ - ભગવાન પાર્શ્વનાથના શિષ્યો ભગવાન મહાવીરના શાસનમાં સંપૂર્ણ રીતે જલ્દી પ્રવેશતા ન હતા. પરન્તુ આ પ્રકારે સમય સમય પર ચર્ચા વાર્તા કરીને કેટલાક શ્રમણો મહાવીરના શાસનમાં પ્રવેશતા હતા(ભળતા હતા). આનું મુખ્ય એક કારણ એ બન્યું હતું કે ગૌશાલક મંખલીપુત્ર પણ ભગવાન મહાવીરના સમકાલમાં જ ધર્મ પ્રણેતા બન્યો હતો અને પોતાને ચોવીસમા તીર્થકર તરીકે જાહેર કરતો હતો. દેવની મદદથી અને નિમિત્તજ્ઞાન ચમત્કાર પ્રયોગથી અધિકાંશ પ્રજાને પોતાનાં ચક્કરમાં ફસાવતો હતો. આ કારણે દ્વિધામાં પડેલા ભગવાન પાર્શ્વનાથના કેટલાક શ્રમણ મહાવીરના શાસનમાં ભળતા ન હતા અને કેટલાક હિંમત કરી પ્રશ્નો દ્વારા ચકાસણી કરતા હતા. તે પહેલાં તેઓ વંદન પણ કરતા ન હતા. તેઓ ચોક્કસ ચકાસણી પછી જ વીરના શાસનમાં ભળતા. તેમ છતાં સેંકડો સાધુઓ તો ગૌશાલકનાં ચક્કરમાં આવી ગયા હતા અને તેનું શિષ્યત્વ પણ સ્વીકારી લીધું હતું. ચોથા આરા અને સતયુગના સમયમાં પણ આવી ન બનવા જેવી ઘટનાઓ બની જતી. (૬) અવ્રતની ક્રિયા અર્થાત્ અપ્રત્યાખ્યાન-પ્રત્યયા ક્રિયા બધાં અવિરત જીવોને સમાન જ લાગે છે. પછી ભલેને વર્તમાનમાં કોઈ શેઠ હોય, અથવા રાજા, ભિખારી, નાના-મોટા કોઈ પણ કેમ ન હોય. જેવું પણ છે તે વર્તમાનમાં છે. તેનું વર્તમાન પ્રવૃત્તિઓથી બંધ તદનુસાર હોઈ શકે છે. પરંતુ પરોક્ષથી સંબંધિત અવ્રત ક્રિયાના આગમનમાં વર્તમાન અવસ્થાનો પ્રભાવ પડતો નથી. જો તે કોઈ પણ જીવ વતી બની જાય, દેશવિરતિ અથવા સર્વ વિરતિ સ્વીકાર કરે તો તેની અવ્રતની ક્રિયા પર પ્રભાવ પડે છે. અર્થાત્ તેનું અસ્તિત્વ અવરોધાઈ જાય છે. પરંતુ વર્તમાને જે અવ્રતી જીવ છે તે ભલે હાથી હોય અથવા કીડી તેમને તો અવ્રત ક્રિયા સમાન જ હોય છે. (૭) જે સાધુ ઇરાદાપૂર્વક જાણી જોઈને આધાકર્મી(પોતાના નિમિત્તે બનેલા) આહારાદિનું સેવન કરે છે તે કર્મોની(પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બધી અપેક્ષાથી) અભિવૃદ્ધિ કરે છે. તે કર્મોને મજબૂત કરે છે; આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય છે; તેમાં ઘટ–વધ કાંઈ ન થાય; તેથી ઉપર કહેલ વૃદ્ધિ સાત કર્મોની અપેક્ષાએ જાણવી. તેમાં પણ અશાતાવેદનીયનો વિશેષ વિશેષતર બંધ થાય છે. આ પ્રકારે આધાકર્મી આહારનું સેવન કરીને શાતા ઇચ્છનારને પણ આશાતા યોગ્ય કર્મોનો જ અધિકાધિક સંગ્રહ વધી જાય છે. કોઈ સૂત્રમાં આધાકર્મી આહારાદિ સેવનથી કર્મ બંધ થવાના વિકલ્પ પણ બતાવ્યા છે. તે અનાભોગ અથવા સપરિસ્થિતિક(અપવાદ કારણે) આદિની અપેક્ષાએ છે અને સાધુ માટે એકાંત ભાષા પ્રયોગના નિષેધ માટે છે. કેમ કે કોઈપણ જીવ કોઈ પ્રવૃત્તિ કરતાં કેવા કર્મ બંધ કરે એ તેના વ્યક્તિગત પરિણામો પર નિર્ભર છે, જેને છઘસ્થ માનવ જાણી શકતો નથી, સમજી શકતો નથી, તેથી "તે જીવે કર્મબંધ કર્યો અથવા કર્મોનો બંધ નથી કર્યો" આવો નિર્ણય(ચાય) દેવાનો અધિકાર વ્યક્તિગત કોઈ
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy