SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 119 આગમસાર આ રસ હરણીથી પ્રાપ્ત થયેલ આહાર ઓજાહાર રૂપ છે. એનું સંપૂર્ણ પરિણમન થાય છે. મળ આદિ બનતા નથી. એટલા માટે ગર્ભગત જીવને મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, વમન, પિત્ત આદિ વિકાર થતા નથી. પરંતુ વધેલ પુદ્ગલ પણ હાડકા, મજ્જા, રોમ, કેશ, નખ આદિ શરીર અવયવ રૂપે પરિણત થઈ જાય છે. શરીરમાં માંસ, લોહી અને મસ્તક માતાના અંગ ગણાયા છે અને હાડકાં, મજ્જા અને દાઢી-મૂછ પિતાના અંગ માનવામાં આવ્યા છે પિતાથી તૈયાર થયેલ આ શરીર અવયવ જિંદગીભર રહે છે. સમયે સમયે ક્ષીણ થતાં હોવા છતાં પણ અંત સુધી રહે છે. ગર્ભગત કોઈ જીવને વિશેષ જ્ઞાનનાં નિમિત્તથી યુદ્ધનાં પરિણામો થઈ જાય છે. તે પરિણામોમાં આયુષ્ય પૂર્ણ થઈ જતાં કાળ કરીને તે જીવ પ્રથમ નરકમાં જઈ શકે છે. કોઈક ગર્ભસ્થ જીવ શુભ અધ્યવસાયો અને ધર્મ ભાવનાથી ઓતપ્રોત થઈને મૃત્યુ થતાં બીજા દેવલોક સુધી જઈ શકે છે. માતા દ્વારા ધર્મ શ્રવણ કરી શ્રદ્ધા આચરણ કરવાથી આ ગર્ભગત જીવ પણ તે ભાવનાથી ભાવિત થાય છે. તેને પણ ધર્મોપદેશ સાંભળવો, શ્રદ્ધા કરવી, તેમ ગણવામાં આવે છે. વ્રત પરિણામ પણ તેના માનવામાં આવ્યા છે. ગર્ભગત જીવ પગ આગળ કરીને અથવા મસ્તકને આગળ કરીને સીધો ગર્ભથી બહાર આવે છે ત્યારે સુખપૂર્વક આવે છે. પરન્ત તિરછો(ત્રાંસો) આવવાથી તે મરી જાય અથવા કષ્ટપૂર્વક જન્મે છે. તે જીવ શુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ શુભ પ્રાપ્ત કરે છે અને અશુભ નામ કર્મ લાવ્યો હોય તો વર્ણાદિ અને સ્વર આદિ અશુભ અમનોજ્ઞ પ્રાપ્ત કરે છે. ઉદ્દેશક: ૮ (૧) એકાંત બાલ(ચાર ગુણસ્થાનવાળા) મનુષ્ય ચારે ગતિના આયુષ્યનો બંધ કરે છે. જે ગતિના આયુષ્યને એકવાર બાંધે છે પછી જ ત્યાં જાય છે. આયુષ્ય બાંધ્યા વિના જીવ કોઈ ગતિમાં જતો નથી અને આયુષ્ય બાંધ્યા બાદ અન્ય કોઈ ગતિમાં જતો નથી. સાતમા આદિ ગુણસ્થાનવાળા સાધ) જે આયષ્ય બાંધતા નથી તે મોક્ષગતિમાં જાય છે અને જે આયુષ્ય બાંધે છે તે કેવલ (વમાનિક) દેવ ગતિનું જ આયુષ્ય બાંધે છે. બાલ પંડિત મનુષ્ય ( પાંચમાં ગુણ સ્થાનવાળા શ્રાવક) દેવ આયુષ્યનો બંધ કરે છે અર્થાત્ કેવલ વૈમાનિકના ૧૨ દેવલોકનો આયુબંધ કરે છે. (૨)પાંચ ક્રિયા : ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાદોષિકી ૪. પરિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી. હરણને ફસાવવા જાળ બિછાવનારને ત્રણ ક્રિયા લાગે છે. મૃગ ફસાઈ જવાથી પરિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે અને હરણ મરી જવાથી અથવા મારી નાંખવાથી પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. સજીવ ઘાસને બાળવા માટે એકત્ર કરવાથી ત્રણ ક્રિયા,તેમાં ચિનગારી ચાંપવાથી ચાર ક્રિયા અને ઘાસ બાળવાથી પાંચ ક્રિયા લાગે છે કોઈ જીવને મારવા માટે બાણ છોડે તો ત્રણ ક્રિયા, બાણ તેને લાગી જાય તો ચાર ક્રિયા અને તે જીવ મરી જાય તો પાંચ ક્રિયા લાગે છે . કોઈ જીવને મારવાના સંકલ્પથી ધનુષની પણછ(કોરી) ખેંચી કોઈ વ્યક્તિ ઉભો હોય તે સમયે કોઈ બીજી વ્યક્તિ આવી તલવારનો. ઘા કરી તેને મારી નાંખે, જેનાથી ખેચેલું બાણ નિશાન પર લાગી જાય અને તે જીવ પણ મરી જાય, ત્યારે તલવારથી મનુષ્યને મારનારને પણ તેની પાંચ ક્રિયા લાગે છે અને બાણથી મરનાર જીવના નિમિત્તથી ધનુષવાળા મનુષ્યને પણ પાંચ ક્રિયા લાગે છે. કોઈ પણ પ્રકારના નિમિત્તથી કોઈ જીવ થોડા સમય બાદ મરે છે. અર્થાત્ છ મહિનાની અંદર મરે તો પાંચ ક્રિયા લાગે છે.” મહિના પછી મરવાથી પાંચમી પ્રાણાતિપાતની ક્રિયા લાગતી નથી... તેનું મરવું પ્રહાર નિમિત્તક ગણવામાં નથી આવતું. આ વ્યવહાર નય અપેક્ષાથી કહેવાયેલ છે. તલવાર બરછી આદિથી હાથોહાથ મારનાર વ્યક્તિ તીવ્ર વૈરથી સ્પષ્ટ થાય છે અને તે કાર્યનું ફળ તેને શીધ્ર નજીકના ભવિષ્યમાં મળે છે. (૩) શારીરિક અનેક યોગ્યતાઓથી અને સાધનોથી સમાન બે પુરુષોમાં યુદ્ધ થવાથી એક વ્યક્તિ જીતી જાય છે, એક પરાજિત થાય છે. આમાં વિર્યાન્તરાય કર્મના ઉદય અનુદયનું મુખ્ય કારણ હોય છે. વીર્યવાન વિશેષ પરાક્રમી વ્યક્તિ જીતી જાય છે. ઓછા પરાક્રમવાળા હારી જાય છે. (૪) વીર્ય બે પ્રકારના છે– ૧. લબ્ધિ વીર્ય ૨. કરણ વિર્ય. આત્માને શરીર વીર્યની ઉપલબ્ધિ થવી લબ્ધિ વીર્ય છે. તે વીર્યને ઉપયોગમાં લેવું પ્રવૃત્ત થવું, એ કરણ વીર્ય છે. ચોવીસ દંડકના જીવ લબ્ધિ વીર્યથી સવાર્ય હોય છે અને કરણ વીર્યથી સવિર્ય, અવીર્ય બને હોય છે. મનુષ્ય શૈલેશી અવસ્થામાં લબ્ધિ વીર્યથી સવીર્ય અને કરણ વીર્યથી અવીર્ય હોય છે. સિદ્ધ બને અપેક્ષાથી અવીર્ય હોય છે. કેમ કે તેમને શરીર જ નથી અને બંને વિર્ય શરીર સાપેક્ષ છે. આત્મ સામર્થ્યથી તે સંપન્ન હોય છે. ઉદ્દેશક: ૯ (૧) અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવનકથી) હળવો થાય છે અને સેવન કરવાથી ભારે થાય છે. પાપનો ત્યાગ કરવાથી જીવ સંસારને પરિત કરે છે, ઘટાડે છે અને સંસારને પાર કરી મોક્ષમાં ચાલ્યા જાય છે. તેનાથી વિપરીત પાપના સેવન કરનારા જીવ સંસાર વધારે છે અને સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે. (૨)અગુરુ લઘુ દ્રવ્ય – આકાશ, આકાશાંતર, કાર્મણ શરીર, કર્મ, ધર્માસ્તિકાય, જીવ, ભાવ લેશ્યા, દષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન, સંજ્ઞા, મનોયોગ, વચન યોગ, બન્ને ઉપયોગ, ત્રણેકાળ, સર્વદ્ધા કાલ. ગુરુ લઘુ દ્રવ્ય - તનુવાત, ધનવાત, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર, ઔદારિક આદિ ચાર શરીર, દ્રવ્ય લેશ્યા, કાય યોગ. ઉભય દ્રવ્ય - કેટલાક પુદ્ગલ દ્રવ્ય અગુરુ લઘુ હોય છે અને કેટલાક ગુરુ લઘુ હોય છે. એટલા માટે પુદ્ગલાસ્તિકાય ઉભય સ્વરૂપ છે. ૨૪ દંડકના જીવ પણ કાર્મણ શરીર અને આત્માની અપેક્ષાએ અગુરુ લઘુ છે અને ચાર શરીરોની અપેક્ષાએ ગુરુ લઘુ છે. તેથી તે પણ ઉભય સ્વરૂપ છે. સર્વ દ્રવ્ય, સર્વ પ્રદેશ, સર્વ પર્યાય આદિ આ સમુચ્ચય બોલ હોવાથી ઉભય સ્વરૂપ છે. પા, અલ્પેચ્છા. અમચ્છ ભાવ, અપ્રતિબદ્ધતા આદિ ગણોને વધારવા જોઇએ અને ક્રોઘાદિથી રહિત થવા યત્ન કરવો જોઈએ. રાગ દ્વેષથી મુક્ત જીવ જ કાંક્ષા પ્રદોષ(અન્ય મતનો આગ્રહ અને આસક્તિ)નો નાશ થવાથી મુક્ત થઈ શકે છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy