SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તાત્ર, અનાવવામાં, એ આઠ કા'માં પડિત પુરૂષો ધનનેા વ્યય ગમે તેટલા થાય તેને ગણકારતા નથી. ૩૮૭ કણ શ્રેષ્ઠિએ મિત્રતાના સબંધના લીધે મહેભ્ય શ્રેષ્ઠિ પાસે કન્યાની માગણી કરી. कुलं च शीलं च सनाथता च विद्या च वित्तं च वपुर्वयश्च । एतानि सप्त प्रविलोक्य देयात् ततः परं भाग्यवशा हि कन्या ॥१॥ અર્થાત્–કુલ, શીળ, સનાથતા, વિદ્યા, ધન, શરીર અને વય, આ સાત વસ્તુ બરાબર તપાસી કન્યા આપવી જોઇએ. પછી તે કન્યાના ભાગ્ય પર આધાર છે. આ પ્રમાણેના વિચાર કરી મહેભ્ય શ્રેષ્ઠિએ કણની સાથે પેાતાની કન્યા દત્રતાને પરણાવી પરણીને કર્મણ પેાતાની નવવધૂ સાથે પેાતાના ગામ દશપુર આવ્યેા. દૃઢવ્રતા પેાતાના સાસરે આવી અને પતિભક્તિની સાથે સ્વધ ને વળગી રહી, ઉપવાસ, સામાયિક, વ્રત, નિયમ, જૈનશાસ્ત્રનું વાંચન, મનન, દેવદર્શન વગેરે ધામિક ક્રિયાઓ કરવા લાગી. તેણી પરમ શ્રાવિકા હોવાથી રાત્રિભેાજન કરતી નહિ, બીજા દેવાને વંદન-નમસ્કાર કરતી નહિ, અભક્ષ તથા અનંતકાચનું ભક્ષણ કરતી નહિ. આવી રીતે કણના કુટુંબીઓ દૃઢવ્રતાને પેાતાના કુલાચાર તથા ધર્મથી વિરૂદ્ધ ક્રિયાએ કરતી જોઈ તેના પર દ્વેષ કરવા લાગ્યાં, તથા તેના વાતવાતમાં તિરસ્કાર-અપમાન વગેરે કરવા લાગ્યાં, તેમ જ તેણીની સન્મુખ જૈનધમની હાંસી–નિંદા કરી જેમ બને તેમ તેણી ને કષ્ટ આપવા લાગ્યાં. આ બધું જાણીને કર્માંણે એક વખતે દૃઢવ્રતાને કહ્યું કે-“પ્રિયે ! આપણા કુલને ઉચિત ધર્માંનું આચારણુ કર, કારણકે પતિ જે પ્રમાણે ધમ પાળતા હાય તે પ્રમાણે પતિવ્રતા પત્નિએ પણ પતિના માર્ગને અનુસરવું જોઇએ.” આ પ્રમાણે કહેવા છતાં પણ તેણીએ પેાતાના ધર્મ ન ત્યજ્યું. દેઢવ્રતાનાં શ્વસુરપક્ષવાળાઓએ કર્મણનાં બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યાં, તે નવી સ્ત્રી ક્રર્માણનાં ધર્મની જ હતી, અને વળી કાંઇક વધારે ચાલાક હાવાથી તેનાપર કર્મણની વધારે પ્રીતિ થઇ. દૃઢવ્રતાએ એક વખત પેાતાના પતિ કર્મણને કહ્યું કેઃસ્વામિનાથ ! રાત્રિભોજનમાં મહાન દોષ સમાએલા છે કહ્યું છે કેઃ—— તુટુામાનાં-નૃધરાવા:/ अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ १ ॥"
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy