SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ! મહાપ્રાભાવિક તવસ્મરણુ. અર્થાત્:—રાત્રિભાજન કરવાથી ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, શીયાળ, ભુંડ, સર્પ, વીંછી અને ઘેામાં ઉત્પન્ન થવું પડે છે. આ પ્રમાણે કહેવા છતાં પણ દુ:ખે નિવારણ કરી શકાય તેવા દર્શનરાગને લીધે તેનું વચન કર્માંણે માન્યું નહિ. એક દિવસે નવી સ્રીએ કર્મણને કહ્યું કેઃ-સ્વામિન્ ! દૃઢવ્રતા પાપિણી અને અભિમાની છે. જુએ તે ખરા, તે આપણા દેવગુરૂની બહુ જ નિંદા કરે છે, અને કોઈ પણ રીતે પેાતાના દેવગુરૂને વંદન-નમન કરવા જાય છે, આવી સ્ત્રી આપણા કુલમાં કલ’રૂપ છે. આપ એને કાંઇ કહેતા નથી તેથી તે વધારે અભિમાની થતી જાય છે. હું તે આવી વર્તણુક એક ઘડી પણ સહન ન કરી શકું પણ શું કરું? તમારે લીધે પૂજ્ય ગુરૂદેવ વગેરેની નિંદા સહન કરવી પડે છે.” આવી રીતની અનેક પ્રકારની યુક્તિવાલી વાતા કરી કર્માણને દઢત્રતા પરને સ્નેહ તદ્ન ઉતારી નાંખ્યા, એટલું જ નહિ પણ દ્વેષની વૃદ્ધિ કરી, તેથી કણ કેાઈ પણ ઉપાયથી દૃઢત્રતાનેા નારાકરવાના વિચાર કરી તેના ઉપાયા શેાધવા લાગ્યા. છેવટે એક દિવસે એક ગારૂડીને એકલાવી તેને કેટલુંક ધન આપી. કર્મણે કહ્યું કે-“ઘણાજ ઝેરી સર્પ લાવી મને આપી જજે, મને તેની બહુ જ જરૂર છે.” ગાડીએ કર્મણના કહ્યા પ્રમાણે એક ભયંકર ઝેરી સર્પ લઇ આવી તેને સેપ્યા. કર્મણે તે સર્પને લઇ એક ઘડામાં પૂરી પેાતાના શયનગૃહમાં મૂલ્યે. રાત્રિના સમયે કર્મણે મને સ્ત્રીઓ સાથે [નવી સાથે શુદ્ધ વિચારથી અને દૃઢત્રતાની સાથે કપટથી] આનંદ વિનાદ કરીને જ્યારે સૂઈ રહેવાના વખત થયે। ત્યારે દૃઢવ્રતાને કહ્યું કે:-“હે પ્રિયા ! હું એક વાત તે। તદ્દન ભૂલી ગયા. તે એ કે આજ હું તારા માટે એક ઘણીજ સુન્દર ફૂલની માળા લાવ્યેા છું.” દૃઢવ્રતા પેાતાની શાક્યની ઇર્ષા અને સર્પ મગાવી ઘડામાં પૂર્યાં હતા તે દરેક હકીકત જાણતી હતી, છતાં તે સભાવને દખાવી ઘણા જ ઉમંગથી કર્મણ પ્રત્યે એલી કે: “પ્રાણનાથ ! માળા કયાં રાખી છે ? હું હમણાં જ તેને લાવી પહેરૂં મારા જેવી હતભાગિનીના ઉપર આજ આપની કૃપા થઇ છે તેથી મને બહુ જ સતેાષ અને આનંદ થયેા છે.” કણે હાથની નિશાની કરી જે ઘડામાં સર્પ પૂર્વી હતા તે મતાન્યેા અને તેમાં ફૂલની માળા છે એમ કહ્યું, દૃઢત્રતા સેક્ષળ સમર્ોવિજ’ એ શ્લોકનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરતી જલદીથી જે ઘડામાં સર્પ પૂર્યો હતેા તે ઘડા નજીક જઇ, ઘડાને ખુલ્લા કરી તેમાંથી માળા કાઢી અને ઘણા જ આનંદથી હસતી હસતી
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy