SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મહામાભાવિક નવસ્મરણ. સમોકી જે રક્ત નેત્ર પીક-કંઠ સમાન કાળે, ઊંચી ફણે સરપ સન્મુખ આવનારે. તેને નીશંક જન તે ઉલંથી ચાલે, નામ નાગદમની દીલ જેહ ધારે-૪૧ કાર્ય–જે પુરુષના હૃદયમાં તમારા નામરૂપી નાગદમની (ઔષધિ) રહેલી હોય, તે પુરૂષ શકા રહિત થઈને, લાલ નેત્રવાળા, મદોન્મત્ત કેયલના કંઠ જેવા શ્યામ વર્ણવાળા, ક્રોધથી ઉદ્ધત થએલા, ઊંચી ફણાવાળા અને સન્મુખ આવતા એવા સર્પને પણ પોતાના ચરણ યુગલે કરીને ઉલ્લંઘે છે. – ૪૧ વાર્તા ૨૪ મી ક્લોક ૪૨ મે, નર્મદા નદીના કાંઠા પર આવેલા “નર્મદપુર નામના નગરમાં “મહેભ્ય* નામને એક શેઠ રહેતો હતો, તે ઘણો ધનવાન તથા ગુણવાન હતો. તેને એક કલા અને ગુણે કરીને સંપૂર્ણ દઢતા નામની એક સુંદર પુત્રી હતી, જે હમેશાં એકાગ્રચિત્તે ભક્તામર સ્તોત્રનું શુદ્ધ ઉચ્ચાર પૂર્વક સ્મરણ કરતી હતી. એક વખતે દશપુર નામના શહેરનો કણ નામનો એક શાહુકાર વ્યાપાર માટે ત્યાં આવ્યો હતો જે મેશરી હતી. કર્મણ અને મહેભ્ય શ્રેષ્ટિ વચ્ચે વ્યાપારના સંબંધને લીધે ગાઢ મિત્રી બંધાઈ. એક સમયે કર્મણને મહેભ્ય શ્રેષ્ટિએ પોતાના ઘેર જમવાનું આમંત્રણ કર્યું, જમતાં જમતાં શ્રેષિની પુત્રી કર્મણના જોવામાં આવી અને જોતાંની સાથે જ તેણીના ઉપર તેને અનુરાગ ઉત્પન્ન થયે. તેણીના પ્રત્યે બહુ જ અનુરાગ હોવાને લીધે કર્મણે કપટથી શ્રાવકની ક્રિયાઓ કરવા માંડી અને તેણીને પરણવા માટે પિતાની લક્ષ્મીના બળથી ઘણા શ્રાવકને પિતાના મિત્રો બનાવ્યા. કહ્યું છે કે – "ऋतौ विवाहे व्यसने रिपुक्षये प्रियासु नारीष्वधनेषु बन्धुषु । यशस्करे कर्मणि मित्रसंग्रहे धनव्ययोऽष्टासु न गण्यते बुधैः ॥१॥" અર્થાત્ –પૂજામાં, વિવાહમાં, વ્યસન-કણમાં, શત્રુને નાશ કરવામાં, પ્રિય સ્ત્રીના વિષયમાં, ધન રહિત કુટુંબમાં, યશ વિસ્તારે તેવા કાર્યમાં અને મિત્રે - ૧ માં શેઠનું નામ “સીરચંદ છે જ્યારે જમાં શેઠનું નામ “મહેન્દ્ર છે. ૨ માં પુત્રીનું નામ “સુત્રતા” છે. ૩. માં શેઠનું નામ “વિદ્યાચંદ્ર' છે, જ્યારે જમાં કર્મચંદ્ર' નામ છે.
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy