SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર, એક વખતે તે બળદ, ઊંટ, ખચ્ચર, ગધેડાં, પાડા તથા અનેક ગાડાઓમાં માલ ભરી સાથે લઈને પરદેશમાં વ્યાપારાર્થે પૂર્વ દિશા તરફ નીકળ્યો હતો, તે વખતે મોટી કલિકાળ જેવી ગ્રીષ્મ ઋતુ પ્રવર્તતી હતી, તે ઋતુમાં નિરંતર જંગલની વનસ્પતિઓ પણ સુકાઈ ગએલી હોય છે અને બધી વસ્તુઓ અછતને લીધે મોંઘા ભાવે વેચાઈ જાય છે, સાર્થવાહ ચાલતાં ચાલતાં જંગલની મધ્યમાં આવ્યો અને એકાએક પ્રચંડ પવન વાવા લાગ્યો અને તે પવન એટલે સુધી વધી ગયો કે ત્યાં કઈ જગ્યાએ અને કેવી રીતે રહેવું તે માટે વિચાર થઈ પડ્યો. વનમાં રહેલાં વૃક્ષો અને વાંસના ઝુંડે પરસ્પર અથડાવાથી તેના ઘર્ષણમાંથી અગ્નિ ઉત્પન્ન થયા અને દરેક દિશાએ પ્રચંડ જવાળાઓ નીકળવા લાગી. સાથેના સર્વ માણસોએ એકત્ર મળી પોતાના રક્ષણ માટે અનેક પ્રયત્ન કર્યો, પરંતુ એક પણ ઉપાય ફળીભૂત થશે નહિ અને સર્વેએ જીવવાની આશા છોડી દીધી. આ વખતે આકરિમક રીતે લક્ષ્મીધરને ભક્તામર ૪૦ શ્લેક અને તેના યાદ આવ્યા અને તેથી તેના હૃદયમાં આશાને અકુર જન્મ્યો, જરા પણ વિલંબ ર્યા વિના તે ૪૦ માં શ્લેકનું ચિંતવન કરવા લાગ્યો અને તેના એકાગ્ર મરણથી ચકેશ્વરી દેવીએ પોતાના એક સેવક દેવને દાવાનલની શાંતિ કરવા મોકલ્યો; તેણે આવીને દાવાનલને શાંત કર્યો. બધા લોકો દાવાનલની શાંતિ થએલી જોઈને વિસ્મચે પામ્યા, અને એક બીજાને કુશલતાના સવાલો પૂછવા લાગ્યા. આ પ્રમાણે શ્રી યુગાદિદેવસ્તવનો તથા જૈનધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને બધા સાથવાળાઓએ જનધર્મને સ્વીકાર કર્યો. અનુક્રમે તેઓ ઈચ્છિત સ્થાને પહોંચ્યા અને ત્યાંથી ઘણું સુવર્ણ ઉપાર્જન કરી લક્ષ્મીધર શેઠ પિતાના મૂળ વતનમાં પાછા આવ્યા. એક વખતે પ્રતિષ્ઠાનપુરમાં ભયંકર અગ્નિ ઉત્પન્ન થયે, તે વખતે પણ શેઠે ચાલીશમા લકથી પાણી મંતરીને છાંટીને અગ્નિને શાંત કરી દીધે, આ વાત સાંભળીને તે નગરને રાજા ઘણો જ આનંદિત થયો અને તેણે લક્ષ્મીધર શેઠનું બહુમાન કરીને પોતે પણ જનધર્મને સ્વીકાર કર્યો. આ પ્રમાણે જિનશાસનની પ્રભાવના કરી, લક્ષ્મીધર શેઠ સર્વસુખ તથા કીર્તિનો ભોક્તા થયા. મન્ચાસ્નાય—૩ૐ હ્રીં હૈ ત્રિપુરસુરિ જ્ઞાતવેર મનિવાર શો નમઃ | આ મન્ત્ર ભણવાથી અગ્નિને ભય દૂર થાય છે. रक्तक्षणं समदकोकिलकण्ठनीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशङ्क स्त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥४१॥
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy