SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ નથી, કારણ કે ઉપરાત ‘શાંતિપર્વ’માં અથવા તેા ‘શાંતિવિધાન'માં પાછળની ગાથાઓના ઉલ્લેખ સુદ્ધાં પણ નથી અને તેથી ‘નૃત્યંતિ નિત્યં’૦ થી શરૂ થતી પાછળની પાંચ ગાથા પાછળથી પ્રક્ષિપ્ત કરેલી છે એવું સાબિત થાય છે, એટલે શ્રીહકીતિસૂરિના નિર્ણય પાયા વગરની ઇમારત જેવા મને તેા લાગે છે, શ્વેતામ્બર મૂર્તિ પૂજકોમાં શ્રીખરતરગચ્છને માનવાવાળાએ આ નવસ્મરણા પૈકી શ્રીઅજિત શાંતિ સ્તવન શ્રીન'દિષકૃત, શ્રીમાનતુ ંગસૂરિષ્કૃત નમિશ્રણ સ્તેાત્ર તથા શ્રીભદ્રબાહુસ્વામીકૃત શ્રીઉવસગ્ગહર સ્તેાત્ર એ ત્રણ, તથા શ્રીજિનવલ્લભસૂરિષ્કૃત લઘુઅજિતશાંતિસ્તાત્ર અને શ્રીજિનદત્તસૂરિ વિરચિત ગુરૂપારતંત્ર્ય સ્તોત્ર ગાથા ૨૧, સર્વાધિષ્ઠાયિકસ્મરણુ સ્તોત્ર ગાથા, ર૬; તથા વિઘ્નવિનાશિસ્તોત્ર ગાથા. ૧૪ એ ચાર, કુલમલી ‘સપ્તસ્મરણ’ ની માન્યતા ધરાવે છે. મન્ત્ર— મન્ત્ર એટલે અમુક પ્રકારના અક્ષરાની સંકલના. જેમ આકર્ષણુશાલ વિદ્યુતના સમાગમથી તણખા ઉત્પન્ન થાય છે, તેમ જુદા જુદા સ્વભાવવાળા અક્ષરાની યથાયેાગ્ય રીતે સકલના-ગૂંથણી કરવાથી કોઇ અપૂર્વ શકિતના પ્રાદુર્ભાવ થાય છે. એતા જાણીતી વાત છે કે મહાપુરૂષાએ ઉચ્ચારેલા સામાન્ય શબ્દોમાં પણ અદ્ભુત સામર્થ્ય રહેલું છે; તેા પછી ઉદ્દેશપૂર્વક વિશિષ્ટ વર્ણોની સંકલનાથી ચેાજેલા પદાના સામર્થ્યની તે। વાત જ શી? આવા પદોના–મન્ત્રપદાના રચિયતા અેટલે અંશે સંયમ અને સત્યતાના પાલક હોય તેટલે અશે તેમાં વિશિષ્ટતા સભવે છે; તેથી જ મત્રની ભાષામાં પરિવર્તન કરવામાં આવે તે તે મંત્રની ગરજ સારી શકે નહિ. મન્ત્ર ધણા જ પ્રકારના હોય છે; કેટલાક યોગ સાધનાને માટે અને કેટલાક રોગોની શાંતિ માટે ઉપયોગી હેાય છે; કેટલાક લક્ષ્મીની પ્રાપ્તિ માટે હાય છે અને કેટલાક દુશ્મનોના નાશ કરવા માટે હોય છે. કેટલાાનું એવું માનવું છે કે પ્રાચીન સમયમાં જે મત્રો હતા તેના નાશ થઇ ગએલા છે અને જો તેમ ન માનવામાં આવે તે આજકાલ તે મત્રોના અધિષ્ઠાયક દેવા તેમના આરાધકોને પ્રત્યક્ષ કેમ નથી થતા ? કારણ કે આ પુણ્યભૂમિ ભારતમાં હજારા હિ પણ લાખા મનુષ્યા વિદ્યમાન છે કે જે વધારે નહિ તે એકમાળા તો નમસ્કાર મહામત્રની તથા ખીજા જનમત્રોની ગણે છે જ. આ માળા ગણનારાઓ મેટા ભાગે એ પ્રકારના હોય છે–એક તા ધનવાન અને બીજા નિન—એમાં ધનવાન પાસે દ્રાદિ સાધન હોવા છતાં પણ આધિ અને વ્યાધિથી રહિત તેઓ હાતા નથી, એટલે કે મહાપ્રભાવશાળી એવા મંત્રની માળા ગણવા છતાં પણ તેને આધિ અને વ્યાધિ સતાવી રહેલી હેાય છે; બીજી શ્રેણીના માણસા પૈકીના હુજારા પુરુષો એવા પણ જણાઈ આવે છે કે જેઓને શરીર ઢાંકવા વસ્ત્ર પણ પૂરેપૂરાં હોતાં નથી તથા પેટના ખાડા પૂરવા માટે પૂરૂં અન્ન પણ મળતું નથી. આ પ્રમાણે દેખીને એકલું આશ્ચર્ય નહિ પણ માટી અજાયબી ઉત્પન્ન થાય છે કે કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા સર્વ અભીષ્ટ તથા યાવત મેાક્ષ સુખને પણ આપનાર મહાપ્રાભાવિક મન્ત્રોના આરાધકોની આવી શાચનીય દશા કેમ ? શું શાસ્ત્રોમાં જે પ્રમાણે વર્ણન કરેલું છે તે પ્રમાણે તે મત્રોને મહિમા નથી ? શું પૂર્વાચાર્યોએ તેના કલ્પવૃક્ષથી પશુ અધિક મહિમા ગાયા છે તે ખાટા જ ગાયા છે ? કે મંત્રોનું આરાધન કરવાવાળા વિશુદ્ધ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy