SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ “બ્રહશાંતિ સ્તોત્ર આ તેત્રમાં મુખ્યત્વે કરીને શાંતિનાથ ભગવાનની સ્તુતિ હોવાથી અને તેનો ઉપયોગ ખાસ કરીને પાક્ષિક, ચૌમાસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણના અંતભાગમાં તથા સ્નાત્ર પ્રતિષ્ઠાદિક મહોત્સવના માંગલિક મહોત્સવની શાંતિ અર્થે થતો હોવાથી તેનું નામ “શાંતિ સ્તંત્ર વાસ્તવિક જ છે, અને શ્રીમાનદેવસૂરિ કૃત બીજું શાંતિ સ્તોત્ર વિદ્યમાન હોવાથી અને તેનું નામ “લઘુશાંતિ સ્તોત્ર હોવાથી જ આ સ્તોત્રનું નામ “બહત શાંતિ સ્તોત્ર' રાખવામાં આવ્યું છે. આ બૃહત શાંતિ સ્તોત્રના રચના કરનાર મહાપુરૂષના સંબંધમાં પણ મતભેદ છે. ૧–બરું fuથયરમાયા એ ગાથાની ટીકા લખતાં ટીકાકાર શ્રીહર્ષકીર્તિસૂરિ લખે છે કે–શ્રીનેમિનાથ ભગવાનની માતા શિવાદેવી કહે છે કે-હું તીર્થકરની માતા શિવાદેવી નામની તમારા નગરને વિષે રહું છું. તે ઉપરથી શિવાદેવી માતાએ દેવીપણાની અવસ્થામાં આ શાંતિ રચી છે, એમ નિર્ણય થાય છે. –શ્રીજૈન શ્રેયસ્કર મંડળ, હેસાણાના પંચપ્રતિક્રમણની ચોથી આવૃત્તિ પાનું ૪૩૫ ર–વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ વિરચિત “અહંદભિષેક વિધિ’ નામના ગ્રન્થના “શાંતિપર્વ નામના સાતમા પર્વરૂપે આ બૃહત્ક્રાંતિ મલી આવે છે. તેની હસ્તલિખિત પ્રતિ પંડિત સુખલાલજી દ્વારા સંપાદિત અને આત્માનંદ જન પુસ્તપ્રચારક મંડલ, આગ્રા દ્વારા પ્રકાશિત હિંદી પંચપ્રતિક્રમણની પ્રથમ આવૃત્તિના પાના ૨૮૭ માં જણાવ્યા પ્રમાણે પાટણના એક ભંડારમાં છે, જેના ઉપર સંવત ૧૩૫૮ માં ઉપકેશગીય પં૦ મહીચન્દ્ર લખ્યાને ઉલ્લેખ છે. ઉપરોક્ત પુસ્તકમાં પંડિતજીએ તે હસ્તલિખિત પ્રતિમાં અને પ્રચલિત બહશાંતિમાં જે જે પાઠ ફેર છે તે પણ જણાવ્યા છે. - વાદિવેતાલ શાંતિસૂરિની વિદ્યમાનતા વિક્રમની અગિયારમી સદીમાં હતી, તેથી આ બહ૨છાંતિ ને રચનાકાળ પણ અગિયારમી સદીમાં કહી શકાય. ૩–ઉપરોક્ત બને ઉલ્લેખો સિવાય એક ત્રીજો ઉલ્લેખ મન્સવાદી શ્રીમ@િષેણસૂરિએ રચેલા ‘વિદ્યાનુશાસન” નામના મંત્રશાસ્ત્રના ગ્રન્થના ૨૪ અધિકારો પૈકીના વીશમાં “શાંતિવિધાન” નામના અધિકારમાં પણ ૬૧થી ૯ ક સુધીના “શાંત્યષ્ટક નામના સ્તોત્ર પછી “૩% પુગ્યારું પુષ્કા' થી શરૂ થતો પાઠ છે, તે પાઠનો અહીં સમગ્ર ઉલ્લેખ નહિ કરતાં ઉપરોક્ત પાટણવાળી વાદિવેતાલ શાંતિસૂરિ વિરચિત “અર્ધજન્માભિષેક વિધિ” ની હસ્તપ્રત સાથે આ “શાંતિવિધાનને પાઠ મેળવીને તે સંબંધી એક વિસ્તૃત લેખ તૈયાર કરીને જૈન સત્યપ્રકાશ' માસિક દ્વારા પ્રકાશિત કરવાનો વિચાર રાખું છું, અને તેથી જ અહીંયા માત્ર ઉલેખ જ કરવાનું મેં ઉચિત ધાયું છે. - શ્રીમલિષેણસૂરિનો સમય પણ વિક્રમની અગિયારમી સદીને જ છે તેથી હાલમાં તે એટલું નિશ્ચિત થાય છે કે આ બહછાંતિ સ્તોત્ર” અગિયારમી સદી પછીનું તે નથી જ. મારી માન્યતા પ્રમાણે શ્રીહકીર્તિસૂરિએ જે ગાથાનો આધાર રાખીને આ કૃતિ નેમિનાથ ભગવાનની માતા શિવાદેવીએ દેવીપણાની અવસ્થામાં રચાને જે નિર્ણય કર્યો છે, તે વાસ્તવિક
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy