SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ભાવથી તેનું આરાધન નથી કરતા? અથવા આરાધકોની શ્રદ્ધામાં ખામી છે? ના, ના, આ તે કેવલ કલ્પના માત્ર છે, કારણ કે પહેલાનાં જ્ઞાની પુરુષે એવા ન હતા કે જેઓ મંત્રના નામે દુનિયાને છેતરે. અને પૂર્વાચાર્યોએ કલ્પવૃક્ષથી અધિક મહિમા જે મંત્રોનો ગાય છે તે પણ વાસ્તવિક છે, તેમાં જરા માત્ર સંદેહને સ્થાન નથી; કારણ કે પરોપકાર પરાયણ, ત્રિકાલદર્શી, મહાનભાવ પૂર્વાચાર્યોના વિશુદ્ધ ભાવથી નીકળેલા હૃદયંગમ શબ્દ સર્વથા ભ્રમવગરના, પ્રમાણભૂત અને પૂર્વાપર વિરોધ વગરના હોવાથી અત્યંત માનનીય છે. આરાધન કરવાવાળાઓમાંથી કઈક વિરલ જ એવા હશે કે જેઓ શ્રદ્ધા વગર અથવા તે દુનિયાને દેખાડવા માટે જ એનું આરાધન કરતા હશે, બાકી મોટા ભાગને માટે તો છાતી ઠોકીને એમ કહી શકાય કે તેઓ પૂર્ણ ભક્તિ, અવિકલ પ્રેમ, દઢશ્રદ્ધા અને પૂર્ણ ઉત્સાહ સાથે તેનું ગુણન, મનન અને ધ્યાન કરે છે. અહીંયાં કરી પણ એને એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે આ મંત્રો અતિશય પ્રભાવશાલી અને પૂર્વીપર વિરોધ વગરના છે અને તેના મહિમા સંબંધી મહાનુભાવ પૂર્વાચાર્યોના વાક્યમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી તથા તેનું આરાધન કરવાવાળાઓ પણ વિશુદ્ધભાવ અને દૃશ્રદ્ધાથી એકાગ્રચિત્ત તેનું ધ્યાન ધરે છે તે પછી એવું તે શું કારણ છે કે તે મહાપ્રભાવશાલી મંત્રો લૌકિક સુખ અગર તે સંબંધી ઇચ્છિત પદાર્થો પણ મેળવી આપતા નથી તો સિદ્ધિ સુખ તો ક્યાંથી જ મેળવી આપે? પાઠક ગણુ! આ પ્રશ્નોના ઉત્તરમાં કેવલ એ જ ઉત્તર છે કે, ઉક્ત મહામંત્રોનાં જે ગુણન અને ધ્યાન કરવામાં આવે છે તે તે વિષયના જોઈતા જ્ઞાનનો અભાવ હોવાથી યથાર્થ વિધિપૂર્વક કરવામાં નથી આવતાં, અને તેથી જ કાંઈ પણ ફલ પ્રાપ્ત થતું દેખાતું નથી. મંત્રની આરાધનાના સંબંધમાં ખાસ કરીને ધ્યાનમાં એ રાખવાની જરૂરીઆત છે કે મંત્રોની આરાધના બહુ જ શક્તિપૂર્વક કરવી જોઈએ. અક્ષર વગેરેના ઉચ્ચારમાં હસ્ય, દીર્ધ વગેરેને પૂર્ણ વિચાર કરવો જોઈએ. કારણ કે શ્રીમાન સમંતભદ્રે કહ્યું છે કે 'न हि मन्त्रोऽक्षरन्यूनो निहन्ति विषवेदनाम् ।' અર્થાત-અક્ષરથી ચૂત મંત્ર વિષની પીડાનો નાશ કરી શકતા નથી. અહીંયા આચાર્યને કહેવાનો આશય એ છે કે અશુદ્ધ મંત્રથી કોઈપણ જાતનું કાર્ય સિદ્ધ થતું નથી. શુદ્ધિ ઉપરાંત સાધનાને લગતી કેટલીક બાબતે ખાસ વિચારણીય છે, જે નીચે મુજબ છે. પાત્રતા - સાધકમાં માનસિક અને શારીરિક બળની પૂર્ણતા હોવી જોઈએ. મનમાં ખરાબ વિકાર, અશુદ્ધ ભાવના અને અપવિત્રતા હોવી જોઇએ નહીં. કુંભક, રેચક અને પૂરક યોગને અભ્યાસ કરી મનને એક જ સ્થળે રોકી રાખતાં શીખવું જોઈએ અને શરીર પણ અત્યંત સહનશીલ બનાવવાની આવશ્યકતા છે. કારણ કે મંત્રાદિ સિદ્ધ કરનારાઓ ઉપર પ્રતિસમય અનેક ઉપદ્રવ અનેક કષ્ટ અને અનેક આપદાઓ ઝઝુમ્યા કરે છે. એ સર્વ ઉપર વિજય પ્રાપ્ત ન કરી શકે તો સાધકના હાલ બૂરા થાય છે. ધોબીન કુતરે નહી ઘરનો કે નહી ઘાટનો” એવી દશા પ્રાપ્ત કરે છે. મંત્રની સાધના કરતાં અમુક માણસ ગાંડો થઈ ગયો, અમુક માણસ મૃત્યુ પામ્ય વગેરે અનેક દૃષ્ટાંતે સાંભળવામાં આવે છે. તે સર્વનું મુખ્ય કારણ સાધકમાં શારીરિક અને માનસિક
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy