SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ મહામાભાવિક અવસ્મરણ. પાસદત્ત શેઠે ધનવાન એવા પિતાનાં બધાં સગાં સંબંધીઓને અપૂર્વ વચ્ચે આપ્યાં. પ્રિયશ્રીએ પોતાની બહેનોને રેશમી વસ્ત્રો આપ્યાં. ત્યારપછી પ્રિયંકર પુત્રને મોટા ઉત્રાવપૂર્વક, નિશાળે પંડિતની પાસે ભણવાને મૂક્યો. બહેને પિતાની બહેનોને કેટલાક દિવસ આગ્રહ કરીને સન્માન અને નેહપૂર્વક રાખી; પરંતુ તે બધી પોતાની મેળે લજજા પામતી પરસ્પર કહેવા લાગી કે-ઉત્તમ અને મધ્યમમાં મોટું અંતર જાણવું. [ કારણકે ] આ પણ સ્ત્રી છે. પરંતુ એનામાં ગંભીરતા તથા ચતુરાઈ અને સગાંઓ પ્રત્યે કે સ્નેહ છે. કેમકે - "वाजियारणलोहानां, काष्ठपाषणवाससाम् । नारीपुरुषतोयानां, अन्तरं महदन्तरम् ॥१६॥ ઘોડા ઘોડામાં, હાથી હાથીમાં, લાઢા લોઢામાં, લાકડા લાકડામાં, પત્થર પત્થરમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરુષ પુરુષમાં મેટું અંતર રહેલું છે. અર્થાત્ બધા સરખા હોતાં નથી.” આપણે પણ તે દિવસે તેણીની જે મશ્કરી કરી હતી, તે ખરેખર આપણે અગ્ય જ કર્યું છે, કેમકે - હાંસીથી મોટા માણસો પણ લઘુતા પામે છે. જુઓ ! સહજ હાંસીથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી. હાંસીથી ક્ષુલ્લવર સાધુનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાંસીથી મિત્રો પણ દુશ્મન થઈ જાય છે.”—૯૭ પછી તેણીની બહેનોએ ક્ષમા માંગી. તે બોલી કે –“તમારો કાંઈપણ દેષ નથી, મારાં પૂર્વના કરેલાં અશુભ કર્મોનો દેષ છે.” તેઓ બોલી કે –“અમે તે વખતે ધનના અભિમાનની મૂર્ખતાને લીધે નિરર્થક તારું અપમાન કર્યું હતું. બીજા કોઈએ પણ ધન, સ્વજનને મેળાપ, ભગ, પુત્ર વગેરેને અહંકાર ન કરો.” કહ્યું છે કે હે મૂઢ પ્રાણી !] હું ધનવાન છું એ ગર્વ ન કર ! (તેમજ) હું ધન વગરનો છું એમ સમજીને દુઃખી ન થઈશ! (કારણકે) ભરેલાં ને ખાલી કરતાં અને ખાલીને ભરેલે કરતાં વિધાતાને વાર લાગતી નથી-૯૮ લક્ષમી પાણીના તરંગની જેમ ચપળ છે, સંગમ-મેળાપ સ્વમ સમાન છે; અને યૌવનાવસ્થા પવનથી ઉડેલ કપાસ–રૂ સમાન છે.”-૯૯ પછી શેઠે બધાં સગાં સંબંધીઓને સન્માનપૂર્વક વિસર્જન કરવાથી પિતપિતાના સ્થાનકે ગયાં. પ્રિયંકર સતત ઉદ્યમ અને વિનયપૂર્વક પંડિતની પાસે
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy