SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ મહામાભાવિક નવસ્મરણ. અને ધરે વગેરે લૌકિક મંગલ છે, તે મંગલ અનેકાંતિક તથા અનાત્યંતિક જાણવું એટલે સર્વથા તથા સર્વદા મંગલરૂપ નહી રહેવાવાળુ જાણવું અને તે પણ નામ મંગલ, સ્થાપના મંગલ અને દ્રવ્ય મંગલરૂપ છે અને એ ત્રણ મંગલથી વાંછિતાથેની સિદ્ધિ થતી નથી, પરંતુ તેનાથી વિપરીત એકાંત મંગલ તથા આત્યંતિક મંગલ એટલે સર્વથા અને સર્વદા મંગલરૂપ રહેવાવાળુ તે ભાવમંગલ જાણવું; એ મંગલ વિશેષ કરીને ઇચ્છિતાર્થ સિદ્ધિને આપનાર છે, તેથી દ્રવ્યમંગલની અપેક્ષાએ ભાવમંગલ પૂજનીય તથા ઉત્તમ છે, તે ભાવમંગલ જપ, તપ તથા નિયમ વગેરે ભેદથી અનેક પ્રકારનું છે; તેમાં પણ આ પંચ પરમેષ્ઠી નમસ્કારરૂપ મંગલ સર્વથી ઉત્તમ છે. તેથી એ વિશેષે કરીને ગ્રહણ કરવું, એનાથી મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે, કારણ કે જે પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે તેઓ લેકમાં ઉત્તમ તથા શરણાગત વત્સલ છે, કહ્યું પણ છે કે –“રિતા મંઠુિં, લા તું, સાદું મરું, વેસ્ટ guળો ધમ્મ મેરું'. અર્થાત્ અરિહંત મંગલરૂપ છે, સિદ્ધ મંગલરૂપ છે, સાધુ મંગલરૂપ છે તથા કેવળી ભગવંતે પ્રરૂપેલે ધર્મ મંગલરૂપ છે. પ્રશ્ન-પરમેષ્ઠી નમસ્કાર મહાતેત્રના કર્તા શ્રી જિનકીર્તિસૂરિએ સ્વપજ્ઞવૃત્તિના પ્રારંભમાં આ મહામંત્રને અડસઠ અક્ષરવાળે કહે છે, તે એના અડસઠ અક્ષર કેવી રીતે જાણવા જોઈએ તથા આ મહામન્ત્ર અડસઠ અક્ષરોવાળે હેવાનું શું કારણ છે ? ઉત્તર-આ નવકાર મન્ત્રમાં નવ પદ છે, તેમાંથી શરૂઆતના પાંચ પદ કે જેનું વિસ્તૃત વર્ણન આપણે કરી ગયા છીએ તે જ મૂલમત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત હસ્વ અને દીર્ઘ વર્ણોની ગણતરી કરવાથી પાંત્રીસ અક્ષરે થાય છે તથા પાછળના જે ચાર પદ જેનું વિસ્તૃત વર્ણન હવે પછી કરવામાં આવનાર છે તે લિકાના છે, તેમાં મૂલ મન્ત્રના પ્રભાવનું વર્ણન કરવામાં આવેલું છે, તે ચારે પદમાં વ્યંજન સહિત હસ્વ અને દીર્ઘ અક્ષરેની ગણતરી કરવાથી તેત્રીસ અક્ષરો થાય છે, આ બંને સંખ્યાઓને ભેગી કરવાથી કુલ અડસઠ અક્ષર થાય છે, તેથી આ મહામત્રંને અડસઠ અક્ષરેથી વિશિષ્ટ કહેલ છે. આ મહામગ્નમાં અડસઠ અક્ષરોની સ્થાપના કરવાનું પ્રયોજન એ છે કે એમાં પાંચ પરમેષિઓને નમસ્કાર કરવામાં આવેલ છે તથા એમાં નવ પદ છે, જેના ભંગની ક્રિયા (પ્રક્રિયા) જુદી જુદી છે, તેથી આ મહામન્ત્રને નવકારમ– કહે છે, પાંચને નવથી ગણવાથી પીસ્તાલીસ થાય છે; એને દેઢા કરવાથી સાડા સડસઠ થાય છે; એમાં અડધા ઉમેરવાથી અડસઠ થાય છે, હવે એનું તાત્પર્ય એ છે કે જેઓ
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy