SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકારસના વિષયમાં આવશ્યક વિચારે. પ્રશ્ન-જે એમ ઉપકારીપણું ચિંતવી નમસ્કાર કરીએ તે આચાર્યાદિકને પ્રથમ નમસ્કાર કરવો યુક્ત થશે કારણ કે કઈ વખતે તેઓથી પણ અરિહંતાદિકનું જાણ પણું થાય છે, માટે આચાર્યાદિક પણ મેટા ઉપકારી છે તેથી તેઓને પ્રથમ નમસ્કાર કરવો યુક્ત છે. ઉત્તર–આચાર્યને ઉપદેશ આપવાનું સામર્થ્ય અરિહંતના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે, અર્થાત્ આચાર્યાદિ સ્વતંત્રતાથી ઉપદેશ ગ્રહણ કરી અર્થાપનનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકતા નથી, તાત્પર્ય એ છે કે અરિહંત જ મુખ્યત્વે કરીને સર્વ પદાર્થનું જ્ઞાન કરાવવાવાળા છે, તેથી પ્રથમ નમસ્કાર કરે તેનેજ એગ્ય છે. વળી આચાચંદિકેને પ્રથમ નમસ્કાર કરી પછી શ્રી અરિહંતને નમસ્કાર કરે એગ્ય નથી કહ્યું પણ છે કે – "पुव्वाणुपुब्धि न कमो, नेव व पच्छाणुपुब्धि एस भवे । सिद्धाईआ पढमा, बीआए साहुणो आइ ॥१॥ अरहन्ता उवएसेणं, सिद्धाणं जन्ति तेण अरिहाइ । णवि कोवि परिसाए, पणमित्ता पणमई रन्नोत्ति ॥२॥ ઉપર જે પ્રશ્નોત્તર જણાવી ગયા તેનો સંબંધ આ ગાથાઓ સાથે છે, વળી લોકોમાં પણ પર્ષદાને પ્રણામ કરીને પછી રાજાને કેાઈ પ્રણામ કરતું નથી, તે અહીં આચાર્યાદિક તે પર્ષદા રૂપ છે અને શ્રી અરિહંત તે રાજારૂપ છે માટે પ્રથમ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા પછી આચાર્યાદિકને કો યુક્ત છે. આ પ્રશ્ન–છટ્ટે પદથી લઈને નવમા પદ સુધીમાં એમ કહેવામાં આવ્યું છે કેપંખુરી” એટલે એ પાચેને કરેલ નમસ્કાર, “ષ્યવહૂTIક”સર્વ પાપને નાશ કરનાર છે તથા “મરા તલ પરમં હવેસંરું સવ મંગલેને વિષે પહેલું મંગલ છે. આ વિષયમાં પ્રશ્ન એ છે કે મંગલ કેને કહે છે અને મંગલ કેટલા પ્રકારના હોય છે તથા એ પાંચને કરેલ નમસ્કાર પ્રથમ મંગલ શી રીતે છે? ઉત્તર-મંગલ શબ્દની વ્યુત્પત્તિ એ છે કે –“મતિ હિતાર્થ ક્ષતિ, મતિ દૂર સુઈગનેન ગતિ અર્થાત જે સર્વ પ્રાણિઓના હિતને માટે દેડે છે તેને મંગલ કહે છે, અથવા જેની મારફતે દુર્દેવ, દુર્ભાગ્ય દૂર ભાગી જાય છે તેને મંગલ કહે છે, તાત્પર્ય એ છે કે જેનાથી હિત અને અબીર પદાર્થની પ્રાપ્તિ થાય છે તેનું નામ મંગલ છે. . મંગલ બે પ્રકારના છે એક દ્રવ્ય મંગલ એટલે લૌકિક સંગલ, તથા બીજું ભાવમંગલ એટલે લોકેત્તર મંગલ જાણવું. તેમાં દહીં, અક્ષત, કેસર, ચંદન
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy