SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ સમાધિમરણ એમ કહેતાં છેલ્લે પોતે મંત્રનો ઉચ્ચાર કરી ત્રણ ડચકાં ખાધાં અને ક્ષણભંગુર દેહનો ત્યાગ કર્યો. ઉપરની વિગત આપને જાણવા લખેલ છે. પરમકૃપાળુની કૃપા શું કામ કરે છે તે જોઈ અત્યંત આનંદ થયેલ.” (બો. ૩ પૃ.૧૪૮) જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક આ ટૂંકામાં લખવાનું કારણ એ છે કે આપણે બધાને માથે મરણ છે, કયા દિવસે તે નક્કી નથી પણ “જન્મે તે જરૂર મરે છે' એ તો નક્કી જ છે. માટે મરતા પહેલાં સમાધિમરણની તૈયારી જે સપુરુષની આજ્ઞામાં વર્તવાનો ભાવ, જેણે જાગ્રત રાખ્યો હોય છે તેને છેલ્લે તે કામ આવે છે, શાંતિ પમાડે છે અને ધર્મભાવ સાથે તે લઈ જાય છે. આપની પાસે “સદ્ગુરુપ્રસાદ' પુસ્તક ઘણુંખરું નહીં હોય પણ અહીં આવવાનું બનશે ત્યારે તે સંબંધી સંભારશો તો વાત થશે. દરેક આત્માર્થીએ તે સદ્ ગુરુની કૃપારૂપ પ્રસાદી પોતાની પાસે પોતાના હૃદયમાં રાખવા અર્થે સંઘરવા યોગ્ય છે. જેટલો પ્રેમ પરમકૃપાળુદેવ ઉપર થશે, તેટલું આત્મકલ્યાણ નજીક છે એમ દ્રઢ શ્રદ્ધા રાખી સંસારપ્રેમ ઓછો કરી ધર્મપ્રેમ પોષવો.” (બો.૩ પૃ.૧૪૮) મરણ સુધી આશ્રય ટકાવી રાખે તે મહાભાગ્યશાળી “આપનો પત્ર મળ્યો. વડાલીવાળા પૂ. માધવજી શેઠનો ગઈ બીજને દિવસે શાંતિપૂર્વક દેહ છૂટી ગયો છે. છેવટ સુધી આશ્રમમાં આવવાની તેમની ભાવના વર્તતી હતી અને સ્મરણ બોલતાં બોલતાં દેહ છૂટી ગયો. તે જાણી પરમકૃપાળુદેવના યોગબળની દૃઢતા વિશેષ થાય છેજી. “જે આશ્રયના બળે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) એવું આશ્રયનું બળ પરમકૃપાળુદેવે જણાવ્યું છે અને “આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ સાર્થક છે” એમ કહ્યું છે તેને હૃદયમાં ઉતારી મરણ સુધી આશ્રયને ટકાવી રાખે છે તે મહાભાગ્યશાળી મહા નરરત્નોને નમસ્કાર છે.” “ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક.” (બો.૩ પૃ.૧૫૧) સ્મરણમંત્રનો તાર તૂટે નહીં તો સમાધિમરણ અવશ્ય થાય મનને વીલું મૂકવા જેવું નથી. નવરો બેઠો નખોદ વાળે તેમ નવરું મન રહે તો ખોટા ખોટા વિચારોમાં તણાઈ જાય, માટે સ્મરણમંત્રનો તાર તૂટવા દેવો નથી એવું નક્કી કરી હવે તો મંડી પડવું અને મરણ સુધી તે અવલંબન છોડવું નહીં. તેથી સમાધિમરણ થાય છે એમ પ. પૂ. પ્રભુશ્રીજી પાસેથી સાંભળ્યું છેજી. મંત્ર છે તે આત્મા જ છે. તેથી આત્માર્થીએ તે ભૂલવા યોગ્ય નથીજી. વધારે શું લખું ? ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ' (બો.૩ પૃ.૧૫૮)
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy