SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૬૯ સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણના કરતાં પણ પ્રબળ અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતો નથી એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે? આ જીવ વાતો ડાહી ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પોલ, એ ક્યાં સુધી નભશે? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જીવો ચેતી ગયા છે.” (બો.૩ પૃ.૧૨૯) સશીલ સેવ્યા નથી અને મરણ આવશે તો મારી શી ગતિ થશે? મંદવાડ આવે ત્યારે જીવ ગભરાઈ જાય છે કે કોણ જાણે હવે કેટલું જીવવાનું હશે? વખતે મરણ આવી પહોંચે તો એકાએક ચાલી નીકળવું પડશે. કંઈ ધર્મસાધન તો મેં કર્યું નથી, સશીલ આદિની પ્રાપ્તિ થઈ નથી, હવે શી ગતિ થશે? જો મંદવાડ મટી જાય તો હવે જરૂર કંઈક ધર્મઆરાધન કરી લેવું એવો નિશ્ચય કરી રાખે છે અને પ્રારબ્ધયોગે રોગ મટી જાય, પછી તદ્દન ભૂલી જાય છે. જાણે કદી મંદવાડ આવ્યો જ ન હોય તેમ મોહમાં ને મોહમાં પાછું આયુષ્ય વ્યતીત થયા કરે છે. આમ જીવના નિર્ણયો અનિર્ણયરૂપ હોય છે તેથી કોઈ કામ મક્કમતાથી તે કરી શકતો નથી. પરમકૃપાળુદેવે કહ્યું છે કે “મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે.” (૮૨૬) (બો.૩ પૃ.૧૩૬) સષ્ણુપ્રસાદના દર્શનથી અવશ્ય સમાધિમરણ થાય “પૂ. મણિભાઈ કલ્યાણજી મુંબઈવાળા ટ્રસ્ટીનાં માતુશ્રીનો દેહ સં. ૧૯૯૫ પોષ વદ ૩ ને રવિવારે શાંતિ સમાધિથી છૂટી ગયો. તેના સમાચાર સહિત પત્ર છે. તેમાં તેમના છેવટના ભાવ આપણે બહુ વિચારવા યોગ્ય છે, સમાધિમરણની ઇચ્છાવાળાને કામના છે તેથી તે પત્રમાંથી થોડું આપને વિચારવા લખું છું. પૂ. મણિભાઈ લખે છે : “પરમકૃપાળુ પ્રભુશ્રીજીએ જે “સદ્ ગુરુપ્રસાદ’નાં દર્શનની આજ્ઞા કરેલ છે તે યથાર્થ રીતે જો પાળવામાં આવે તો સમાધિમરણ અવશ્ય થાય તેમ પ્રત્યક્ષ જોયું. અમારા માતુશ્રીનો ક્ષયોપશમ (બહુ વિચાર) નહોતો, પરંતુ જે આસ્થા હતી અને બીજા ધર્મ સંબંધમાં કોઈ લોચા નહોતા તેથી અંત સમયે એક જ દ્રષ્ટિ રહી હતી, જે પ્રત્યક્ષ જોઈ આનંદ થયો છે. છેલ્લા એક મહિનાથી હંમેશાં સવારના “સદ્ગુરુપ્રસાદનું પુસ્તક લઈ દર્શન કરતાં અને તેને સમક્ષ રાખી મંત્રસ્મરણ કરતાં. ..વ્યાધિ વખતે પોતે શાંતિમાં છે, આનંદભુવનમાં છે श्रीमद्गुरु-जसाद
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy