SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન ૧૭૧. મરણ સમયે સગુરુ પ્રસાદના ચિત્રપટ, પત્રના દર્શન કરાવવા “તા. ક.- “સદ્ગુરુપ્રસાદ’ પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ સમાધિમરણનું કારણ જણાવ્યું છે તો તેમાંનાં ચિત્રપટ, પત્રો વગેરે પ્રત્યે ખાસ લક્ષ રાખશોજી અને મરણ પ્રસંગે તે ચિત્રપટનાં દર્શન ભાવિક મુમુક્ષુને કરાવવા ભલામણ છેy.” (બો.૩ પૃ.૧૬૦) સપુરુષના બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવાથી સમાધિમરણ “તા. ક. – તમને સમાધિમરણની ભાવના છે તે જાણી હર્ષ થયો છે. સત્પરુષે બતાવેલો માર્ગ, તેનું સ્મરણ તે સમાધિમરણનું કારણ છે અને તેનું આરાધન કરનારને અંત વખતે પણ તેવા શુભ સંયોગો મળી રહે છે. માટે નિર્ભય રહેતાં શીખવું એ જ વિનંતિ.” (બો.૩ પૃ.૧૬૧) સ્વરૂપ-સુખ અનુભવે તે અદભુત સમતા રાખી શકે આચારાંગમાં ‘વિમોક્ષ' નામના આઠમા અધ્યયનમાં સમાધિમરણની વાતનો વિસ્તાર છે, તેમાં ટીકાકાર લખે છે કે મુનિ ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી, ગામ, શહેર, બજાર, ખેતર, પરું, નગર, પાટણ વગેરે સ્થળે ફરીને સંથારાને યોગ્ય નિર્જીવ ઘાસ માગી લાવી, જંગલમાં નિર્જીવ કે અલ્પ જીવાકુલ જમીન જોઈ, ચંડિલ વગેરે તપાસી, સંસ્તર ઉપર બેસી, સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી, ફરી પંચમહાવ્રત વગેરે નિયમોનું ઉચ્ચારણ કરી ભક્તપ્રત્યાખ્યાન કરે. પછી શિયાળ, કીડીઓ, વીંછી, પક્ષી, ગીધ વગેરે ઉપસર્ગ કરે તેમને ખસેડે નહીં, માખી વગેરે ઉરાડે નહીં અને સર્વ દુઃખને સંતોષથી, સહનશીલતાથી ખમે. વિશેષમાં લખે છે કે અમૃતનો આહાર કરતાં આનંદ કેવો થાય તેવો આનંદ માને; મરણને ઇચ્છે નહીં, જીવવાની પણ વાંછા રાખે નહી. કહો કેવી સમતા! તેને પરમાનંદ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન થયેલું હોવાથી આત્માનું નિરાકુળ સ્વરૂપ-સુખ તે અનુભવે છે. (બો.૩ પૃ.૧૪૩) ભક્તિમાં ચિત્ત રોકવાથી આર્તધ્યાન મટી જઈ શાંતિનું વેદના થાય “રોજ રાત પડે છે ત્યારે અંધારું થાય છે તેથી મોટા સમજુ માણસો ગભરાતા નથી, દીવા વગેરેથી કામ ચલાવી લે છે; અણસમજુ નાનાં છોકરાં જેવાં હોય તે કંઈ ભયનું કારણ ન હોય છતાં અંધારું ભાળીને ડરે છે તેમ મુમુક્ષુએ દુઃખના પ્રસંગે ન જોઈતી ચિંતાઓ કરીને, નકામી રડકકળ કરીને આત્માને શ્લેશિત કરવો ઘટતો નથી. પણ હવે સારી રીતે કેમ જીવી શકાય તેના વિચાર કરી ગઈ ગુજરી વાત ભૂલી જવાનો અભ્યાસ કર્તવ્ય છેજી. આપણે માથે પણ મરણની ડાંગ ઉગામીને યમરાજા ઊભા છે. તે આવી પડી નથી ત્યાં સુધી અનંત કાળથી રખડતા રઝળતા આ આત્માને જન્મમરણના અસહ્ય દુઃખમાંથી ઉગારી લેવાનો ઉપાય વેળાસર કરી લેવાની પેરવી કરતા રહેવું. લોકલાજને વશ થઈને વહેલા ઊઠીને મૂએલાને સંભારીને કકળાટ કરવાનો રિવાજ
SR No.009115
Book TitleSamadhimaran
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages351
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy