SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ મુંબઈમાં મળવાનો અને તે પણ હર્ષભેર અને સંકોચ વિના મળવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલ તે શ્રીમદ્ (રાયચંદભાઈ) મને ન મળે એ તો મારા મનમાં ઠસતું જ ન હતું, તથાપિ મેં પણ વૃત્તિને દબાવી. ન ૬૩ 9 લોકપૂજન કે રંજનાર્થે ધર્મ નથી તે દરમ્યાન ત્રિભુવનદાસે શ્રીમા મને અમુક પ્રસંગો જણાવ્યા કે શ્રીમદે નાનપણમાં અમદાવાદ નહીં જોયેલ હોવા છતાં, ત્યાં અમુક માણસ જેને ઓળખતા ન હતા, જેનું ઘર જોયું નહોતું, એવા મલ્લીચંદ જેચંદવાળા સ્વ.જૂઠાભાઈને ત્યાં જવાનો પ્રસંગ કહ્યો તથા તેમના પત્ની સ્વ.ઉગરીબહેનને નાનપણમાં જ વૈધવ્ય પ્રાપ્ત થયેલ છતાં શ્રીમદ્દ્ના ઉપદેશથી શાંત, ધર્મ પરાયણ, વિરક્ત દશાના તેમના વખાણ સંભળાવ્યા; તેમજ વઢવાણ કેમ્પમાં, બોટાદમાં, મુંબઈમાં વગેરે સ્થળે શ્રીમદે નાની વયમાં કરેલ અવધાનોની પંડિત ગટુલાલજીએ સ્વમુખે કરેલી શ્રીમદ્ની પ્રશંસાની પ્રસંગોપાત વાત કહી. આવી અદ્ભુત શક્તિ છતાં એ શક્તિનો લોકપૂજન કે રંજનાર્થે વ્યય કરવાથી ઘર્મ હારી જવા જેવું છે. ઇત્યાદિરૂપે વિચારી આત્મભાવમાં રહેવારૂપ શ્રીમની ઉદાસીનતાની વાત કહી. અમદાવાદમાં શતાવધાનના પ્રયોગો મુંબઈમાં શ્રીમદ્ની શક્તિથી આશ્ચર્ય પામી મુંબઈની પ્રજા શ્રીમદ્ના પ્રસંગમાં આવવા લાગી, તો એ અદ્ભુત શક્તિઓના પ્રદર્શનનો તેમણે રોઘ કરી લોકક્સંગ નિવારવારૂપ ઉદાસીનતાની વાત કરી. સં.૧૯૪૫માં અમદાવાદમાં દલપતભાઈના વડે શાંતિવિજયના પ્રમુખપણા નીચે શતાવધાનના પ્રયોગો કરી અમદાવાદની પ્રજાને આશ્ચર્યચકિત કર્યાની વાત કહી. શ્રીમદ્દ્ન જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન શ્રીમદ્ જ્યોતિષ જાન્નતા, તે વખતે તે વંડામાં કોઈ બિમાર હશે, તેના માટે કોઈએ કાંઈ પૂછ્યું, શ્રીમદે સખેદભાવે જવાબ આપ્યો : 'શું તે અમારે મુખે આવું અનિષ્ટ કહેવું પડશે? આ ભાઈનું અમુક વખતે આમ થશે.' એ પ્રસંગથી શ્રીમદ્ન થયેલ ખેદ અને ત્યાર પછી એવા પ્રસંગ માટે જ્યોતિષ પ્રતિની ઉપેક્ષા કરી દીધાની વાત કહી. આ બધી વાતોથી શ્રીમદ્ પ્રતિ વિશેષ વિશેષ જિજ્ઞાસા, પ્રેમ, આકર્ષણ થતાં ચાલ્યાં. હવે તો વવાણિયે જઈ ચોક્કસ મળવું જ એવો વિચાર થયો. ત્યાં જ સમાચાર મળ્યા કે મોરબીમાં શ્રીમદ્ બે ચાર રોજમાં પધારનાર છે. બપોરે શ્રીમના આગમનની વધામણિ ત્રિભુવનદાસે આપી. જે પુરુષને વવાણિયા મળવા જવા વૃત્તિ હતી તે જ પુરુષ અત્રે પધાર્યા છે, તો તેમને ક્યાં અને કેમ મળવું એ પ્રશ્નો થવા માંડ્યા. તેમની સમીપે તો ધારશીભાઈ, નવલચંદભાઈ આદિ જેવા મોટા પુરુષો હોય, ત્યાં તેમની સાથે વાર્તાલાપ કેમ થઈ શકે—ઇત્યાદિ ગડભાંગ થવા માંડી. વળી ઓછામાં પૂરું તે વખતે મારા કાને સહજ બહેરાશ આવી ગયેલ. ત્રિભુવનદાસે સવારમાં શ્રીમદ્ન મળવાનો રસ્તો બતાવ્યો કેમકે તે વખતે ત્યાં કોઈ ન હોય. ઘારશીભાઈ, નવલચંદભાઈ, ત્રિભુવનદાસ, બીજા માસ્તરો વગેરે કોર્ટ તથા સ્કૂલનો ટાઈમ સવારનો હોવાથી કોઈ ત્યાં ન હોય. આ યુક્તિ ઠીક લાગી. પણ શ્રીમદ્ સમીપે જાવું કોની સાથે ? કેમ જવું? શું વાત કરવી? તેઓશ્રી આદર કરશે કે નહીં? એ બધા વિકલ્પો ઊઠવા માંડ્યા. એમ કરતાં સાંજ પડી અને સંધ્યા વખત થયો.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy