SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૨ સંસારથી કંટાળેલા હતા, દીક્ષા લેવા માટે એક-બે વખત ઉલ્લાસમાં આવી ગયેલ. તેમને શ્રીમદ્ સંબંધી ઘણી વાતો રુચિ અને પોતાના મનોરથો પાર પાડવા તથા કેટલાક પ્રશ્નોના ખુલાસા માટે બે-ત્રણ વખત શ્રીમદુને પત્રો લખ્યા, પણ જવાબ જ ન મળ્યો, એથી શ્રીમદુની પત્ર વ્યવહાર પ્રત્યેની તથા કોઈને મળવા સંબંધી ઉપેક્ષાની ખાતરી થઈ. તમારા અભ્યાસમાં મંડ્યા રહો સંવત્ ૧૯૫૫ના શિયાળામાં હું અમદાવાદ પાછો કૉલેજમાં ગયો. મોક્ષમાળા, પ્રશ્નોત્તર રત્નચિંતામણિ, સ્યાદ્વાદ રત્નાકર, શ્રીમદ્ભા “હે પ્રભુ, હે પ્રભુના ભક્તિના દુહા, આનંદઘન ચોવીશી, મોક્ષમાર્ગ પ્રકાશ તથા આગમ વાંચેલ તે બધું હવે મનમાં રમતું હતું. હૃદય કોમળ ભક્તિવાળું , કિંચિત્ વૈરાગ્યવાળુ અને જ્ઞાનનું પિપાસું થયું હતું. શ્રીમને મળવાની આશા તો થોડી જ હતી. મોક્ષમાળા જેવા પાઠો લખી કોઈ જૈનગ્રંથ બનાવવાનો વિચાર થયો. થોડા પાઠો લખ્યા. એવામાં અમદાવાદમાં મનસુખભાઈ રવજીભાઈનું રા.મોતીચંદ કુશળચંદને ત્યાં કોઈ વ્યાપારી કામ પ્રસંગે આવવું થયું. મનસુખભાઈ ઝવેરીવાડામાં અમારે ત્યાં ચાહીને સ્વયં આવ્યા. શ્રીમદ્ હાલ ઈડર છે. થોડા વખતમાં વવાણિયા પધારશે એમ પણ જણાવ્યું. મેં લખેલા પાઠો એમણે જોયા. શ્રીમદુના જેવી શક્તિ વિના એ કેમ લખી શકશો? અને પૂર્વપુણ્ય વિના એ શક્તિ ક્યાંથી આવે? તમારા અભ્યાસમાં મંડ્યા રહો-ઇત્યાદિ સમયોચિત તેમણે સાચું કહ્યું. જેથી વૃત્તિ મોળી થઈ ગઈ. શ્રીમદ્ભી અદ્ભુત શક્તિઓ તેમના જવા બાદ મારો નાનો ભાઈ માઘવજી તથા મારા પત્નીએ મનસુખભાઈની સુન્નતા, શ્રીમદ્ગી શક્તિ, તેમનું જ્ઞાન ઇત્યાદિની ઉહાપોહરૂપ વાતો કરવા માંડી. શ્રીમદ્ જ્યોતિષ જાણે છે, ભૂત ભવિષ્ય જાણે છે, શા કારણથી જાણી શકે છે એનું સમાધાન આમ થયું કે તેઓ કર્મગ્રંથ સર્વાગ સંપૂર્ણપણે જાણે છે, કર્મની પ્રકૃત્તિઓનાં સ્વરૂપ જાણે છે, તેનાં કારણ-ફળ જાણે છે એટલે અમુકને અમુક પ્રકૃતિ ઉદયમાં છે તો તેનું કારણ શું અને તેનું ફળ શું? અમુકને આમ થયું તો તે કઈ પ્રકૃતિને લઈને? કયા કર્મથી અમુક આમ કરે છે તો તેનું ફળ શું? ઇત્યાદિ સૂક્ષ્મ રીતે સાચો નિર્ધાર તેઓ કરી શકે એમ સમાઘાન કર્યું. શ્રીમન્ની વિરક્તદશા. ઉનાળાની રજા પડી અને અમારા પિતાશ્રી વાંકાનેરમાં પોસ્ટ માસ્તર હોવાથી વાંકાનેર આવ્યા, પણ જાણે શ્રીમના સમાગમનો લાભ મળવો સર્જિત હશે તે હેતુએ જ મોરબીના પોસ્ટમાસ્તર રજા પર જતાં બે-ત્રણ માસ માટે મારા પિતાશ્રીની બદલી તરતમાં જ મોરબી થઈ. અમે મોરબી આવ્યા. ચૈત્રમાસની શરૂઆત હતી. ત્રિભુવનદાસને સ્કૂલમાં સવારનો ટાઈમ હતો, તેથી અમોને બપોરે મળવાનું તથા સાંજે જિનમંદિરે થઈ સાથે ફરવા જવાનું પ્રાયઃ હંમેશ થતું. શ્રીમદ્ સંબંધી વાતો પ્રસંગોપાત થતી. શ્રીમદ્ વવાણિયે હતા, તો ત્યાં જઈ તેમનો સમાગમ-લાભ મેળવી લેવાની ઇચ્છા મેં ત્રિભુવનદાસને દાખવી, પણ ત્રિભુવનદાસ એટલા બઘા આજ્ઞાથીન થઈ ગયેલ કે મારી વૃત્તિને એમણે રોકી દીધી અને કહ્યું કે એ વિરક્તદશામાં છે, કોઈને મળતા નથી. પત્ર લખવાની પણ ના પાડી. જેણે મારી સાથે બે જ વરસ પર વવાણિયામાં ત્રણ કલાક સુધી પ્રેમભાવે વાત કરેલી, જેમને બે ત્રણ વખત મોરબીમાં, બે ત્રણ વખત
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy