SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૪ ત્રિભોવનદાસ તો તે દિવસે કેવળ સ્વાર્થી થઈ ગયા. અમે હમેશાં સાંજે ફરવા જઈએ અને આજે તો દેખાણા પણ નહીં. તેઓ તો શ્રીમદ્ પાસે જઈને સાંજના બેઠા. શ્રીમદુને - આજ્ઞાધીન હોવાથી કોઈને શ્રીમદ્ સમીપે શ્રીમની આજ્ઞા વિના ન લાવવા એ હેતુએ કે ગમે તે કારણે પણ પોતે એકલા શ્રીમદ્ પાસે ચાલ્યા ગયેલા. શ્રીમદ્ પાસે જવાની ભાવના હું દેરાસરે દર્શન કરી બજાર તરફ વળ્યો. ક્યાં જવું એ વિચારતો હતો. શ્રીમદ્ પાસે જવાય તો સારું એમ મનમાં હતું, પણ ક્યાં એ ઊતર્યા છે અને કોની સાથે જઉં એ વિકલ્પ થતો હતો. ત્યાં દેરાસરેથી વીરચંદ માસ્તરને જોયા, તેઓને પૂછ્યું, માસ્તર શીદ કામ પધારો છો? માસ્તરે શ્રીમદ્ પાસે જતા હોવાનું કહ્યું. મેં લાગ સાધ્યો અને કહ્યું, ચાલો, હું યે આવું છું. રસ્તામાં વિકલ્પ થવા માંડ્યા કે શ્રીમદ્ મને આદર આપશે કે નહીં? મારી સાથે વાત કરશે કે નહીં? મારે એમની સાથે શું વાત કરવી? શું પૂછવું? એમ કરતાં શ્રીમદ્ જ્યાં ઊતરેલા ત્યાં આવ્યા. આ રેવાશંકર જગજીવનનું ઘર હતું. ઊંડાણમાં ડેલીની મેડી ઉપર શ્રીમદ્ પૂર્વ દક્ષિણને સાંઘતા ખૂણામાં ગાદી તકિયે બિરાજ્યા હતા. ત્યાં જઈ નમસ્કાર કરી બેઠો. શ્રીમદે તરત આદર કર્યો. મને કુશળ વૃત્તિ આદિ પૂક્યા. મારા હૃદયનો ભાર ઊતર્યો અને પગમાં જોર આવ્યું. હું ગયો તે વખતે ઘારશીભાઈ, નવલચંદભાઈ, પાનાચંદભાઈ, ત્રિભુવનદાસ, મલકચંદ માસ્તર, દેવચંદ માસ્તર તથા બીજા ઘણા ગૃહસ્થો આવેલા હતા. મારા અભ્યાસ સંબંધી વાતો પૂછી. પછી બેઠેલા ભાઈઓએ ઘર્મસંબંધી પ્રશ્નો કરવા માંડ્યા. શ્રીમદ્ ઉત્તર આપતા હતા. પ્રશ્નોત્તર એવા રૂપમાં થતા હતા કે મારાથી સંભળાતા ન હતા, એથી ઊઠી જવાની વૃત્તિ થવા માંડી. અડધો કલાક બેસી ઊઠી નમસ્કાર કરી ચાલતો થયો. શ્રીમદ પદર્શન વગેરેનું સ્વરૂપ સમજાવ્યું બીજે દિવસે સવારમાં સામાયિક કરી આવી સાત વાગે શ્રીમદ્ સમીપે ગયો. શ્રીમદ્ એકલા હતા. સીડીના છેલ્લે પગથિયે દૂરથી જ તેમના દર્શન થતાં મનમાં પંચિંદિયનું સ્મરણ થયું અને સ્વાભાવિક તેવા જ ભાવથી શ્રીમ હું જોતો આવ્યો છું. આત્મા શું છે? એનું હિત શું? તે કેમ થાય? ઇત્યાદિ પ્રશ્નો મેં પ્રસંગોપાત કર્યા. શ્રીમદે પૂછ્યું કે શું વાંચો છો? અભ્યાસો છો? હું તે વખતે હંમેશ એક સ્તવન આનંદઘનજીનું સમજપૂર્વક મુખપાઠ કરતો હતો તે વાત કહી. તે બહુ સારું છે, તેમ કરશો. અને આનંદઘનજીના સ્તવનોના અર્થ વિવેચનપૂર્વક લખશો એમ કહ્યું. તે દિવસે મેં મુનિસુવ્રત પ્રભુનું વીસમું સ્તવન મુખપાઠે કરેલ, તેમાં પર્દર્શનનું સ્વરૂપ છે તે મને બરાબર બેસતું નહોતું. શ્રીમદ્ એની સમજ આપવા વિનંતી કરી. શ્રીમદે એ સ્તવન લગભગ પોણો કલાક સ્પષ્ટપણે સમજાવ્યું. એ સમજ સાંભળતા બહુ આનંદ થયો, અને શ્રીમદ્ આનંદઘનજીની જ્ઞાન ખૂબીનું વિશેષ ભાન થયું. પૂછવાના પ્રશ્નનું વગર પૂછત્યે સમાધાન પછી મેં બીજા અજીતનાથના સ્તવનમાં “તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોઘ આઘાર.” એનો અર્થ પૂછ્યો. અર્થ બહુ સુંદર અને સ્પષ્ટ સમજાવ્યો. એ અર્થ શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથના પૃષ્ઠ ૬૬૪ ઉપર છે. પછી વાંચવા માટે અમારી પાસે અત્રે જ પાકીટમાં પર્દર્શન સમુચ્ચય છે એમ કહી
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy