SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ વાત કહી. એથી વળી મને વઘારે પ્રેમ થયો કેમકે હું પ્રતિમા–આરાધક કુળમાં જન્મ્યો છું, અને પ્રભુ પ્રતિમા પ્રતિ મને મૂળથી જ સ્વાભાવિક પ્રેમ છે. નવલચંદભાઈ તથા ઘારશીભાઈ જેવા હડહડતા ઢુંઢીયા પણ પ્રતિમાના દર્શન-પૂજન કરે છે એમ કહ્યું. વિશેષમાં પોતે (ત્રિભુવનદાસ) પણ સ્થાનકવાસી હોવા છતાં ક્વચિત્ મારી સાથે જિનાલયમાં પૂજા કરતા અને હંમેશ સવાર સાંજ દર્શન કરવા આવતા હતા. ત્યાં ભક્તિપૂર્વક સ્તવન કરતા, એથી મને ચોક્કસ ખાતરી થઈ. માસ્તર તરીકે તેમના સંબંઘમાં આવેલા મલ્કચંદ માસ્તર સ્થાનકવાસી છતાં તેમની સાથે જિનાલયે આવતા. આ બધા કારણોને લઈ તે બઘા તરફ તેમજ શ્રીમદ્ તરફ વિશેષ વિશેષ પ્રેમ ઊપજ્યો. “શ્રીમદ્ ક્યાં છે? તેઓને પત્ર લખવા ઇચ્છા છે” એમ મેં કહ્યું ત્યારે શ્રીમદુની અસંગદશા અને હાલ કોઈની સાથે પત્ર વ્યવહાર નથી કરતા ઇત્યાદિની મને વાત કરી મારી આતુરવૃત્તિને દબાવી દીધી; તથાપિ એ આતુરતા હૃદયમાંથી ગઈ નહીં. આ બધી વાતોના પરિણામે શ્રીમને કેટલું જ્ઞાન હશે એનો અમે ચર્ચારૂપે ઉહાપોહ કરતા. અવધિજ્ઞાનનો તો આ કાળે નિષેઘ નથી એટલે સુધી હોવાનું મને સહજ સમાઘાન થઈ ગયું. એની પુષ્ટિરૂપે ત્રિભુવનદાસે પોતે સાંભળેલ બે દાખલા આપ્યા. એક તો શ્રીમદ્ અન્ય સ્થળે હતા અને કોઈ જામનગરમાં બિમાર હતું. અંતર ચાલીશ કોશ લગભગ હતું. તે બીમારના અવસાનના સમાચાર અવસાન વખતે જ સ્થળાંતરે શ્રીમદે આપેલ; બીજો એવો બીજા પ્રકારનો ચારસો કોશના અંતરનો દાખલો હતો. આમ આવી આવી વાતોથી શ્રીમદ્ પ્રતિ મને વઘારે જિજ્ઞાસા અને આકર્ષણ થયું. વ્યાખ્યાનમાં પુષ્ટિરૂપે શ્રીમનું કથન આ અરસામાં મોરબીમાં ખરતરગચ્છીય બળદેવગીરી કરીને કોઈ સાથે ચાતુર્માસ રહેલ હતા, તેઓમાં ઉફૅખલ વૃત્તિ વિશેષ હતી. તે મંત્ર તંત્રાદિના ભયથી શ્રાવકોને વ્યામોહ પમાડતા અને જાણપણાનો ડોળ દેખાડતા. પ્રસંગવશાત વાતમાં શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ઐસે કહતે હૈ, દેખો–એમ પોતાના કથનની પુષ્ટિરૂપે કહેતા. આવા સાધુ પણ શ્રીમદ્ જેવા ગૃહસ્થની સાખ આપે છે તે પ્રસંગ પણ શ્રીમના સામર્થ્યની ખાતરી આપનાર મને તો થયો. શ્રીમદ્ પ્રતિ આકર્ષણમાં વૃદ્ધિ શ્વેતાંબર દિગંબર બન્ને પ્રતિ સમવૃત્તિથી જોનારા શ્રીમદ્ છે અને બન્ને સંપ્રદાયનું ઐતિહાસિક રીતે બહુ યુક્તિપૂર્વક નિરૂપણ તેઓ કરે છે એવી વાતો ત્રિભુવનદાસે મને કહેલ અને કેટલીક વાતો તો મને હૃદયમાં રમી રહે એવી કહેલ. તે સાંભળી હૃદય બહુ આહલાદ પામેલું અને શ્રીમદ્ પ્રતિના પૂજ્યભાવમાં ઉમેરો થયેલો. ત્રિભુવનદાસે તે વખતે શ્રીમન્ની આજ્ઞાથી દિગંબરી ગ્રંથ “મોક્ષમાર્ગ પ્રકાશ” તથા “રત્નકરંડ શ્રાવકાચાર” વાંચવા મંગાવેલ. આ ગ્રંથો ઉપલક વાંચવાનો મને પણ લાભ મળેલો. તે ઉપલક વાંચેલ છતાં આનંદ થયેલ. આ ઉપરાંત શ્રીમન્ની આજ્ઞાથી આનંદઘન ચોવીશી ત્રિભુવનદાસ મુખપાઠ કરતા તથા વિચારતા હતા. આમાં પણ અમે બન્ને સહાધ્યાયી થયા. આ બઘાના નિમિત્તરૂપ શ્રીમદ્ હોઈ તેના પ્રતિ ઉત્તરોત્તર આકર્ષણ વધતું ગયું. તેઓને મળવાની આતુરતા વઘતી ગઈ, પણ શ્રીમદ્ કોઈને મળતા જ નથી એવી ત્રિભુવનદાસની વાતથી એ વધતી ઇચ્છા છતાં દબાતી ચાલી. પત્રનો જવાબ મળ્યો નહીં અમારા આ પ્રસંગોનો લાભ મારા એક ભાઈ રા.નાનચંદ માણેકચંદ પણ પ્રસંગોપાત્ત લેતા. તે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy