SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૬૦ સહાધ્યાયી હોઈ અમને બેને અન્યોન્ય સારો પરિચય હતો. સંવત્ ૧૯૫૪ના આસોમાં ત્રિભુવનદાસે શ્રીમદ્ અંગે કેટલીક વાતો કહી ત્યારે શ્રી મોક્ષમાળાના કર્તા શ્રીમદ્ છે એ ખબર પડી. તથા દુર્લભજી ઝવેરીએ વાત કરેલ તે શ્રીમદ્ આ જ હતા એ બધી ખબર અત્યારે પડી. શ્રીમદ્ભા ચમત્કારિક ખુલાસા ત્રિભુવનદાસે કહ્યું કે એ તો પરમ શાંત વૈરાગ્યવાન જ્ઞાની મહાત્મા છે, ચરોતર અને ખંભાત તરફ તો એ પ્રભુ તરીકે પૂજાય છે, કેટલાંક જૈન સાધુઓ એમને વંદન કરવા આવે છે. તે સાધુઓ છ સાત સ્થાનકવાસી સંપ્રદાયના છે. હવે તે પણ પ્રતિમા પૂજે છે, એક જ વખત નીરસ આહાર લે છે. દિવસના જંગલમાં વિચરે છે, ત્યાં જ્ઞાન ધ્યાનમાં કાળ ગાળે છે. જરૂર જોગાં પાત્ર, બે કપડાં અને રજોહરણ તથા મુહપત્તી એ જ એનો પરિગ્રહ છે. પ્રાયઃ ખેડા ખંભાત તરફ તેઓ વિચારે છે અને શ્રીમદુની આજ્ઞામાં છે. આમ શ્રીમદ્ ખરા મહાત્મા છે. પોતે વિરક્ત દશા અનુભવે છે, લોક સમાગમથી દૂર રહે છે. પત્ર વ્યવહાર પણ પ્રાયઃ કરતા નથી; તેમાં પણ હમણાં તો તદ્દન અસંગ રહે છે. જંગલમાં તપશ્ચર્યા કરે છે. હવે ટૂંક વખતમાં સર્વસંગ પરિત્યાગી થઈ જશે એવી દશામાં રહે છે. અત્રે પથારે છે તો ઘર્મસંબંધી, કર્મગ્રંથ સંબંઘી, તત્ત્વસંબંથી હૃદયમાં સચોટ ઊતરી જાય એવા ચમત્કારિક ખુલાસા કરે છે. સંશય છેદાઈ જાય છે; સાંભળનાર જે જે પૂછવાની વૃત્તિ ઘારી આવેલ હોય તે બઘાનું વગર પૂછ્યું સમાધાન થઈ જાય છે. આત્માના કલ્યાણની વાર્તા પૂછવી જોઈએ પૃથ્વી ગોળ છે કે કેમ? સુર્ય ફરે છે કે પૃથ્વી? જંબુદ્વીપનું પ્રમાણ કેટલું? ઇત્યાદિ જ્ઞાનીઓએ હેતુવિશેષે અધ્યાત્મદ્રષ્ટિએ દેશકાળને અનુસરી કહેલી બાબતોની લોકો અફળ ચર્ચા કરે છે, પણ કોઈ આત્માનું કલ્યાણ કેમ થાય? આત્મા શું છે? સંસાર શું છે? આત્મા સંસાર કેમ કરે છે? તેમાંથી તે કેમ છૂટે? ઇત્યાદિ પૂછતું નથી. એ વગેરે માટે સદાય તે ખેદ દાખવે છે. અત્રે શ્રોતાઓમાં ઘણા આવે છે પણ મુખ્યતા એ વકીલ નવલચંદભાઈ અને ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ ઘારશીભાઈ એ બે છે. ઉપરાંત વીરચંદ માસ્તર તથા પાનાચંદભાઈ છે. ઘારશીભાઈએ કર્મગ્રંથનું સ્વરૂપ બહુ સારું ઘાર્યું છે. શ્રીમદ પાસેથી સાંભળ્યા પછી નોટોની નોટો ઉતારી લે છે. નવલચંદભાઈ અને ઘારશીભાઈ જેવું મોરબીમાં જૈનધર્મનું જ્ઞાન ઘરાવનાર કોઈ નથી, સાઘુઓ તેને પૂછે છે–ઇત્યાદિ અનેક વાતો ત્રિભુવનદાસે કરેલ. વકીલ તરીકે નવલચંદભાઈ માટે મને બહુમાન હતું. ફર્સ્ટક્લાસ મેજીસ્ટ્રેટ તરીકે ઘારશીભાઈ પ્રતિ પણ મને બહુમાન હતું. શ્રીમન્ને જૈનધર્મનું વિશેષજ્ઞાન આમ આવા બન્ને કેળવાયેલા, વગવાળા, હોદ્દાવાળા, જૈનધર્મ સંબંઘી ઊંચું જ્ઞાન ઘરાવે એ સાંભળી જૈનઘર્મ પ્રતિના મારા પ્રેમને લઈ તેઓ પ્રતિ મને બહુમાન થયું. અને જેને લઈને તેઓ જૈનધર્મ સંબંઘી વિશેષ જ્ઞાન ઘરાવે છે એવા શ્રીમદ્ પ્રતિ આગળ થયેલ પૂજ્યબુદ્ધિમાં વિશેષ ઉમેરો થયો. હવે તે પુરુષના દર્શન કરવાની, તેઓના મુખેથી કંઈ કલ્યાણકારી વચનો સાંભળવાની અતિ આતુરતા થઈ. વળી ત્રિભુવનદાસે શ્રીમદ્ભા ઉપદેશથી ઘણા સ્થાનકવાસી સાધુઓ તથા ગૃહસ્થો પ્રતિમા-આરાધક થયાની
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy