SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ બીજા ઘણા જૈનઘઓ પણ ત્યાં હતા. તેમાંથી કેટલાંકને એ ગ્રંથ વાંચી સંભળાવું. અથવા તેમાંની વાતો કહ્યું. તેમાંથી હાલના એક સ્થાનકવાસી જૈન સોલીસીટરને રા.સૂરજમલ ભોજુભાઈ મહેતા (પાલનપુરના B.A. LL.B.) ને તો એ ગ્રંથ બહુ પ્રિય થઈ પડ્યો. અમારા પર્યુષણ એ વરસે બઘાનાં સારા ગયાં. અમારી કૉલેજમાં દર શનીવારે બપોરે પાર્લામેન્ટની મિશાલે સભામાં ડીબેટ (વાદવિવાદ ચર્ચા) થતી. ચર્ચાના વિષયના બે પક્ષ પડતા, એક વિરુદ્ધ પક્ષ એક તરફેણમાં પક્ષ. “મોક્ષમાળા'નો પ્રાણીદયાનો પાઠ સર્વને ગમ્યો સંવાદ બધો અંગ્રેજીમાં થતો. એક શનીવારે પ્રાણી પર ઘાતકીપણું એ નિંદ્ય છે એવો વિષય ચર્ચાનો યોજાયો. ચર્ચા શરૂ કરનારે એ દરખાસ્ત મૂકી. સામાવાળાએ વિરુદ્ધ દલીલો બતાવી. વળી ચર્ચા શરૂ કરનાર કોઈ પક્ષકાર ઊઠ્યો. આમ ચર્ચા ચાલી તેમાં એ વિષયના ટેકામાં “મોક્ષમાળા'માંનો પ્રાણીદયા વિષેનો પાઠ કે જેમાં અભયકુમારે “માંસ સસ્તું કે મોંધું?” એનો યુક્તિપૂર્વક શ્રેણિકના અમલદારોને બોઘ આપ્યો છે તે મેં મૂક્યો. હાઉસને આ પાઠ બહુ આનંદદાયી યુક્તિવાળો અને બોઘક લાગ્યો. આવા સારા ગ્રંથના પ્રણેતા રાયચંદ કવિ જેની સાથે મારે ઘણીવાર મેળાપ થયેલ છે, તે હજુ સુધી હું જાણતો નહોતો. તમે જે કહો તેમાં ફેર હોય નહીં મારા એક કુટુંબી રા.ઘનજી રાયચંદ વકીલ આવેલા. તેઓનો ઉતારો રા. રેવાશંકર જગજીવનની પેઢી ઉપર હતો. આ પેઢી એ વખતે વિઠ્ઠલવાડીમાં ચંપાગળીમાં શેઠ પ્રેમચંદ રાયચંદના માળાની જોડના માળામાં હતી. ત્યાં એક દિવસ બપોરે મારાભાઈ ઘનજીભાઈને મળવા ગયો. ઘનજીભાઈ નહોતા પણ શ્રીમદ્ પેઢીમાં બિરાજેલા હતા. છેલ્લે વવાણિયે મળેલ, ત્યાર પછી પુનઃ આજે મળવું થયું. મને હર્ષભેર આવકાર આપ્યો. હું પાસે જઈ બેઠો. વ્યવહારોચિત અનેક કુશળવૃત્તિ આદિની વાતો પૂછી. તેવામાં કોઈ પારસી ઝવેરી હીરામોતી દેખાડવા આવેલ. પુનઃ એ પારસીને મેં પાંચ વરસ પછી જોયેલ, તેથી લાગે છે કે તે ફરામજી સન્સવાળા ઝવેરી હતા. હું બેઠો હતો તે વખતે તેઓ શ્રીમદ્ભી બહુ સંતોષાતા દેખાતા હતા અને તમે જે કહો તેમાં ફેર હોય જ નહીં; ઇત્યાદિ વાતો કરતા હતા. શ્રીમની એક વેપારી તરીકેની કુશળતાનો ભાસ આપનાર એ પ્રસંગ મને બરાબર યાદ છે. આ પુરુષ જ્ઞાની છે એવા ભાવનો સમાગમ થયા પૂર્વેનો આ છેલ્લો મેળાપ હતો. મોક્ષમાળા અત્યંત પ્રિય મોક્ષમાળા મને એટલી બધી પ્રિય થઈ પડેલ કે તે મળી ત્યારથી તેને હંમેશ હું મારી સાથે રાખતો. સં.૧૯૪૪માં પ્રસિદ્ધ થયેલ છતાં એવા ગ્રંથની સં.૧૯૫૪ સુધી લગભગ ખબર જ નહીં. એ ગ્રંથની બીજી નકલો ક્યાંયથી મેળવવા પ્રયાસ કરતો. જેની જેની પાસે એ વાંચુ તેને તેને એ ગ્રંથ રાખવાનું મન થાય. પણ કર્તા કોણ છે એ ખબર નહીં, કે ત્યાંથી મંગાવું. મોક્ષમાળાના કર્તા શ્રીમદ્ છે, તેની જાણ થઈ સંવત્ ૧૯૫૪ની સાલમાં અત્રે હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કરતાં વઢવાણવાળા સ્વ.ત્રિભુવનદાસ ઓઘડદાસ વોરાને શ્રીમદ્ભો સમાગમ મોરબીમાં થયો હતો. ત્રિભુવનદાસ મારા સગાં સ્નેહી તેમજ
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy