SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો પ્રયોગના બહાને પશુવધનો વિરોધ મનસુખભાઈએ ઈનાક્યુલેશન (પ્રયોગના બહાને પાવધ) સામે ઘણા પેમ્પલેટ છપાવેલાં. તે વખતે એ સોસાયટીના તે સેક્રેટરી હતા. મુંબઈમાં એ નિબંધ એમણે જાહેર પુરુષો સમક્ષ દેવકીનંદનાચાર્યના પ્રમુખપણા નીચે વાંચ્યો હતો. આખી સભા એ નિબંધથી ખુશ થઈ હની અને દેશ પરદેશમાં જાહેર વહેંચણી કરવા એ નિબંધની ૨૦,૦૦૦ કૉપી છપાવી હતી. આમાંથી કેટલીક પ્રતો મુંદ્રા, મોરબી વગેરે સ્થળે વહેંચવા શ્રીમદ્દ્ની હાજરીમાં મને આપી, પછી શ્રીમદ્ ફરવા પઘાર્યા. શ્રીમદે મલમલનું એક શ્વેત ઉજ્વળ કાઠિયાવાડી લાંબી બાંયનું અંગરખું પહેર્યું હતું. અને માથે કાઠિયાવાડી ઊંચી શ્વેત વાંકડી પાઘડી પહેરેલી હતી તથા રેશમી કિનારનું શ્વેત અમદાવાદી ઘોતીયું પહેર્યું હતું. શ્વેતઉજ્જ્વળ ઉત્તરાર્સંગ સહિત ફરવા જવા માટે વખારના બારણા પાસે ઊભી રહેલ એ મૂર્તિ હજી મારા હૃદયપટમાં રહી છે. શ્રીમદ્ ફરવા પધાર્યા, અમે બધા સ્ટેશને ગયા. શ્રીમદ્વે સરસ્વતીનું વરદાન ૫૮ એકવાર દુર્લભજી ઝવેરીએ પ્રસંગવશાત્ નાનચંદભાઈ સાથે વાત શરૂ કરી કે વવાણિયાના રાયચંદભાઈ કવિ છે. તેને ઈશ્વર તરીકે માને છે. એમને સરસ્વતીનું વરદાન મળ્યું છે. અંગ્રેજી, સંસ્કૃત, માગધી કશું ભણ્યા નથી છતાં બધું જાણે છે; સરસ્વતીના બળથી શતાવધાન કરે છે. તે સાક્ષાત્ સરસ્વતી છે એ નામનો ગ્રંથ એક ભાઈએ લખ્યો છે જેમાં તે રૂપે તેમને ઓળખાવેલ છે. આવા આાયની વાત કહી. હું તો સાંભળી અચંબો પામ્યો કે આ રાયચંદ કવિ તે કોણ? હમણાં થોડા દિવસ ઉપર જેને મળ્યો હતા તે કે બીજા? ‘મોક્ષમાળા' ગ્રંથના દર્શન મોરબીમાં મારા એક સ્નેહી રા.અમૃતલાલ તલકશી જેઓ રાજકોટના સર ન્યાયાધીશ છે. તેમને ત્યાં ‘“મોક્ષમાળા” ગ્રંથ મેં જોયો. જૈનધર્મ સંબંધી જુદા જુદા શિક્ષાપાડી તેમાં હતા. તે જોઈ જૈનતત્ત્વ સંબંઘીની જિજ્ઞાસાએ એ ગ્રંથ વાંચવા મને બહુ ઇચ્છા થઈ. તેમની પાસેથી હું એ ગ્રંથ લઈ આવ્યો. આખો ગ્રંથ આદિથી અંત સુધી વાંચી ગયો. બહુ બહુ આનંદ થયો. કર્તા આના કોણ હશે? એ જિજ્ઞાસા થઈ, પણ અંદરથી કર્તાનું ક્યાંયે નામ ન મળ્યું. પણ કર્તા પ્રતિ બહુ ભાવ થયો. આ મોક્ષમાળા વાંચ્યા પૂર્વે થોડા દિવસો પહેલાં તરતમાં છપાયેલ ભરૂચના શેઠ અનુપચંદ મલુકચંદ કૃત પ્રશ્નોત્તર રત્નચિંતામણિ વાંચેલ. આ ગ્રંથ બહુ સારો લાગેલ તથાપિ મોક્ષમાળા વાંચ્યા પછી તે વધારે પ્રિય થઈ પડી. તે એટલે સુધી કે તેમાંના સામાયિક સંબંઘી શિક્ષાપાઠો અક્ષરશઃ એક નિબંદ્યરૂપે મોટા કાગળમાં લખી જાડા બોર્ડના કાગળ પર ચોંટાડી, ઉપાશ્રય કે જ્યાં મારે પ્રતિદિન સવારે સામાયિક કરવા જવાની ટેવ હતી ત્યાં સામાયિક કરનારા વાંચી શકે એવા સ્થળમાં ચોડ્યા. આમ મોક્ષમાળા મને બહુ બહુ પ્રિય થઈ પડી. બે ચાર વખત રસભેર ફરી ફરી એ વાંચી ગયો. મારા ઘરમાં પણ રાત્રિએ વાંચી સંભળાવું કે વંચાવું. એ ગ્રંથે મારામાં નવું લોહી રેડ્યું, ચૈતન્યની સ્ફૂર્તિ કરી. ઉનાળો પૂરો થયે મુંબઈ અભ્યાસાર્થે ગયો. સાથે એ ગ્રંથ પણ લઈ ગયો. 'મોક્ષમાળા'મયની બીજાને પણ અસર એપોલો (પાલવા) બંદર પર એલ્ફીન્સન કૉલેજની રેસીડેન્સીમાં અમે રહેતા. રાજકોટ ગુજરાતના
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy