SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ અને મનસુખભાઈ કિરતચંદ ગામમાં તેમને ઘેર ગયા. સ્ટીમરના પાસ નથા યુઈન સંબંધી બધી તજવીજ તેમ કરાવી. આ વખત લગભગ એક વાગ્યાનો હતો. ૫૭ વિદ્વાન સર્વત્ર પૂજાય છે તેમની ડેલીમાં પેસતાં જમણા હાથ પર બંઘ ઓસરી ઓરડા હતા, તે ઓસરી ઓરડાની લગોલગ ઊંડાણમાં એક વિશાળ વખાર હતી. આ વખાર દેશી ઢબના એક દીવાનખાના જેવી હતી. અંદર ગાદીતકીયા બિછાવ્યા હતા. એક સીસમનું મોટું બુક સ્ટેન્ડ હતું. તેમાં અનેક છાપેલાં પુસ્તકો ગોઠવી રાખ્યા હતા. પાસે કાચના આયનાવાળો એક સુશોભિત કબાટ હતો. એક ગાદી તકીયે ઓસરી ઓરડાના કરાની ભીંતની સામેની ભીંતે શ્રીમદ્ બિરાજ્યા હતા. તેમને અમે ત્રણ જણ વિનયપૂર્વક ભેટ્યા. શ્રીમદે કુશળ પૂછી. બાળભાવની નિર્દોષતામાં શ્રીમદ્ સમીપે હું પણ એક જુદા ગાદી તકીયે બેઠો. મારી પાસે જ દેસાઈ પોપટલાલ મનજીભાઈ એક લખવાની ઢાળવાળી પેટી પાસે ગાદી ઉપર બેસી કાંઈ લખતા હતા. શ્રીમદ્ સમીપે અનેક સૂત્રો રૂમાલમાં વીંટાયેલા પડ્યા હતા. એક શ્રીમંત વેપારી છતાં ધર્મસંબંધી આવા ગ્રંથો વાંચવાનું શ્રીમદ્ કરે છે એ વિચારતાં તેમના પ્રતિ અગાઉ થયેલ માનની લાગણીમાં સ્વભાવિક વધારો થયો. અમે બેઠાં એટલામાંજ કોઈ આયર એટલે આયર જાતિના પુરુષ આવી શ્રીમદ્ન સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યો, આથી સ્વાભાવિક આશ્ચર્ય થયું. અંગ્રેજી ચોથા ઘોરામાં શીખેલ કે ‘વિદ્વાન સર્વત્ર પૂષ્પો’ એ વાક્યે આ આશ્ચર્યનું સમાધાન કર્યું. પછી શ્રીમદ્ બોલ્યા— શ્રીમદ્ન સાદાઈ જોઈ આનંદ “મનસુખ, તમારી સાદાઈ જોઈ અમને બહુ આનંદ થાય છે.’’ (કપાળમાં કેસરચંદનનું તિલક કર્યું હતું અને જાડો જીનનો કોટ પહેર્યો હતો.) હું મૌન રહ્યો. શ્રીમદ્—‘“સાદાઈ બહુ સારી છે, વાળવા યોગ્ય છે. તમે ડૉક્ટર સાહેબ પ્રાણજીવનદાસને ઓળખો છો?'' મેં કહ્યું—જી ના, નામથી જાણું છું. યુક્તિપૂર્વકની ચર્ચાથી આવેલ પરિવર્તન શ્રીમદ્—‘ડૉક્ટર સાહેબ હાલ બહુ સાદાઈમાં આવી ગયા છે અને શાંત થયા છે. ડૉક્ટર સાહેબમાં વિલાયત ગયેલ હોવાથી સંગપ્રસંગ યોગે ઉ‰ખલવૃત્તિ વિશેષ હતી. અમને મળ્યા ત્યારે અમે પૂછ્યું—ડૉક્ટર સાહેબ, આ ખમીશનું કાપડ શા ભાવનું હશે? ડૉક્ટર કહે પચીસ ત્રીસ રૂપિયાનો તાકો. અમે કહ્યું—એવું જ ટકાઉ શોભીનું આઠ રૂપિયાના નાકાનું મળી શકે કે નહીં? ડૉક્ટર સાહેબ કહે કે મળી શકે, અમે કહ્યું કે પચીશ-ત્રીસના તાકાનું કાપડ પહેરવાથી તમારા ચારસો પગારના કોઈ ચારસો એક કરે? ડૉક્ટર કહે— ના. અમે કહ્યું કે ઃ આઠ રૂપિયાનું સાદું શોભીનું ટકાઉ પહેરવાથી ચારસોના ત્રણસો નવ્વાણું કોઈ કરે ? ડૉક્ટર કહે—ના. યુક્તિ અને દલીલપૂર્વક અમને કોઈ આવું કહેનાર મળ્યું નથી.'' આમ પ્રસંગોપાત્ત યુક્તિવિવેકપૂર્વકની ચર્ચાથી ડૉક્ટર બહુ સાદા, શાંત અને ધર્મ પ્રતિ પ્રેમભાવવાળા થયા છે; ઇત્યાદિ સાદાઈને સંબોધીને શ્રીમદ્રે કહ્યું, શ્રીમદ્ એક શ્રીમંત વેપારી હોઈને આવી આવી ધર્મવ્યવહાર અને પરમાર્થ બાબતો ઉપર સૂક્ષ્મતા અને વિદ્વતાથી વાતો કહે, એ અનુભવ થતાં મને તેમના પ્રત્યેના પૂજ્યભાવમાં પ્રેમસહિત ઉમેરો થયો હતો.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy