SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૫૬ શ્રીમદ્ગી અવઘાનશક્તિ અમે બઘા મોરબી હોઈએ અને શ્રીમનું મોરબીમાં પઘારવું થતું ત્યારે વખત પરત્વે તેઓ અમારું ઘર પાવન કરતા. અવઘાનકાળ વખતે મારા પિતાશ્રી કચ્છમાં હતા, પણ પાછળથી શ્રીમદુની અવઘાનશક્તિની વાત સાંભળીને મોરબીમાં મારા પિતાશ્રીને શ્રીમદુને મળવાનું થયું ત્યારે અવઘાન શું? એ જાણવા જિજ્ઞાસા બતાવી. ઘણું કરી આ સમય વિ.સં.૧૯૪૩નો હતો. અમારા એક કુટુંબી કાપડીયા છબીલાલ ફુલચંદની દુકાને મારા પિતાશ્રી ગ્રીન્સ સેન્ટન્સ બુક લઈને બેઠા હતા. શ્રીમદ્ અંગ્રેજી નથી જાણતા એમ મારા પિતાશ્રી જાણતા હતા. શ્રીમદ્ લામવિલોમ સ્વરૂપમાં એક અંગ્રેજી ચૌદ શબ્દોનું વાક્ય આપ્યું. એ વાક્ય સાંભળીને તરત જ સ્પષ્ટ અંગ્રેજીમાં જેવા રૂપમાં વાક્ય જોઈને તેવા રૂપમાં તે આખું વાક્ય શ્રીમદ્ ઉચ્ચારી ગયા. ફક્ત આટલાથી જ સાંભળનારા હેરત એટલે આશ્ચર્ય પામ્યા. ક્વચિત્ મારા પિતાશ્રી સાથે હું હોઉં અને શ્રીમદ્ રસ્તામાં મળે તો રસ્તામાં થોડો વખત ઊભા જ રહે, કુશલ-સમાચાર પૂછે – “આ મનસુખ કે? કેમ છે મનસુખ? શું ભણે છે? ઇત્યાદિ ઊભી વાંકડી પાઘડી બાંઘેલ ભવ્ય દેખાતા એ પુરુષ હસમુખી વાણીથી પૂછે જ. એક કરતાં વધારે વારના પ્રસંગો યાદ છે. તે પ્રસંગોનું મૂલ્ય તે વખતે ન જણાતું, પણ હવે એ જ્ઞાની પુરુષને (એક મહાત્મા તરીકેનો સંબંઘ) સંભારું છું ત્યારે એ બાળવયના પ્રસંગો પણ બહુ બહુ કિંમતી લાગે છે. શ્રીમનું જૈનસૂત્રોનું પઠન વિ.સં.૧૯૫૦ના આસો માસમાં હું મુંબઈ ગયેલ ત્યારે એક-બે વખત શા. રેવાશંકર જગજીવનની પેઢી ઉપર ગયેલ. પેઢી પાયઘુની ઉપર શ્રી ગોડીજીના દેરાસરની ડાબી બાજુએ હતી. જ્યાં હાલ શ્રી મહાવીર પ્રભુનું મંદિર છે. શ્રીમદુનો ત્યાં પરિચય થયેલો. વ્યવહારની રીતે કુશલ સમાચાર પૂછેલ, દાડમ આદિ કાંઈ છૂટ હતું તે ખાવા આપેલ. તે વખતે ચિનાઈ કાચની રકાબીમાં શાહી-ખડીયો-કલમ રાખતા અને કાંઈ લખ્યા કરતા. પાસે તરતમાં જ પ્રસિદ્ધ થયેલું સ્વ.મણિલાલ નભુભાઈનું શ્રી ષદૃર્શન સમુચ્ચયનું ભાષાંતર હતું. તેમજ રૂમાલમાં વીંટાયેલા જૈનસૂત્રો જેવું કેટલુંક હતું. જૈનધર્મ પ્રતિ મૂળથી જ પ્રેમ હોવાથી આ ગ્રંથો જોઈ શ્રીમદ્ પ્રતિ સ્નેહ અને માનની લાગણી ઊપજતાં અને શ્રીમની મીઠીવાણીએ સ્નેહ તથા માનને પુષ્ટિ-વૃદ્ધિ કરતાં બાળવયનાને મોટી વયવાળા પાસે જે સ્વાભાવિક સંકોચ થાય તે અત્રે સ્વયં દૂર થઈ જતો. શ્રીમન્ના નાનાભાઈ મનસુખભાઈ પણ આ વખતે અભ્યાસ કરતા. સંવત્ ૧૯૫૦ના પરિચયથી મનસુખભાઈ પણ મારા પ્રતિ બહુ પ્રેમ ઘરાવતા હતા. સજનને ઉચિત વિવેક વ્યવહાર વિ.સં.૧૯૫૩ના ચૈત્ર સુદ ૬ને દિવસે હું, મારો નાનો ભાઈ માઘવજી અને મારો ચિ.હરિલાલ એ ત્રણે મુંદ્ર જવા વવાણિયાની ટ્રામ એટલે નાની ગાડીમાં બેઠા. મુંદ્રામાં મારા પિતાશ્રી પોસ્ટ માસ્તર હતા. અમે સાડા દશે-અગિયારે વવાણિયે પહોંચ્યા. સ્ટીમર બીજે દિવસે સવારે મળે એમ હતું, એટલે તે દિવસે વવાણિયા સ્ટેશને રહેવાનું ઘાર્યું. નાસ્તો કરી વેઈટીંગ રૂમમાં બેઠા, ત્યાં અચાનક મનસુખભાઈ આવી ચઢ્યા. જોતાં જ “ઘરે કેમ ન આવ્યા?” એ આદિ એક સજ્જનને ઉચિત વિવેકભર્યો ઠપકો આપ્યો. “આપ ગામમાં છો એ ખબર ન હતી.' ઇત્યાદિ રીતે સમાધાન કર્યું. પછી સાંજનું જમવાનું કબૂલ કરી સાથે
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy