SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૩૦ છેવટ સુધી તે જ લક્ષ હતું. તે પણ માત્ર અઠ્ઠાવીસ વર્ષની નાની વયમાં પાછળ બે દીકરા મૂકી ચાલ્યા ગયાં. મારો નાનો ભાઈ રતિલાલ પણ બાર વર્ષનો થઈ ગુજરી ગયો. અત્યારે કુટુંબમાં હું એક રહી ગણાઉ અને બીજા ગણીએ તો શ્રી મનસુખભાઈના દીકરા સુદર્શન. તેઓ કુટુંબપ્રેમી, વિનયી અને સમજા છે. “બુદ્ધિપ્રકાશ' હું છ વર્ષની હતી ત્યારે આટલું મોટું કુટુંબ હોવા છતાં તેમાંથી મારું નામ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના લાઈફ મેમ્બર તરીકે પ્રભુએ નોંઘાવ્યું હતું. તેના માસિક પત્રનું નામ “બુદ્ધિપ્રકાશ' છે, તે જયાકુંવર રાયચંદભાઈ’ને નામે આજે પણ મને મળે છે. (આમજનોની જીવનરેખામાંથી ઉદ્ધત) શ્રી જગુભાઈ વોહરા વવાણિયા એ તો આતમ ધ્યાની છે એમને કાંઈ નહીં થાય હું બાર વરસનો હતો. અમારું ઘર તે વખતે ટેકરા ઉપર હતું, ત્યાં પાછલી ડેલીનું બારણું વોકળામાં પડતું હતું, ત્યાં કૃપાળુદેવ બપોરના સમયે વોકળાના ખાડામાં ધ્યાન ઘરતા બેઠેલા કેટલી વાર જોયા છે. અમો નિશાળેથી છૂટીએ ત્યારે ત્યાં કુતૂહલથી જોવા જઈએ તો બે ત્રણ કલાક સુધી એક જ આસને ત્યાં બેઠેલા હોય. અમો બધા છોકરાઓ તેમની નજીક જઈને જોઈએ કે તેમનો શ્વાસ ચાલે છે કે નહીં? એમ રમતમાં અમે જતા અને જોતા. ત્યાંથી ગાડાવાળા કોઈ નીકળે તે અમને હાંકી કાઢતા કે છોકરાઓ જાવ જતા રહો, એ તો આતમધ્યાની છે એમને કાંઈ ન થાય. ત્યારથી અમો આતમધ્યાની તરીકે તેમને ઓળખતા હતા. શ્રી નકુભાઈ દોશી વવાણિયા મોઢે જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરતા હું દસ વર્ષની ઉંમરનો હતો. શેરીમાંથી સાંજે કૃપાળુદેવ ફરવા નીકળતા. તેમની સાથે ગુજરાતના ઘણા મુમુક્ષુઓ હોય તથા પોપટ મનજીના હાથમાં પાણીનો મોટો લોટો હોય અને આગળ ચાલતા હોય. કૃપાળુદેવે શાલ ઓઢેલી, ચાલ બહુ ધીમી અને શાંત હતી. તેમની પાછળ પાછળ અમો પણ કોઈ કોઈવાર જતા, ત્યાં તળાવની પાળે ચઢીને જોઈએ તો તેઓ છેક દરિયા તરફ જતા હોય અને ત્યાં સત્સંગ વાર્તા થતી અને મોડી રાતે પાછા ફરતા હતા. વળી એમના ઘરની બેઠકમાં વાંચતા હોય અને ઝડપથી પાના ફેરવતા હોય તથા કોઈની સાથે બોલે કે વાતચીત કરે ત્યારે જાણે મુખમાંથી ફુલ ઝરતા હોય તેવી વાણી મીઠી લાગતી, અને મોઢે જાણે સરસ્વતી વસી હોય એમ ખુલાસા કરતા. હું ઘણાના પરિચયમાં આવ્યો છું પણ એમના જેવા દયાળુ કોઈ જોવામાં આવ્યા નથી.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy