SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા વવાણિયા શ્રીમદ્ભા લઘુબંધુ શ્રી મનસુખભાઈ શ્રીમર્થી ૯ વર્ષ નાના હતા. તેઓને ઉત્તમ કેળવણી આપી તૈયાર કરવાની શ્રીમદે ખાસ સંભાળ રાખી હતી. બેય ભાઈઓ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ સં.૧૯૫૦ કાર્તિક સુદમાં શ્રીમદ્જી મનસુખભાઈ કીરતચંદને કહે છે–“મનસુખ! તમને જોઈ આનંદ થાય છે. મનસુખ છઠ્ઠી અંગ્રેજીમાં છે, તમે મેટ્રિકની પરીક્ષા આપી.” તે વખતે મનસુખભાઈશ્રીમદ્ભા લઘુબંધુની ઉંમર ૧૭ વર્ષની હતી. અને સં.૧૯૫૭માં શ્રીમન્ના અવસાન વખતે તેઓની ઉંમર ૨૪ વર્ષની હતી. શ્રીમદે પોતાની મિલક્ત વગેરે સર્વ પોતાના લઘુબંધુને નામે જ કર્યું હતું. અને માતાપિતાની તેમજ સ્વકુટુંબની સંભાળ રાખવાનું પણ તેમને જ સુપ્રત કર્યું હતું. મરણ વખતે પણ છેવટ સુધી મનસુખભાઈ હાજર હતા. આ બધી હકીક્ત ઉપરથી જણાય છે કે બે ભાઈઓ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો નિર્મળ સ્નેહ હતો. શ્રીમદ મનસુખભાઈ ઉપર પૂરો વિશ્વાસ મૂક્યો હતો. અને મનસુખભાઈએ તે વિશ્વાસને અનુરૂપ પોતાની ફરજો અદા કરી હતી. શ્રીમન્ની તબિયત નરમના કારણે જવાબદારી વધી શ્રી મનસુખભાઈ મેટ્રિક થયા પછી શ્રીમદે તેઓને પોતાની સાથે દુકાનના કાર્યમાં જોડ્યા હતા. પછીથી શ્રીમની તબિયત નરમ રહેવાને કારણે તેઓ પર વ્યવહાર તેમજ પરમાર્થ કાર્યની જવાબદારી વિશેષ આવતી ગઈ. શ્રીમી હયાતીમાં તેઓશ્રીની આજ્ઞાથી ખંભાતના શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ રાજચંદ્રના મૂળ પત્રો મેળવી તેમની નકલો આજ્ઞા મુજબ જુદા જુદા મુમુક્ષુઓને મોકલતા. અને મૂળ પત્રો વગેરે સાચવીને રાખતા. શ્રીમદ્જીનું જીવન અને વિચારોને પ્રથમ પ્રકાશમાં આણવા પ્રયત્નો શ્રીમદ્ભા અવસાન પછી શ્રી મનસુખભાઈએ શ્રીમનું જીવન અને શ્રીમન્ના વિચારો પ્રકાશમાં આણવા વિના વિલંબે પ્રયત્ન કર્યો. શ્રીમદ્ભા મૂળ પત્રો જ્યાં જ્યાં હતા ત્યાંથી મંગાવી પરમકૃત પ્રભાવક મંડળને સુપરત કર્યા અને શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથની પ્રથમવૃત્તિ ૧૯૬૧માં બાળબોઘ લિપિમાં, પરમકૃત પ્રભાવક મંડળ દ્વારા બહાર પાડી. ત્યારબાદ સંવત્ ૧૯૬રમાં તેઓએ “સનાતન જૈન” નામે સૈમાસિક બહાર પાડ્યું. તે લગભગ પાંચ વર્ષ એટલે સં.૧૯૬૭ સુધી તો ચાલું હતું. મનસુખભાઈની પત્રકાર તરીકે લેખનશક્તિ ઉત્તમ હતી અને તેઓએ શાસ્ત્રોનું સંશોઘન કરી જૈન ઘર્મની મૂળ પ્રણાલિકા ઉપર સારો પ્રકાશ પાડ્યો. તેઓ નીડરપણે સત્યને હેતુ, દાખલા-દલીલો સહિત પ્રગટ કરતા. તેઓની શૈલી તે પછીના પત્રકારોએ પણ અપનાવી હતી. શ્રીમની જન્મ જયંતી ઉજવવાનું શરૂ કર્યું શ્રીમદુના વચનામૃતો બહાર પડતાં ઘણા જૈન તેમજ જૈનેતરો તેમાં રસ લેતા થયા ત્યારે મનસુખભાઈના
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy