SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન જેવું નામ તેવા ગુણ પૂ.દેવમાનાં નામ તેવા જ ગુણ હતા. દેવી જેવા શાંત. પ્રભુજીના માતા એટલે જગતનાં માતા એવાં જ વાત્સલ્યમૂર્તિ હતાં. એક પૂજામાં આવે છે કે પ્રભુમાતા તું જગતની માતા, જગદીપકની ઘરનારી, માજી! તુજ નંદન ઘણું જીવો, ઉત્તમ જનને ઉપકારી.” દેવમાં ઉત્તમ કોટીના ભોળા જીવ તેમની સમીપ મુક્તિગામીને જ એવું પુણ્ય સાંપડે. પૂ.દેવમા ઉત્તમ કોટીના ભોળા જીવ હતા. મારાતારાનો ભેદ તેમને બિલકુલ નહોતો. કુટુંબના સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ હતી. દરેકને સમભાવે જોતાં. પોતાથી બનતી બધી સેવા કરતાં. તેમનું દિલ વિશાળ અને ઉદાર હતું. તેથી તેમના પ્રત્યે સૌને પ્રેમ રહેતો. પરમકૃપાળુ દેવના પુત્ર છગનભાઈ મારા મોટાભાઈ પૂ.છગનભાઈને પૂ.પિતાજી પ્રત્યે બહુમાન અને ભક્તિ હતા. તેઓ જાણે પૂપિતાજીના જ્ઞાનનો વારસો લેવાના સાચા અધિકારી ન હોય! તેમને પરમકૃપાળુદેવ છગનશાસ્ત્રી કહીને બોલાવતા. તેમના વિચારો ઘણા ઊંચા હતા. આચાર પણ વિચારને જ અનુરૂપ હતા. વીસ વર્ષની નાની વયમાં તેમણે દેહ છોડ્યો. પોતાને સખત માંદગી હોવા છતાંયે તેમનામાં જરા પણ વ્યાકુળતા ન હતી. વેદનામાં પણ કૃપાળુદેવનું નામસ્મરણ વીસરતા નહીં. તેમણે વ્યાવહારિક ચિંતાની તો વિસ્મૃતિ જ કરી હતી. સગપણ કરવાની તૈયારી હતી પણ પોતે જ ના કહેતા હતા. પછી મંદવાડ વધ્યો ત્યારે કહેતા કે જીવવાની ઇચ્છા એટલા જ માટે છે કે આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, જૈન ઘર્મ, “સદગુરુ પિતા'- આ સર્વે અનુકૂળતા ફરી-ફરી મળવી દુર્લભ છે. વીસ વર્ષની યુવાન વય છતાં તેમને મોજશોખનું નામ નિશાન નહોતું. તેમણે શાંતભાવે દેહ છોડ્યો હતો. આજે પણ એ પવિત્રાત્માના ગુણો ખૂબ જ સાંભરી આવે છે. તું કાશી નહીં પણ આત્મા મારાથી નાના બહેન કાશીબહેન સગુણી હતા. તેઓ નાનાં હતાં ત્યારે એક વખત રમતાં રમતાં પ્રભુના ખોળામાં જઈને બેસી ગયા. પ્રભુએ પૂછ્યું, “બહેન, તમારું નામ શું? કાશીબહેન કહે, “બાપુ, તમને ખબર નથી? મારું નામ કાશી.' ત્યારે કૃપાળુદેવે કહ્યું, “બહેન, તારું નામ કાશી નહીં પણ “સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી આત્મા.” એ સાંભળી કાશીબહેન રડતાં રડતાં મા પાસે ગયાં. જઈને કહેવા લાગ્યા, “મા, મારા બાપુજી મારું નામ કાશી નહીં પણ કંઈક જુદું જ કહે છે. ત્યારે ઉંમર નાની હતી તેથી કાશીબહેનને કંઈ સમજ ન પડી. પણ અવ્યક્ત સંસ્કાર જે જ્ઞાની પુરુષ દ્વારા રોપાય છે તે કાળે કરીને ફળરૂપ થાય છે જ. કાશીબેનને મંદવાડમાં પરમકૃપાળુ દેવનું જ સ્મરણ આર્યાવર્તના ઇતિહાસમાં જોઈશું તો મદાલસા જેવી સતી માતાઓ બાળકને પારણામાં હોય ત્યારથી જ મહાપુરુષનાં ચરિત્રો સંભળાવે છે. હાલરડાં પણ તેવાં જ ગાય. “સિદ્ધોસિ, બુદ્ધોસિ, નિરંજનોસિ.” માતાપિતાનો વિયોગ હોઈ કાશીબહેન ઘરમાં સૌને બહુ પ્રિય હતા. શ્વસુર પક્ષમાં પણ તેઓ સમતાવાન અને વિવેકી હોવાથી તેમણે સૌનો પ્રેમ સંપાદન કર્યો હતો. મારા બનેવી શ્રી રેવાશંકરભાઈને પરમકૃપાળુદેવ પ્રત્યે તેમણે જ વાળ્યા હતા. કાશીબહેનને મંદવાડમાં પણ પરમકૃપાળુદેવનું જ સતત સ્મરણ રહ્યું હતું.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy