SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ શ્રીમદ્ અને સુપુત્રી જવલબેન શિક્ષકને બોલાવીને કહ્યું, ‘લવજીભાઈ, આને પ્રેમ રાખી ભણાવજો. જરા પણ ખિજાતા નહીં કે મારતા નહીં.” લવજીભાઈના મનમાં થયું કે મોટા માસ્તરના સંબંઘીનો પુત્ર હશે તેથી આમ ભલામણ કરતા હશે. લવજીભાઈ તો પોતાના વર્ગમાં બાળ રાજચંદ્રને લઈ ગયા. એકથી પાંચ સુધી આંકડા લખી આપ્યા અને કહ્યું, “રાયચંદ, જા ક્લાસમાં બેસીને ઘૂંટી લાવ.” પ્રભુ પાટી તરફ એક નજરે જોઈ રહ્યા અને વિચારમગ્ન થયા, તરત જ શિક્ષકને જઈને કહ્યું કે સાહેબ, આ તો મને આવડે છે. એમ કહી પાંચે આંકડા લખી બતાવ્યા. શિક્ષકના મનમાં થયું કે ઘરમાં તેને શીખવ્યા હશે. બીજે દિવસે પ્રભુએ સો સુથી લખી બતાવ્યું. (શ્રી સ્થૂલભદ્રજીના ચરિત્રમાં તેમની બહેનો સંબંધી એવું વર્ણન આવે છે, કે પ્રથમ બહેનને એક વખત સાંભળે ત્યાં જ યાદ રહી જતું, બીજી બહેનને બે વાર સાંભળતા ને ત્રીજી બહેનને ત્રણ વાર સાંભળતા યાદ રહેતું. તેઓ એક પાઠી, બે પાઠી, ત્રણ પાઠી એમ કહેવાતાં.) પ્રભુ જન્મથી જ એક પાઠી હતા. તેમની સ્મૃતિલબ્ધિને લીધે તેમને એક વખત જોતાં કે સાંભળતાં બધું યાદ જ રહી જાય. આ બાળક પૂર્વજન્મનો આરાઘક દેવાંશી પુરુષ છે. પ્રભુ થોડા દિવસ નિશાળે ગયા ત્યાં તો તેમના શિક્ષક પ્રભુની અપાર શક્તિ જોઈ નવાઈ પામી ગયા. એકવાર ગુજરાતી પહેલી ચોપડીના પાઠ વંચાવ્યા તે પ્રભુ બરાબર એક પણ ભૂલ વિના વાંચી ગયા. તે જોઈને શિક્ષક શ્રી લવજીભાઈ તો તાજુબ થઈ ગયા. મોટા માસ્તર પાસે રાયચંદને લઈ ગયા અને કહ્યું કે સાહેબ, આ વિદ્યાર્થી મારા ક્લાસનો નથી, ઉપરના ઘોરણનો છે. આ બાળકને મારે શું ભણાવવું? ગમે તે કવિતા, પાઠ, અર્થ, ગણિત જે કહીએ તે બધું જ જરા પણ ભૂલ વિના તે જ પ્રમાણે બોલી તથા લખી જાય છે. મુખ્ય શિક્ષક આ જાણી આશ્ચર્ય પામ્યા અને એક વિદ્યાર્થીને મોકલી રવજીભાઈને બોલાવી પૂછ્યું કે ‘તમારા આ બાળકને તમે ઘરે કંઈ અભ્યાસ કરાવો છો?” રવજીભાઈ અદાએ કહ્યું કે, “સાહેબ, પાટીને પેન નિશાળે તેને બેસાડ્યો ત્યારે જ લાવ્યો છું. તે સાંભળી સુસંસ્કારી મોટા માસ્તરને બરાબર સમજાઈ ગયું કે આ બાળક પૂર્વજન્મનો કોઈ આરાધક દેવાંશી પુરુષ છે. આમ સમજી ગયા પછી તેઓ તેમને પોતાની પાસે જ બેસાડતા. શ્રીમનું વિવેકજ્ઞાન સર્વને આશ્ચર્યકારક પ્રભુના બાળમુખે જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યની કવિતાઓ બોલાવતા. પ્રભુએ એક જ વર્ષમાં ચાર ઘોરણનો અભ્યાસ કરી લીધો હતો. ચોથા ઘોરણની પરીક્ષા લેવા માટે મોરબી સ્ટેટના એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર સાહેબ શ્રીયુત પ્રાણલાલભાઈ વવાણિયા આવેલા. સમા અને વિચક્ષણ પુરુષો કોઈના પરિચયમાં આવતાં જ તેમને મળી જાય છે. પરીક્ષા લેતી વેળાએ જ પ્રભુની લાક્ષણિકતાનું ઈન્સપેક્ટર પ્રાણલાલભાઈને ભાન થયું. તેમણે શાળા શિક્ષકને પૂછ્યું: “આ વિદ્યાર્થી કોણ છે?” મુખ્ય શિક્ષકે કહ્યું: “સાહેબ, દેખાય છે તો નાનકડો બાળક, પણ પૂર્વના સંસ્કાર લઈને આવેલો કોઈ બાળયોગી છે એમ અમે તેને સમજીએ છીએ. એક વર્ષમાં જ તેણે ચાર ચોપડીનો અભ્યાસ પૂરો કર્યો છે.' આ સાંભળી પરીક્ષક સાહેબ બાળપ્રભુની સાથે વાતોએ વળગ્યા. તેમ કરતાં કંઈક લંબાણ થતાં તેમાંથી ઘર્મ વિષયની ચર્ચા નીકળી. તે પરત્વે આ બાળકનું વિવેકયુક્ત અને ગંભીર ભાવનિરૂપણ થતાં પ્રભુ પર ઈન્સપેક્ટર સાહેબને બહુ પ્રેમ આવ્યો અને ઉલ્લાસમાં આવી તેઓ પોતાની સાથે તેમને જમવા તેડી ગયા.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy