SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૨ પ્રભુએ તે વયમાં રચેલી કવિતાઓ-જેમાંથી કેટલીક તો છાપામાં પણ મોકલી હતી તે તેમને બતાવી. તે સઘળું જોઈને અને સાંભળીને તેમને બહુ જ આશ્ચર્ય ઉત્પન્ન થયું અને પ્રભુને કહ્યું કે, “જ્યારે મોરબી આવવાનું થાય ત્યારે જરૂર મને મળવાનું રાખજો.” શ્રીમદ્ભા અક્ષર સરસ અને શુદ્ધ પ્રભુ તેર વર્ષના હતા ત્યારે તેમને વવાણિયામાં આવેલ કચ્છ દરબારના ઉતારે (તેઓના અક્ષર સરસ અને શુદ્ધ હોવાથી) નકલો કરવા બોલાવતા હતા. (આ વાત લવજીભાઈ મોતીચંદ પાસેથી પૂ.જવલબાને જાણવા મળી છે.) સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન બાળવયમાં જ પ્રભુની આવી અદ્ભુત શક્તિ અને જ્ઞાનપ્રભાવ ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. એમનું જીવન જ પૂર્વજન્મની, કર્મની અને આત્માની સ્પષ્ટ પ્રતીતિ કરાવે એવું છે. એમણે પોતે જ આ સંબંધે એક કાવ્યમાં દર્શાવ્યું છે કે, લઘુવયથી અભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોઘ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોઘ?... જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય?... જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર જ્યોત..... કરી કલ્પના દ્રઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર..... આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતાં પામી ગયા, આત્મઘર્મનું મૂળ..... (શ્રીમને સાત વર્ષની ઉંમરે જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થયેલું અને વૈરાગ્યભાવ વઘવા લાગેલો તે સંબંધી આ કાવ્ય તેઓશ્રીએ સંવત્ ૧૯૪૫માં લખેલું.) અવઘાનોની અદ્ભુત સ્મરણશક્તિા પ્રભુએ કરેલ અવઘાનોની વાત સાંભળતા જ આશ્ચર્યચક્તિ થઈ જવાય છે. શી અભુત સ્મરણશક્તિ! બાવન અવઘાનો સંબંધમાં તેમણે પોતે જ લખ્યું છે તે વાંચવાથી તેમના અદભુત માહાભ્યનો અને ભક્તિ પ્રસન્નતાનો ખ્યાલ આવશે. આ અવઘાન પ્રયોગો વિષે પોતે જણાવે છે કે આ “આત્મ-શક્તિનું કર્તવ્ય છે. તેઓના તે વચનો પણ સહજ તેમ જ અભુત આત્મસામર્થ્યનું ભાન કરાવે છે. પ્રખર વિદ્વાનો અને રાજ્યાધિકારીઓ પણ મુંબઈમાં તેઓશ્રીના અવઘાનપ્રયોગો જોઈ આશ્ચર્યમુગ્ધ થયા હતા. છતાં તેઓ પોતે તે સિદ્ધિઓથી પોતાના ધ્યેયમાંથી વિચલિત થયા નથી.
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy