SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો ૨૦ શરણે લીધા ને સાસરે ન ગયા. અનાથ બાળકોને લઈ પિયર છોડી ચાલી નીકયા અને વવાણિયા આવી, આજે જ્યાં રામમંદિર છે ત્યાં આવીને રહ્યા અને પોતાનું સમગ્ર જીવન અનાથ, દીનદુઃખીયાં અભ્યાગતોની સેવામાં તેમજ પ્રભુભક્તિમાં ગાળ્યું. સૌને તેમનાથી શાંતિ મળતી. પૂ.દેવમાનો પણ તેઓ એક ઉત્તમ વિસામો હતા. તેમણે પૂ.દેવમાને એક ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થશે એમ કહ્યું હતું અને એ ભવિષ્યવાણી ખરી પડી. પરમકૃપાળુદેવના પિતાશ્રી સ્થાનકવાસી જૈન મારા પિતામ૰ (રવજી અદા) સ્થાનકવાસી જૈન હતા. તેમનામાં ગરીબો પ્રત્યે બહુ દયાભાવ હતો. ગરીબોને અનાજ, કપડાં વગેરે આપતા. સાધુ સંત, ફકીર પર પણ તેમને બહુ આસ્થા હતી. તેમની સેવા, ભક્તિ કરે અને જમાડે પણ ખરા, વવાણિયામાં ત્યારે કોઈ ઓલિયા ફકીર આવેલા. તેમની સેવા તેમણે બાહુ કરી હતી. તેમની પાસે દ૨૨ોજ ભોજન વગેરે લઈને જતા. એક વખત તે ઓલિયાએ મારા પૂ.દાદાને કહ્યું : ‘વજી, કલ સર્બરે તુમ જલ્દી આના.' તેમણે કહ્યું “બહુ સારું, બાપજી, વહેલો આવીશ.' બીજે દિવસે ઘરે મહેમાન આવેલા, તેમની સરભરા કરવામાં બાપજી પાસે જતાં મોડું થયું. મહેમાનો માટે ચૂરમું કર્યું હતું તે બાપજીને જમાડવા માટે લઈને ગયા, ફકીર બાવા પાસે પહોંચતા જ તેમણે કહ્યું : “૨વજી, તુમ બહુત દેરસે આયે. અચ્છા! રવજી, તેરેકો દો લડકે હોંગે, એક તો બડા નામ નિકાલનેવાલા હોગા, ઔર દૂસરા ભી અચ્છા હોગા. દોનોં લડકે તુમ્હારા નામ રોશન કરેંગે. મગર બડા લડકા સબકો વંદનીય હોગા. લેકિન રવજી, તુમ બહુત દેરસેં આયે, વક્ત ચલા ગયા. ઈનકે આયુષ્યમેં ફેર પડેગા ઐસા માલૂમ હોતા હૈ. તુમ અબ ઘર પર જાઓ, તુમ્હારા ભલા હોગા.’ . પૂ. દેવમા પ્રત્યે તેમના સાસુજીને બહુ વહાલ હતું. અને તેઓ કહેતા : દેવ!તું તો મારે ત્યાં દેવી જેવી છે. તારા જેવી ભલી વહુ કોઈકને જ ત્યાં હશે. બેટા, સૌ સારું થશે. સંવત્ ૧૯૨૪ કાર્તિક પૂર્ણિમાએ પરમકૃપાળુદેવનો જન્મ આમ સાધુસંતોની સેવા અને સાસુ-સસરાના આશીર્વાદ પૂ.દેવમાને ફળ્યા, અને સંવત્ ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાને વાર રવિની પાછલી રાત્રિએ (રાત્રે બે વાગ્યે) દેવદિવાળીના દિવસે પૂ.દેવમાએ પુત્રરત્નને જન્મ આપ્યો. જેમનું નામ તે દિવસથી ‘રાયચંદભાઈ' રાખવામાં આવ્યું. (તેમનું હુલામણાનું નામ ‘લક્ષ્મીનંદન’ હતું. સંવત્ ૧૯૨૮માં તે બદલીને ‘રાયચંદ’ પાડવામાં આવ્યું. આગળ જતાં તેઓ શ્રીમદ્ રાજચંદ્ર નામે પ્રસિદ્ધ થયા.) સાત વર્ષની વયે નિશાળે બેસાડ્યા પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય, એમ આ ભવ્ય વિભૂતિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય જેવા તેજસ્વી પોતાના બાળકને તેડીને પૂ.દેવમા રામમંદિરે પૂ.રામબાઈની પાસે જતાં. પ્રભુ સાત વર્ષના થયા ત્યારે રવજી અદા તેમને નિશાળે બેસાડવા લઈ ગયા. વવાણિયાની નિશાળમાં લાવ્યા ને ત્યાં મોટા માસ્તરને વિનંતી કરી કે મારા આ એકના એક દિકરાને બરાબર ભણાવજો; એને મારશો નહીં કે લડશો નહીં. આવી ભલામણ કરી મોટા માસ્તરને સોંપી તેઓ ઘરે આવ્યા. સાહેબ, આ તો મને આવડે છે. પ્રભુની અપૂર્વ તેજસ્વિતાએ મુખ્ય શિક્ષકના અંતરમાં પ્રેમ જગાડ્યો અને તેમના હાથ નીચેના
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy