SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પૂજ્ય જવલબાનાં સંસ્મરણો વવાણિયા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કુળપરંપરા અને જીવન વિષે જાણવાની સૌની ઇચ્છાથી પૂ.શ્રી જવલબાએ તેમના પૂ.દાદીમા અને વડીલો પાસેથી સાંભળેલી અને પ્રત્યક્ષ જોયેલી હકીકતો નીચે પ્રમાણે જણાવી છે : મહાપુરુષના જન્મથી વવાણિયા તીર્થધામ બન્યું સૌરાષ્ટ્રમાં આવેલું વવાણિયા બંદર, પૂર્વે તેની જાહોજલાલી અને વેપાર-રોજગાર માટે સુવિખ્યાત હતું. વસ્તી અને વસ્તુ બન્ને દ્રષ્ટિએ જે આજે છે તેના કરતાં અનેકગણું સમૃદ્ધ હતું. સમયના વહેણ સાથે આજે આ સ્થળ પૂર્વે હતું તેવું રહ્યું નથી. પણ એ મહાપુરુષનો જન્મ આ નાનકડા ગોકુળિયા જેવા ગામમાં હોઈને આજે એ પવિત્ર તીર્થધામ બન્યું છે. દેવમાની સેવાથી સાસુ સસરા પ્રસન્ન આ મહાપુરુષનો જન્મ શા. દામજી પીતાંબરના કુટુંબમાં થયો હતો. એમના પિતામહનું નામ પંચાણભાઈ હતું. તેઓ મોરબી પાસે આવેલા માણેકવાડા ગામના મૂળ રહીશ હતા. તેઓ પાંચ ભાઈઓ હતા. તેમની સંપત્તિ એટલી વિપુલ હતી કે તેના ભાગ ગણતરીએ નહીં પાડતાં તાંસળીએ (મોટા વાડકા) પાડ્યા હતા. પંચાણભાઈને દીકરો નહીં હોવાથી તેમને ઓછો ભાગ આપ્યો તેથી માઠું લાગતાં પોતાનું વતન છોડી તેઓ વવાણિયા આવીને રહ્યા. (સંવત્ ૧૮૯૨માં વવાણિયા આવ્યા પછી દાદાજીએ એક મકાન વેચાતું લીધું હતું અને એ જ મકાનમાં શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ થયો.) અને વહાણવટાનો ધંધો શરૂ કર્યો. રવીચી માતાની તેમણે માનતા રાખી. ત્યારબાદ પુત્રનો જન્મ થયો. તેથી તેમનું નામ રવજીભાઈ પાડ્યું. ઉંમરલાયક થતાં માળિયામાં રાઘવજી શાહની દીકરી શ્રી દેવબાઈ સાથે શ્રી રવજીભાઈનાં લગ્ન થયાં. દેવબાઈ સ્વભાવે સરળ દેવી સમાન હતા. તેમના પૂ.સાસુજી ભાણબાઈને તથા સસરાજી પૂ.પંચાણભાઈને આંખની તકલીફ હોવાથી પૂ.દેવમાં તેમની સુશ્રુષા અને ઘરનું કામકાજ ખૂબ ઊલટથી કરતાં. વહુની આવી એકનિષ્ઠ સેવાચાકરીથી તેઓ બહુ પ્રસન્ન રહેતાં પૂ.દેવમાને ત્યારે બાળક નહોતું. એકવાર સાસુએ આશિષ આપી કે : “વહુ બેટા! ફૂલની જેમ ફૂલજો.” પૂ.રામબાઈમા પવિત્ર બાળબ્રહ્મચારિણી અત્રેની રામમંદિરની જગ્યામાં ત્યારે પૂ.રામબાઈમા આવી રહ્યાં હતાં. પૂ. રામબાઈમા પવિત્ર બાળબ્રહ્મચારી હતાં. ઘણા દયાળુ હોઈ તેમણે અનાથ અને સાધુસંતોની સેવાનું વ્રત આદર્યું હતું. તેમની જગ્યા સૌ અભ્યાગતોને માટે સદા ખુલ્લી હતી. તેમનું ચરિત્ર વિસ્તારથી ‘રામબાઈ મા’ નામના પુસ્તકથી પ્રસિદ્ધ થયેલું છે. રામબાઈમાની પાસે દેવમાનું પ્રસંગોપાત્ત જવાનું થતું. વવાણિયા આવી પૂ. રામબાઈમા સેવા ભક્તિમાં તત્પર થયા પૂ.રામબાઈમાના લગ્ન નાની ઉંમરમાં થયા હતા. સાસરિયાં તેમને આણું તેડવા આવેલા ત્યારે દુષ્કાળને કારણે ભૂખ્યાં બાળકોનાં ટોળેટોળાં તેમને ગામ વાંટાવદર આવ્યા હતાં. લોકો નિર્દયપણે તેમને મારી મારીને હાંકી કાઢતા હતા. આ જોઈ પૂ.રામબાઈમાને અત્યંત દયાભાવ સ્ફર્યો. સૌ બાળકોને પોતાને
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy