SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ કાળદોષ કળિથી થયો’... રહેવા લાગ્યા. તેથી લોકો તેમને ઓળખી શક્યા નહીં. એવું ભયંકર કળિકાળનું રક સ્વરૂપ છે. ૧૯ાા જેમ સુકાતા સર વિષે માછલીઓ ગભરાય, ફેરવતા બક ચંચુ બહુ; ક્યાં નાસી સંતાય? ૨૦. અર્થ :-જેમ સર એટલે તળાવ સુકાતા માછલીઓ બિચારી ગભરાવા લાગે છે. કેમકે ત્યાં બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય છે. ત્યાંથી બિચારી માછલીઓ ક નાસીને ક્યાં સંતાય? તેમ આ કળિયુગમાં મોક્ષમાર્ગના જિજ્ઞાસુ જીવોને કુગુરુરૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા છૂટીને કોને શરણે જાય? એ જોઈને મહાપુરુષોને બહુ દયા આવે છે.” ૨૦ના (પ્ર.વિ.ભા.૧ પૃ.૪૩૪) કાળદોષ કળિથી થયો’..... શ્રીમદ્ રાજચંદ્રમાંથી - આ કાળમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો મેળવવાની જીવોને અત્યંત આકુળતા “શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ આ “દુસમ કળિયુગ'નામનો કાળ છે.” (વ.પૃ.૩૩૬) આ કાળમાં જીવોને આરત એટલે આત્માની ગરજ નાશ પામવા જેવું થયું છે “હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ૧૭૧
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy