SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કાળદોષ કળિથી થયો'..... કળિ એટલે પાપ. જીવોના પાપી વર્તનને લઈને કાળને પણ દોષ લાગ્યો. * “હીન પુણ્ય જીવોએ આ ભરતક્ષેત્ર ઘેરી લીધું છે.” માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૨૫૪માં જણાવ્યું છે : કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.' પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧-૨'માંથી : સત્યમતિ કહે : ઘંઘા સમ સી ઘર્મ થયા કળિ-ભાવે રે, મારું તે સારું' સૌ માને, સમ્યક્ જ્ઞાન અભાવે રે; શ્રીમદ્ અર્થ -સત્યમતિ કહે : આ કળિકાળમાં તો કળિ એટલે પાપ ભાવનાથી સૌ ઘર્મ ઘંઘા સમાન બની ગયા છે. સર્વે “મારું તે સારું એમ માને છે. સમ્યકજ્ઞાનના અભાવે અમે કહીએ છીએ તે સાચો માર્ગ છે એમ સૌ માની બેઠા છે. લા. પોતાનો કોઈ શિષ્ય કરે જો સંત-સમાગમ બીજે રે, તો કુગુરુને તાવ ચઢે છે; સાચી-ખોટી ચીજે રે–શ્રીમદ્ ” અર્થ -પોતાનો કોઈ શિષ્ય બીજા સંતનો સમાગમ કરે તો કુગુરને તાવ ચઢે છે. તે શિષ્યનું સાચું ખોટુ કહીને પણ બીજા સંતના સમાગમથી તેને દૂર કરે છે. “જીવને સન્મુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ઘર્મમા જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોઘશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સત્અસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” (વ.પૃ.૬૮૫) ૧૦ણી -પ્ર.વિ.ભા.૧ (પૃ.૧૦૮) “કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ; નિર્દય શુદ્ર જનો પીડે, ટકે કેટલો કાળ? ૧૯ અર્થ આ કળિકાળમાં તો કોઈક જ સાચા સાઘુ દેખાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજ વિષે પરમકૃપાળુદેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે. આ પાપના યુગમાં નિર્દય અને શુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે, તો તે કેટલો કાળ તેમની સામે ટકી શકે? જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી, લોકોની કનડગતને લઈને જુનાગઢ જેવા એકાંત સ્થાનોમાં રહેવા લાગ્યા. તેમજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજે પણ લોકોના અયુક્ત દબાણને લઈને જન સહવાસ છોડી વનવાસ સ્વીકાર્યો. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાથીન વર્તન થવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી વિશેષ સ્વરૂપધ્યાનમાં સ્થિર ૧૭૦
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy