SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ सार्धत्रिप्रहरः प्रवर्तयति स स्वात्मानमाराधनाध्यानादिष्वथ शिष्ययाचितयाऽयं योगनिद्राशयी । रोगे न क्लमितः श्रमे न विरसो माने विरक्तो गरुः कष्टे स्वस्थमना मनागपि न हि स्वाध्यायवैधुर्यवान् ॥८४॥ એ પોતે સાડા ત્રણ પ્રહર સુધી આરાધના, ધ્યાન વગેરેમાં પ્રવૃત્ત રહેતા હતા. એમને શિષ્યો વિનંતી કરે ત્યારે યોગનિદ્રા લેતા. રોગમાં તે અસ્વસ્થ ન બનતા. પરિશ્રમમાં તે કંટાળતા નહીં. માનની આસક્તિ તેમને સતાવતી નહીં, કષ્ટના પ્રસંગમાં તે પ્રસન્ન રહી શકતા. તેઓ ક્યારેય સ્વાધ્યાય કરવાનું ચૂકતા નહોતા. ૮૪ तीर्थानीह समुद्धृतानि चरणैर्यात्रा भृशं निश्रिता नैकेष्वाहतमन्दिरेषु जगतां नाथाः प्रतिष्ठापिताः । शिष्याणां शतमेकविंशतियुतं व्यर्धं शतं साधवः साध्व्यः पञ्चशताधिकास्समभवन् भक्ताश्च लक्षाधिकाः ॥८५॥ એમણે અનેક તીર્થોનો ઉદ્ધાર કર્યો. અનેક પદયાત્રા સંઘો તેમની નિશ્રામાં નીકળ્યા. અનેક જિનાલયોમાં તેમણે વીતરાગ પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. એકસો એકવીશ તેમના શિષ્યો હતા. અઢીસો સાધુનો તેમનો પરિવાર હતો. પાંચસોથી વધુ સાધ્વી તેમની આજ્ઞામાં હતી. અને તેમના ભક્તો લાખોની સંખ્યામાં હતા. ૮૫ षट्पञ्चाशदहो समा मुनिपतेराचार्यभावस्थिते रेकोना च समा ह्यशीतिरनघश्रामण्यभावस्थितेः । आयुष्षण्णवतिस्समा ननु गुणास्सङ्ख्यां परेता बभुस्तत् सर्वं महतां महद् भवति काऽस्माकं लघूनां गिरा ॥८६॥ (યુમ) એમનો આચાર્ય પદ પર્યાય છપ્પન વરસનો હતો. એમનો શ્રમણજીવન પર્યાય ઓગણ્યાએંશી વરસનો હતો. એમનું આયુષ્ય છ— વરસનું હતું. એમના ગુણો અસંખ્ય હતા. આમ મહાપુરુષોની બધી જ વાતો મોટી હોય છે. આપણા જેવાની વાણી કેટલું વર્ણવી શકે ? ( નર્વાપ) (પરિનિર્વાણ) आषाढस्य चतुर्दशे तिथिदिने कृष्णे महद्-दर्शनहर्ये पौषधवेश्मनि स्थितवतोऽध्यात्मोपसन्नात्मनः । अर्हन्नाममधुस्रवद्भिरमदावादे समाधिस्वर बंता निर्वृतिरश्ववेदगगनद्वंद्वे (२०४७) शरद्युत्कटैः ॥८७॥ વિ. સં. ૨૦૪૭, અષાઢ વદ ચૌદશે અમદાવાદમાં દર્શન નામના મોટા બંગલામાં, પૌષધશાળામાં તેમની સ્થિરતા હતી. તેમણે અધ્યાત્મમાં આત્માને એકાકાર બની દીધો હતો. ઉત્તમ એવા અરિહંતનાં નામરૂપ મધથી છલકતાં સમાધિમંત્રોના સથવારે તેમનું નિર્વાણ થયું. सूर्याणामिव कोटिरद्भुततमां काञ्चित् समाधिप्रभां हार्दव्याधितदेहवानपि विभुर्निर्वाणकाले दधौ । शिष्यान् भक्तजनांश्च सङ्घनिवहान् दूरागतान् देशयन् मौनेनाऽन्तिमबोधमात्मविषयां सर्वोत्कसाम्यस्थितिम् ॥८८॥ નિર્વાણના સમયે હૃદયના રોગની બાધા હોવા છતાં તેમણે કરોડો સૂરજ જેવી અલૌકિક અને તેજસ્વી સમાધિને ધારણ કરી હતી. શિષ્યોને, ભક્તોને અને દૂરદૂરથી આવેલા સંઘોને તેમણે મૌન દ્વારા અંતિમ ઉપદેશ આપ્યો, આત્માની ઉત્કૃષ્ટ સમતા પામવાનો. ૮૮
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy