SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ दत्तो भावसमाधिरायुषि वरे सङ्ख्यामतीतान् जनान् साधून् किं पुरात्मतारकगुरुं निर्यामणैः पावनैः । सोऽयं भावसमाधिरस्य मरणे जातस्स्वयं सेवको देहत्यागिनि सावधानकरणे श्रीशालिभद्रे यथा ॥८९॥ ઉત્તમ નિર્ધામણા દ્વારા પોતાનાં સંપૂર્ણ જીવન દરમ્યાન અસંખ્ય લોકોને, અનેક સાધુઓને અને પોતાના તારક ગુરુભગવંતને તેમણે જે ભાવસમાધિ આપી હતી તે સમાધિ મૃત્યુના સમયે સેવકની જેમ તેમની સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. શરીર ત્યાગ કરતી વખતે અનાસક્તિયોગની અનુભૂતિ ધરાવનારા શ્રીશાલિભદ્રની જેમ તેમને સમાધિ મળી. ૮૯ आशामापूर्य पुण्यैर्नभसमपि समालिप्य दिव्यैर्यशोभि (न् संभृत्य मुक्तामणिगणसुगुणैर्गोभिरासिच्य गाञ्च । अध्यरालिख्य वृत्तैर्युतितिलकमयं वातधारासु रम्य सूरिश्रीरामचन्द्रः परगतिविजयायैव नूनं प्रयातः ॥१०॥ (स्रग्धरा) પરલોકના વિજય માટે જ જાણે સૂરિરામચંદ્રએ પ્રમાણ કર્યું હતું. પોતાનાં પુણ્યથી તેમણે દિશાઓ છલકાવી દીધી હતી, દિવ્ય યશ દ્વારા આકાશ પર આલેખ કર્યો હતો, મોતી અને મણિના પુંજ જેવા સદ્ગુણો દ્વારા તેમણે સમુદ્રને ભરી દીધો હતો, વાણી દ્વારા તેમણે ધરાતલને ભીંજવી દીધું હતું, વહેતા પવન પર તેમણે પવિત્ર જીવનપ્રસંગો દ્વારા ઝળહળતું તિલક કરી લીધું હતું. ૯૦ क्रोशानां दशकेन दीर्घपथके भक्तैस्समुद्वाहिता लक्षद्वयर्धमितैर्विशालशिबिका श्रीमद्गुरूणां तनोः । आनीताऽन्तिमवर्षवासवसुधाश्रीसाभ्रमत्यास्तटे कोटिश्रीमहितञ्च रामनगरे संस्कारमन्त्यं वृता ॥११॥ સૂરિભગવંતના દેહને વહન કરનારી ભવ્ય પાલખી દશ કોશ લાંબા મારગ પરથી પસાર થઈ હતી. અઢી લાખ લોકોએ આ પાલખી ઉપાડવાનો લાભ લીધો હતો. અંતિમ ચાતુર્માસભૂમિ શ્રીસાબરમતીનગરમાં પાલખી લાવવામાં આવી. રામનગરમાં એક કરોડ રૂપિયાની ઉછામણીપૂર્વક તેનો અંતિમસંસ્કાર થયો. निहाग्निजभस्ममोषणजनैस्सञ्जातखाते स्थले पादानामथ सप्तविंशतिसहस्राणां चतुष्कोणिनाम् । आयामेऽर्धशतद्वयाद् दशशतैरेकाधिकैर्मानतो विस्तारं वहदाकृतं भगवतो भक्तैर्महामन्दिरम् ॥१२॥ અગ્નિદાહની રાખ લેવા આવનારા લોકોને લીધે જે સ્થળે ખાડો પડી ગયો તે અંતિમસંસ્કારભૂમિ પર સૂરિભગવંતના ભક્તોએ મોટું મંદિર બનાવ્યું, આ મંદિર ૨૭,00 ચોરસફૂટ વિસ્તારવાળી જમીન પર અને ૧૧,અને ૨૫૦ ચોરસ ફૂટના ભૂવિસ્તાર પર બાંધવામાં આવ્યું.
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy