SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ एतत्पाणितलेन यत्र समभूच्चैत्यप्रतिष्ठा प्रभोस्तत्राऽऽसन् प्रतिमासु तीर्थजनकाः साक्षादुपस्थायिनः । सङ्घस्य स्थविरं पदञ्च वयसा चारित्र्यतो ज्ञानतः पुण्यैर्भक्तभरस्यं गुणगणैर्व्याख्यानशक्तेर्दधौ ॥७९॥ આ સૂરિભગવતના હાથે જે જિનાલયમાં પ્રભુપ્રતિષ્ઠા થઈ તે દરેક સ્થાને મૂર્તિમાં સાક્ષાત્ પરમાત્મા જીવંત બન્યા હોય તેવું જણાય છે. વય, ચારિત્રપર્યાય, શાસ્ત્રજ્ઞાન, પુણ્યબળ, ભક્તપરિવાર, ગુણસંપદા અને પ્રવચનશક્તિને લીધે તેઓ સંઘના સ્થવિર પદે બિરાજીત હતા. ૭૯ एतस्याक्षरमुक्तकाऽनुगुणितं पत्रं सगोत्रं धियो धत्ते रोगवतां प्रमोदपृथुलां प्रौढां समाधिश्रियम् । आशीर्वादमवाप्य चास्य भविनस्सर्वार्थसिद्धि श्रिता वासक्षेपनिषेकतश्च तपसस्साफल्यमास्कन्दिताः ॥८०॥ તેમના અક્ષર રૂપી મોતીથી અંકાયેલો પત્ર, પરિણતિનો પર્યાયવાચી રહેતો. તે પત્ર દ્વારા રોગીઓને પ્રસન્નતાભરી સમાધિલક્ષ્મી મળી જતી. ભવ્યજીવોને તેમના આશીર્વાદથી સર્વ અર્થની સિદ્ધિ મળતી. તેમનો વાસક્ષેપ પામીને તપસ્વીઓ તપમાં સફળતા પામતા. ૮૦ श्रीमेवाडसूराष्ट्रमालवमहाराष्ट्रास्तथा कन्नडराजस्थानबिहारबङ्गसहिताः कच्छश्च मध्योत्तराः । धन्या श्रीगुरुरामचन्द्रचरण-स्पर्शस्खलत्पातका नूनं स्वर्गभुवामपीह सततं जातास्सपर्याभुजः ॥८१॥ મેવાડ, ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, બિહાર, બંગાળ, કચ્છ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ આ દેશો ગુરુરામચંદ્રના ચરણસ્પર્શ પામવા દ્વારા પવિત્ર બન્યા. અને તેથી જ સ્વર્ગવાસી દેવતાઓ માટે પણ તે પૂજાપાત્ર બન્યા. ૮૧ लग्ने चन्द्रशनी तुलामधिगतौ भौमश्च शुक्रो बुध आयाता मकरे सराहुरविवान् कुम्भश्च कर्के गुरुः । केतुस्सिहगतश्च योगघटनादृष्ट्यादिभिः श्रीगुरो राख्यान्ति भुवनत्रयेऽप्यभिनवामुत्कृष्टतां सम्पदाम् ॥८२॥ તેમની જન્મકુંડળીમાં તુલાલગ્નમાં ચંદ્ર શનિ, મકર રાશિમાં મંગળ, શુક્ર અને બુધ, કુંભ રાશિમાં સૂર્ય રાહુ, કર્ક રાશિમાં ગુરુ, સિંહરાશિમાં કેતુ હતા. આ ગ્રહોના યોગ અને દૃષ્ટિસંબંધ વગેરે દ્વારા, સૂરિભગવાન ત્રણલોકમાં સર્વોત્કૃષ્ટ સંપદા ધરાવે છે તે સૂચિત થતું હતું. ૮૨ ज्ञानध्याननिलीनसर्वकरणो देवोऽनपेक्षस्सुखे कामाऽऽसक्तिविरक्तिमूर्तिरभयाकारः कृतान्तान्तकः । देहाध्यासकुरङ्गजिद् विजयते श्रीरामचन्द्रेश्वरो राजर्षेखि यस्य सङ्गतिमति वासिसीष्ट क्वचित् ॥८३॥ તેમનો સંપૂર્ણ દેહવ્યાપાર જ્ઞાન અને ધ્યાનમાં પ્રવૃત્ત રહેતો. તેમને સુખની અપેક્ષા નહોતી. તેમણે કામ અને આસક્તિને જીતી લીધા હતા. તેઓ અભયધર્મનો અવતાર હતા. તેઓ મૃત્યુંજયી હતા. દેહની પ્રીતિ રૂપી હરણને તેમણે સિંહની જેમ જીતી લીધું હતું. મોટા રાજર્ષિની જેમ તેમને ક્યાંય કશે આસક્તિ હતી નહીં. આવા રામચંદ્રપ્રભુ જય પામે છે. ૮૩ ३५
SR No.009101
Book TitleSmruti mandir Prashasti Kavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2004
Total Pages33
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy